Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 8:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 [પ્રભુના લોકોએ કહ્યું,] ‘આપણે કેમ બેસી રહ્યા છીએ? એકત્ર થઈને કિલ્લાબંધ નગરોમાં જઈએ, ને ત્યાં મરી જઈએ, કેમ કે આપણા ઈશ્વર યહોવાએ આપણો નાશ કર્યો છે, અને આપણને ઝેર પાયું છે, કેમ કે આપણે યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 લોકોએ કહ્યું, “આપણે શા માટે બેસી રહ્યા છીએ? ચાલો, આપણે એકત્ર થઈને કિલ્લેબંધ નગરોમાં જઈએ અને ત્યાં મોત વહોરી લઈએ. કારણ, આપણા ઈશ્વર પ્રભુએ આપણો નાશ નિશ્ર્વિત કર્યો છે. આપણે પ્રભુ વિરુદ્ધ પાપ કર્યું છે તેથી તેમણે આપણને ઝેર પીવા આપ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 આપણે કેમ અહીં બેસી રહીએ છીએ? આવો, આપણે બધા; કિલ્લેબંધ નગરોમાં જઈએ અને ત્યાં મૃત્યુ પામીએ, કેમ કે આપણા ઈશ્વર યહોવાહે આપણો નાશ કર્યો છે અને આપણને પીવાને ઝેર આપ્યુ છે. કેમ કે આપણે યહોવાહની વિરુદ્ધ પાપ કર્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 પછી યહોવાના લોકો કહેશે, “‘અહીં આપણે મરણ પામવાની પ્રતિક્ષા શા માટે કરીએ? આવો, આપણે કિલ્લેબંધ નગરોમાં જઇએ અને ત્યાં મૃત્યુ પામીએ, કારણ કે આપણા દેવ યહોવાએ આપણું મૃત્યુ જાહેર કર્યું છે અને આપણા સર્વ પાપોને કારણે દેવે આપણને ઝેરનો પ્યાલો પીવાને આપ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 8:14
23 Iomraidhean Croise  

અને દાઉદે અબિશાયને કહ્યું, “હવે બિખ્રીનો દિકરો શેબા આપણને આબ્શાલોમના કરતાં વધારે નુકશાન કરશે, તું તારા ધણીના ચાકરોને લઈને તેની પાછળ પડ, નહિ તો તે પોતાને માટે કોટવાળાં નગરો કબજે કરશે, ને આપણી દષ્ટિમાંથી સટકી જશે.”


હું મૂંગો થઈને છાનો રહ્યો, ખરું બોલવાથી પણ હું છાનો રહ્યો; અને મારો શોક વધી ગયો.


વળી તેઓએ મને ખાવા માટે પિત્ત આપ્યું; અને મને તરસ લાગતાં તેઓએ સરકો પાયો.


“હે ખાલદીઓની દીકરી, તું છાનીમાની બેસ, ને અંધકારમાં પેસી જા; કેમ કે હવે પછી તું રાજ્યોની માલિક કહેવાઈશ નહિ.


હે યહોવા, અમે અમારી દુષ્ટતા, અમારા પૂર્વજોના અપરાધ કબૂલ કરીએ છીએ; કેમ કે તમારી વિરુદ્ધ અમે પાપ કર્યું છે.


[મારા લોકો પોકારે છે,] “હે યહોવા, જો કે અમારા અપરાધો અમારી વિરુદ્ધ સાક્ષી પૂરે છે, તોપણ તમારા નામની ખાતર કંઈક કરો; કેમ કે અમે વારંવાર પાછા હઠયા છીએ, તમારી વિરુદ્ધ અમે પાપ કર્યું છે.


તે માટે પ્રબોધકો વિષે સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “જુઓ, હું તેઓને નાગદમણ ખવડાવીશ, ને તેઓને ઝેર પાઈશ; કેમ કે યરુશાલેમના પ્રબોધકોથી આખા દેશમાં અધર્મ ફેલાઈ ગયો છે.”


અમે અમારી લાજમાં પડી રહીએ, ને અમારું અપમાન અમને ઢાંકે, કેમ કે અમે તથા અમારા પિતૃઓએ અમારી તરુણાવસ્થાથી આજ સુધી અમારા ઈશ્વર યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે; અને અમારા ઈશ્વર યહોવાનું કહ્યું અમે માન્યું નથી.”


પણ જ્યારે બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર આ દેશ પર ચઢી આવ્યો, ત્યારે અમે કહ્યું, ચાલો ખાલદીઓના સૈન્યની તથા અરામીઓના સૈન્યની બીકને લીધે આપણે યરુશાલેમમાં [રહેવા] જઈએ. તેથી અમે યરુશાલેમમાં રહીએ છીએ.”


પણ પોતના હ્રદયના દુરાગ્રહ પ્રમાણે, અને પોતના પૂર્વજોના શીખવ્યા પ્રમાણે તેઓ બાલીમની પાછળ ચાલ્યા છે.”


તે માટે સૈન્યોના [ઈશ્વર] યહોવા ઇઝરાયલના ઈશ્વર કહે છે, “હું તેમને નાગદમણ ખવડાવીશ, ને તેમને ઝેર પાઈશ.


મારું કષ્ટ તથા મારું દુ:ખ, મારાં નાગદમણ તથા પિત્ત, તેઓનું સ્મરણ કર.


અને મૂસાએ હારુનને કહ્યું, “યહોવાએ જે ફરમાવ્યું છે તે આ છે કે, જેઓ મારી પાસે આવે તેઓ મધ્યે હું પવિત્ર મનાઉં ને હું સર્વ લોકોની આગળ ગૌરવવાન મનાઉં.” અને હારુન છાનો રહ્યો.


વળી જ્યારે કોઈ માણસનો સગો, એટલે તેને અગ્નિદાહ દેનાર, તેનાં હાડકાંને ઘરમાંથી બહાર લઈ જવાને તે ની લાસને ઊંચકી લેશે, ને ઘરમાં સૌથી અંદરના ભાગમાંના માણસને પૂછશે, ‘હજી બીજો કોઈ તારી સાથે છે?’ અને તે કહેશે, ‘ના;’ ત્યારે પેલો કહેશે, ‘ચૂપ રહે; કેમ કે આપણે યહોવાનું નામ ઉચ્ચારવા લાયક નથી.’”


પણ યહોવા પોતાના પવિત્ર મંદિરમાં છે. આખી પૃથ્વી તેની આગળ ચૂપ રહો.”


હે સર્વ માણસો, યહોવાની હજૂરમાં ચૂપ રહો; કેમ કે તે પોતાના પવિત્ર નિવાસસ્થાનમાંથી જાગૃત થયા છે.”


ત્યારે તેઓએ પિત્ત ભેળવેલો સરકો તેમને પીવાને આપ્યો, પણ‍ ચાખ્યા પછી તેમણે તે પીવા ના પાડી.


[એ કરાર તથા પ્રતિજ્ઞા હું કરું છું] રખેને તમારામાં કોઈ પુરુષ કે સ્‍ત્રી કે કુટુંબ કે કુળ એવું હોય કે, જેનું મન આજે યહોવા તમારા ઈશ્વર તરફથી ફરી જઈને એ દેશજાતિઓના દેવોની સેવા કરવા લલચાય. રખેને પિત્ત તથા કડવાશરૂપી જડ તમારામાં હોય.


કેમ કે તેઓનો દ્રાક્ષાવેલો સદોમના દ્રાક્ષાવેલામાંનો તથા ગમોરાનાં ખેતરોનો છે. તેઓની દ્રાક્ષો પિત્તની દ્રાક્ષો છે, તેઓની લૂમો કડવી છે;


Lean sinn:

Sanasan


Sanasan