Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 7:29 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 [હે યરુશાલેમ,] તારો અંબોડો કાપીને ફેંકી દે, ને બોડી ટેકરીઓ પર વિલાપ કર; કેમ કે યહોવાએ પોતાના ક્રોધપાત્ર વંશનો તિરસ્કાર કરીને તેને તજી દીધો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

29 શોક દર્શાવવા મુંડન કરાવી લટો ફગાવી દો, ઉજ્જડ ટેકરીઓ પર વિલાપગીત ગાઓ; કારણ, મેં પ્રભુએ ક્રોધે ભરાઈને આ પેઢીની પ્રજાને તરછોડી દીધી છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 તારા વાળ કાપી નાખ અને તારું માથું મૂંડાવ અને તારા વાળ ફેંકી દે અને પર્વતો પર જઈને વિલાપ કર. કેમ કે યહોવાહે પોતાના રોષને કારણે આ લોકનો ત્યાગ કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

29 “હે યરૂશાલેમ, શરમને કારણે તારું માથું મૂંડાવ, શોક પાળ, અને પર્વતો પર એકાંતમાં ચિંતા કર; કારણ કે યહોવાએ પોતાના રોષને કારણે આ લોકોનો નકાર કર્યો છે અને તેઓનો ત્યાગ કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 7:29
27 Iomraidhean Croise  

યહોવાએ ઇઝરાયલનાં સર્વ સંતાનોનો ત્યાગ કર્યો, તેમના પર વિપતિ લાવ્યા, ને તેમને લૂટારાઓના હાથમાં સોંપીને, તેઓને પોતાની નજર આગળથી દૂર કર્યા.


ત્યારે અયૂબે ઊઠીને પોતાનો જામો ફાડીને માથું મૂંડાવ્યું, અને ભૂમિ પર પડીને સ્તુતિ કરતાં


વળી તે દિવસે સૈન્યોના પ્રભુ યહોવાએ રડવાને, વિલાપ કરવાને, મુંડાવાને તથા ટાટ પહેરવાને બોલાવ્યા;


“મેં મારું ઘર છોડયું છે, મેં મારો વારસો મૂકી દીધો છે; મેં મારી પ્રાણપ્રિયાને વૈરીઓના હાથમાં સોંપી દીધી છે.


શું [પ્રભુ] તમે યહૂદિયાનો છેક જ ત્યાગ કર્યો છે? શું તમારો જીવ સિયોનથી કંટાળી ગયો છે? અમને રૂઝ વળે નહિ એવી રીતે તમે અમને શા માટે માર્યા છે? અમે શાંતિની આશા રાખતા હતા, પણ કાંઈ કલ્યાણ થયું નહિ; અને સાજા થવાના સમયની રાહ જોતા હતા, પણ તેના બદલામાં ત્રાસ જ થયો!


મોટા તથા નાના બન્ને આ દેશમાં મરશે. તેઓને દાટવામાં આવશે નહિ, તેઓને લીધે કોઈ વિલાપ કરશે નહિ, તેઓને લીધે કોઈ પોતાને ઘાયલ કરશે નહિ, ને કોઈ પોતાને મુંડાવશે નહિ.


“તું બોડી ટેકરીઓ તરફ આંખો ઊંચી કરીને જો. તારી સાથે વ્યભિચાર ક્યાં નથી થયો? રણમાં જેમ અરબ વાટ જુએ છે તેમ તું તેઓને માટે માર્ગોમાં બેસી રહેલી છે; અને તેં તારા વ્યભિચારોથી તથા તારી પુષ્ટતાથી દેશને ભ્રષ્ટ કર્યો છે.


“બોડી ટેકરીઓ પર સાદ સાંભળવામાં આવ્યો છે, એટલે ઇઝરાયલના પુત્રોનું રુદન તથા [તેઓની] વિનંતીઓ [સાંભળવામાં આવી છે] ; કેમ કે તેઓ અવળા માર્ગે ચાલ્યા છે, તેમના ઈશ્વર યહોવાને તેઓ વીસરી ગયા છે.


ગાઝાનું માથું મૂંડેલું છે; આશ્કલોન, એટલે તેઓની ખીણમાંનું જે બચી ગયેલું, તે નષ્ટ થયું છે; તું ક્યાં સુધી પોતાને કાપીને ઘાયલ કરશે?


કેમ કે દરેકનું માથું બોડેલું છે, ને દરેકની દાઢી મૂંડેલી છે. દરેકને હાથે ઘા થયો છે, તથા [દરેકની] કમરે ટાટ [વીંટાળેલું] છે.


લોકો તેમને નકારેલું રૂપું કહેશે, કેમ કે યહોવાએ તેમને નકાર્યા છે.”


[મેં કહ્યું,] “હું પર્વતોને માટે રુદન તથા શોક કરીશ, ને રાનમાંના બીડોને માટે વિલાપ કરીશ, કેમ કે તેઓ એટલાં બધાં બળી ગયાં છે કે, કોઈ તેમાં થઈને જતું નથી. અને ઢોરનો અવાજ સાંભળવામાં આવતો નથી; આકાશનાં પક્ષીઓ તેમ જ પશુઓ પણ નાઠાં છે, તેઓ જતાં રહ્યાં છે.”


વળી તેઓથી તથા તેઓના પૂર્વજોથી અજાણી પ્રજામાં હું તેઓને વેરણખેરણ કરી નાખીશ; અને હું તેઓનો સંહાર થતાં સુધી તેઓની પાછળ તરવાર મોકલીશ.”


પણ તમે અમને છેક તજી દીધા છે; તમે અમારા પર બહુ કોપાયમાન થયા છો.


વળી ઇઝરાયલના સરદારોને 4 માટે વિલાપ કર,


“હે મનુષ્યપુત્ર, તૂરના રાજા સંબંધી એક પરજિયો ગાઈને તેને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, તું જ્ઞાનપૂર્ણ ને સર્વાગે સુંદર હોઈને માપ પૂરું કરે છે.


હે ઇઝરાયલના વંશજો, તમારે વિષે આ જે મરસિયો હું ગાઉં છું તે સાંભળો:


તારાં પ્રિય સંતાનોને લીધે પોતાના માથાના વાળ કપાવ, ને પોતાનું માથું બોડાવ. ગીધની માફક તારી તાલ વધાર, કેમ કે તેઓ તારી પાસેથી ગુલામગીરીમાં ગયાં છે.


પણ તેમણે તેઓને ઉત્તર આપ્યો, “દુષ્ટ તથા વ્યભિચારી પેઢી નિશાની માગે છે, પણ યૂના પ્રબોધકની નિશાની સિવાય કોઈ નિશાની તેને અપાશે નહિ.


ભૂંડી તથા વ્યભિચારી પેઢી ચિહ્ન માગે છે, પણ યૂનાના ચિહ્ન વગર બીજું કોઈ ચિહ્ન તેઓને અપાશે નહિ.” અને તેઓને મૂકીને તે ચાલ્યા ગયા.


હું તમને ખચીત કહું છુ કે એ બધું આ પેઢી ઉપર આવશે.


પણ ફરોશીઓમાંનાં તથા સદૂકીઓમાંના ઘણાને તેનાથી બાપ્તિસ્મા પામવા માટે આવતા જોઈને તેણે તેઓને કહ્યું, “ઓ સર્પોના વંશ, આવનાર કોપથી નાસવાને કોણે તમને ચેતાવ્યા?


તેણે બીજી ઘણી વાતો કહીને સાક્ષી આપી, તથા બોધ કર્યો, “તમે આ જમાનાના આડા લોકથી બચી જાઓ.”


લોકોએ પોતાને ભ્રષ્ટ કર્યા છે, [તેઓ] યહોવાનાં છોકરાં [રહ્યાં] નથી, [એ] તેઓનું કલંક [છે]. [તેઓ] અડિયલ તથા વાંકી પેઢી છે.


Lean sinn:

Sanasan


Sanasan