Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 7:23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 પણ મેં તેઓને આટલું ફરમાવીને કહ્યું હતું કે, મારું સાંભળો, અને હું તમારો ઈશ્વર થઈશ, ને તમે મારા લોક થશો; તમારું હિત થાય, માટે જે માર્ગો મેં તમને ફરમાવ્યા તે સર્વ માર્ગોમાં તમે ચાલો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

23 મેં તમને એ પણ કહ્યું હતું કે, મારી વાણીને આધીન થાઓ એટલે હું તમારો ઈશ્વર થઈશ અને તમે મારા લોક થશો. તમારું સમગ્ર આચરણ મારી આજ્ઞાઓ પ્રમાણે રાખો તો તમારું ભલું થશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 મેં તેમને ફક્ત આટલી આજ્ઞા આપી કે; ‘મારું સાંભળો અને હું તમારો ઈશ્વર થઈશ અને તમે મારા લોકો થશો. તમારું હિત થાય માટે મેં તમને જે માર્ગો ફરમાવ્યા તે સર્વ માર્ગોમાં તમે ચાલો.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 ‘મને આધીન થાઓ અને હું તમારો દેવ થઇશ અને તમે મારા લોકો થશો; હું તમને ફરમાવું છું તેટલું તમે કરો તો તમે સુખી અને સમૃદ્ધ થશો!’

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 7:23
38 Iomraidhean Croise  

જો તેઓ સાંભળીને તેમને શરણે જાય, તો તેઓ પોતાના દિવસો આબાદીમાં, અને પોતાનાં વર્ષો સુખચેનમાં ગુજારશે.


તેઓ અન્યાય કરતા નથી; તેઓ તેમના માર્ગમાં ચાલે છે.


તમને યજ્ઞ તથા ખાદ્યાર્પણની અપેક્ષા નથી; તમે મારા કાન ઉઘાડયા છે; દહનીયાર્પણ તથા પાપાર્થાર્પણ તમે માગ્યાં નથી.


મારા લોકો મારું સાંભળે, અને ઇઝરાયલ મારા માર્ગોમાં ચાલે, તો કેવું સારું!


“જો તું તારા ઈશ્વર યહોવાની વાણી ખંતથી સાંભળશે, ને તેમની દષ્ટિમાં જે યથાર્થ તે કરશે, ને તેમની આજ્ઞાઓ માનશે, ને તેમના સર્વ વિધિઓ પાળશે, તો જે રોગો મેં મિસરીઓ ઉપર નાખ્યા છે, તેમાંનો કોઈ પણ હું તારા પર નાખીશ નહિ; કેમ કે તને સાજો કરનાર હું યહોવા છું.”


અને મૂસાએ કહ્યું, “યહોવાએ જે આજ્ઞા આપી છે તે એ છે કે, તમારા વશંજોને માટે તેમાંથી એક ઓમેરભર રાખી મૂકો; એ માટે કે હું તમને મિસર દેશમાંથી કાઢી લવ્યો ત્યારે અરણ્યમાં મેં તમને જે અન્‍ન ખવડાવ્યું, તે તેઓ જુએ.”


ન્યાયીને ધન્ય છે, તેનું કલ્યાણ થશે; તેઓ પોતાની કરણીનું ફળ ભોગવશે.


જે દિવસે હું તમારા પૂર્વજોને મિસર દેશમાંથી, લોઢાની ભઠ્ઠીમાંથી, કાઢી લાવ્યો, ત્યારે મેં તેઓને આજ્ઞા આપીને કહ્યું હતું કે, ‘મારું વચન માનો, ને જે વાત વિષે હું તમને આજ્ઞા આપું છું તે સર્વ તમે પાળો; તો તમે મારા લોકો થશો, ને હું તમારો ઈશ્વર થઈશ;


કેમ કે જે દિવસે હું તમારા પૂર્વજોને મિસર દેશમાંથી બહાર લાવ્યો, ત્યારથી તે આજ દિવસ સુધી હું પ્રાત:કાળે ઊઠીને તેમને ખંતથી એવો સુબોધ આપતો આવ્યો છું કે, ‘મારું વચન માનો.’


કેમ કે યહોવા કહે છે કે, જેમ કમરબંધ માણસની કમરને વળગી રહે છે, તેમ ઇઝરાયલ તથા યહૂદાના આખા વંશને મેં મારી કમરે વળગાડયો છે; જેથી તેઓ મારા લોકો, મારું નામ, મારી પ્રશંસા તથા મારું ભૂષણ થાય; પણ તેઓએ માન્યું નહિ.


હું તારી આબાદીના વખતમાં તને કહેતો; ત્યારે તું બોલતો કે, ‘હું સાંભળીશ નહિ’ તારી તરુણાવસ્થાથી તારી રીતભાત એવી હતી કે, તેં મારા કહ્યા પર લક્ષ આપ્યું નહિ.


યહોવા કહે છે કે, ન્યાયથી તથા પ્રમાણિકતાથી ચાલો, અને લૂંટાયેલાને જુલમગારના હાથમાંથી છોડાવો; પરદેશી, અનાથ તથા વિધવા પર અન્યાય કે બલાત્કાર ન કરો, ને આ સ્થાનમાં નિર્દોષ રક્ત ન પાડો.


જ્યારે તેઓ પોતાના ખરા હ્રદયથી મારી તરફ ફરશે ત્યારે મને ઓળખનારું, એટલે યહોવા તે હું છું એવું ઓળખનારું, હ્રદય હું તેઓને આપીશ; અને તેઓ મારા લોકો થશે, ને હું તેઓનો ઈશ્વર થઈશ.’”


પણ યહોવા કહે છે, “હવે પછી જે કરાર હું ઇઝરાયલના વંશજોની સાથે કરીશ, તે આ છે: હું મારો નિયમ તેઓનાં હ્રદયમાં મૂકીશ, તેઓના હ્રદયપટ પર તે લખીશ. હું તેઓનો ઈશ્વર થઈશ, ને તેઓ મારા લોકો થશે.


તેઓએ આવીને આ વતન પ્રાપ્ત કર્યું. પણ તેઓએ તમારું વચન સાંભળ્યું નહિ, ને તમારા નિયમશાસ્ત્રને ધોરણે ચાલ્યા નહિ; જે સર્વ કરવાને તમે તેઓને આજ્ઞા આપી હતી તેમાંનું તેઓએ કંઈ પણ કર્યું નહિ:તે માટે આ બધું દુ:ખ તેઓના પર તમે મોકલી આપ્યું છે.


પણ યર્મિયાએ કહ્યું, “તેઓ તમને [તેઓના હાથમાં] સોંપશે નહિ. યહોવાનું જે વચન હું તમને કહું છું તે તમે માનશો તો તમારું હિત થશે, ને તમારો જીવ બચી જશે.


અમારા ઈશ્વર યહોવાની પાસે અમે તને મોકલીએ છીએ, તેમનું કહ્યું અમે માનીશું, પછી તે સારું હોય કે માઠું હોય; અને એ પ્રમાણે અમારા ઈશ્વર યહોવાનું કહ્યું માનવાથી અમારું હિત થાય.”


પ્રભુનું કહ્યું તેણે માન્યું નહિ. તેણે શિખામણ માની નહિ. તેણે યહોવા ઉપર વિશ્વાસ રાખ્યો નહિ. તે પોતાના ઈશ્વરની પાસે આવી નહિ.


જેઓ ઘણે દૂર છે તેઓ આવીને યહોવાના મંદિરમાં બાંધકામ કરશે, ત્યારે તમે જાણશો કે સૈન્યોના [ઇશ્વર] યહોવાએ મને તમારી પાસે મોકલ્યો છે. જો તમે તમારા ઈશ્વર યહોવાની વાણી ખંતથી સાંભળશો તો [એ] ફળીભૂત થશે.”


જ્યારે યરુશાલેમ તથા તેની આસપાસનાં તેનાં નગરો વસતિવાળાં અને આબાદ હતાં, ને દક્ષિણમાં તથા નીચાણના પ્રદેશમાં વસતિ હતી, ત્યારે જે વચનો મેં આગલા પ્રબોધકોની મારફતે પોકાર્યાં છે તે તમારે સાંભળવાં નહિ જોઈએ?”


તે [મર્મ] ના પ્રકટીકરણ પ્રમાણે, મારી સુવાર્તા, એટલે ઈસુ ખ્રિસ્‍ત વિષેના ઉપદેશ પ્રમાણે તમને દઢ કરવાને જે શક્તિમાન છે,


અમે વિતંડાવાદોને તથા ઈશ્વરના જ્ઞાનની વિરુદ્ધ જે કંઈ માથું ઊંચકે છે તેને તોડી પાડીએ છીએ, અને દરેક વિચારને વશ કરીને ખ્રિસ્તની આધીનતામાં લાવીએ છીએ.


યહોવા તમારા ઈશ્વરની જે આજ્ઞાઓ હું આજે તમને ફરમાવું છું તે તમે સાંભળશો, તો તમે આશીર્વાદ [પામશો].


તમે યહોવા તમારા ઈશ્વરની પાછળ ચાલો, ને તેમનો ડર રાખો, ને તેની આજ્ઞાઓ પાળો, ને તેમનું કહ્યું કરો ને તમે તેમની સેવા કરો, ને તેમને વળગી રહો.


અને તે પ્રબોધકને અથવા તે સ્વપ્નખોરને મારી નાખવો; કેમ કે યહોવા તમારા ઈશ્વર જે તમને મિસર દેશમાંથી કાઢી લાવ્યા, ને જેમણે બંદીખાનામાથી તને છોડાવ્યો, તેમની વિરુદ્ધ બંડખોર વાત તે બોલ્યો છે, એ માટે કે જે માર્ગમાં ચાલવાની યહોવા તારા ઈશ્વરે તને આ કરી છે તેમાંથી તે તને ભમાવી દે. એવી રીતે તું તારી મધ્યેથી દુષ્ટતા દૂર કર.


યહોવા તારા ઈશ્વરની પાસે પાછો આવશે, ને સર્વ આજ્ઞાઓ હું આજે તને આપું છું, તે પ્રમાણે તું તથા તારાં છોકરાં તારા ખરા હ્રદયથી તથા તારા ખરા જીવથી તેમની વાણી સાંભળશો,


યહોવા તારાં ઈશ્વર પર પ્રેમ રાખવાનું, તેમની વાણી સાંભળવાનું, ને તેમને વળગી રહેવાનું [પસંદ કર] ; કેમ કે તે તારું જીવન તથા તારા આયુષ્યની વૃદ્ધિ છે. એ માટે કે જે દેશ તારા પિતૃઓને, એટલે ઇબ્રાહિમને, ઇસહાકને તથા યાકૂબને આપવાને યહોવાએ તેઓની આગળ પ્રતિજ્ઞા કરી, તેમાં તું વાસો કરે.”


અને તું પાછો આવીને યહોવાની વાણી સાંભળશે, ને તેમની જે સર્વ આજ્ઞાઓ હું આજે તને ફરમાવું છું તે પાળશે.


તું હોરેબમાં યહોવા તારા ઈશ્વરની સમક્ષ ઊભો રહ્યો તે દિવસે યહોવાએ મને કહ્યું કે, ‘લોકોને મારી આગળ ભેગા કર, ને હું તેઓને મારાં વચન કહી સંભળાવીશ, એ માટે કે જે સર્વ દિવસો તેઓ પૃથ્વી પર રહે, તેમાં તેઓ મારો ડર શીખવે.’


અને જે તેમના વિધિઓ તથા તેમની આજ્ઞાઓ હું તને આજે ફરમાવું છું તે તારે પાળવાં કે, તારું તથા તારી પાછળ તારાં છોકરાંનું ભલું થાય, ને જે દેશ યહોવા તમારા ઈશ્વર તને સદાને માટે આપે છે તેમાં તારું આયુષ્ય દીર્ધ થાય.


યહોવા તારા ઈશ્વરે તને આજ્ઞાઆપી તે પ્રમાણે તારા પિતાનું તથા તારી માનું તું સન્માન રાખ; કે, યહોવા તારા ઈશ્વર જે દેશ તને આપે છે તેમાં તારું આયુષ્ય દીર્ધ થાય ને તારું ભલું થાય


અરે, જો આ લોકોનું હ્રદય એવું હોય કે તેઓ મારો ડર રાખે ને મારા સર્વ હુકમ સદા પાળે તો કેવું સારું! કેમ કે ત્યારે તો તેમનું તથા તેમના વંશજોનું સદા ભલું થાય!


જે માર્ગ યહોવા તમારા ઈશ્વરે તમને ફરમાવ્યો છે તેમાં જ તમારે ચાલવું, એ માટે કે તમે જીવતા રહો, ને તમારું ભલું થાય, ને દેશનું વતન તમે પામશો તેમાં તમારું આયુષ્ય લાંબું થાય.


માટે, હે ઇઝરાયલ, સાંભળ, ને કાળજી રાખીને તે પાળ; એ માટે કે જેમ યહોવા તારા પિતૃઓના ઈશ્વરે તને વચન આપ્યું છે તેમ દૂધમધની રેલમછેલવાળા દેશમાં તારું ભલું થાય ને તમે બહુ જ વૃદ્ધિ પામો.


અને પરિપૂર્ણ થઈને તે પોતાની આજ્ઞા પાળનારા સર્વને માટે અનંત તારણનું કારણ થયા.


ત્યારે શમુએલે કહ્યું, “પોતાની વાણી પળાયાથી યહોવા, જેટલા રાજી થાય છે, તેટલા દહનીયાર્પણો તથા યજ્ઞોથી તે થાય છે શું? જો, યજ્ઞ કરતાં આજ્ઞાપાલન સારું છે, અને ઘેટાંની ચરબી કરતાં [વચન] માનવું [સારું] છે.


Lean sinn:

Sanasan


Sanasan