27 “યર્મિયા, તું જ્યારે તેમને આ વાત કરશે ત્યારે તેઓ સાંભળવાના નથી, તું જો તેમને સાદ કરશે તો તેઓ જવાબ આપનાર નથી. માટે યોગ્ય પ્રત્યુત્તરની આશા રાખીશ નહિ.
હું આવ્યો, તો કોઈ માણસ નહોતું; મેં પોકાર્યું, તો કોઈ ઉત્તર આપનાર નહોતો, એનું કારણ શું? શું, મારો હાથ એટલો ટૂંકો થઈ ગયો છે કે, તે તમને છોડાવી શકે નહિ? અને તમને બચાવવાને મારામાં કોઈ શક્તિ નથી? જુઓ, મારી ધમકીથી હું સમુદ્રને સૂકવી નાખું છું, નદીઓને રણ કરી નાખું છું; પાણીની અછતને લીધે તેઓમાંનાં માછલાં ગંધાઈ ઊઠે છે, ને તરસે મરી જાય છે.
તમને હું તરવારને માટે નિર્માણ કરીશ, ને તમારે સૌએ સંહારને શરણ થવું પડશે; કેમ કે મેં હાંક મારી, ને તમે ઉત્તર આપ્યો નહિ; હું બોલ્યો, ને તમે સાંભળ્યું નહિ; પણ મારી દષ્ટિમાં જે ભૂંડું હતું તે તમે કર્યું, ને જે હું ચાહતો ન હોતો તે તમે પસંદ કર્યું.”
ત્યારે યહોવાએ મને કહ્યું, “હું બાળક છું, એમ જ બોલ! જેઓની પાસે હું તને મોકલું તે સર્વની પાસે તારે જવું, અને જે કંઈ હું તને મોકલું તે સર્વની પાસે તારે જવું, અને જે કંઈ હું તને ફરમામું તે તારે બોલવું.
એટલે યહોવા કહે છે, “તું યહોવાના મંદિરના આંગણામાં ઊભો રહે, ને યહૂદિયાનાં સર્વ નગરોમાંના જે લોકો યહોવાના મંદિરમાં ભજન કરવા માટે આવે છે, તેઓની આગળ જે વચનો મેં તને બોલવાની આજ્ઞા આપી છે તે સર્વ બોલ; તેમાંનો એકે શબ્દ તું છોડી દઈશ નહિ.