Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 7:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 તેથી આ મંદિર જે મારા નામથી ઓળખાય છે, જેના પર તમે ભરોસો રાખો છો, ને જે સ્થાન મેં તમને તથા તમારા પૂર્વજોને આપ્યું, તેની હાલત શીલોની જેવી હાલત મેં કરી તેવી કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 તેથી મારે નામે ઓળખાતું આ મંદિર, જેના પર તમે ભરોસો રાખો છો, અને જે સ્થળ મેં તમારા પૂર્વજોને અને તમને આપ્યું હતું તેની દશા શીલોહ જેવી જ કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 તેથી તમે આ સભાસ્થાન જે મારા નામથી ઓળખાય છે તેના પર ભરોસો રાખો છો, પણ મેં જે સ્થાન તમને તથા તમારા પિતૃઓને આપ્યું, તેના હાલ શીલોના જેવા કર્યા તેવા કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 તેથી તમે મદદ માટે મંદિર પર ભરોસો રાખો છો, પણ મેં જેમ “શીલોહ”માં કર્યું તેમ મારા નામથી ઓળખાતા આ મંદિરનો અને તમારા પિતૃઓનો પ્રદેશ તથા તમને મેં આપેલા આ સ્થળનો હું નાશ કરીશ.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 7:14
28 Iomraidhean Croise  

તેણે યહોવાનું મંદિર, રાજાનો મહેલ તથા યરુશાલેમમાંનાં સર્વ ઘરો બાળી નાખ્યાં, એટલે દરેક મોટું ઘર અગ્નિથી બાળી નાંખ્યું.


આ મંદિર કે જે ઘણું ભવ્ય છે તેની પાસે થઈને જનાર નવાઈ પામીને કહેશે, ‘યહોવાએ આ દેશની તથા આ મંદિરની આવી દુર્દશા કેમ કરી હશે?’


તેથી તેમણે શીલોહનો માંડવો, એટલે જે તંબુ તેમણે માણસોમાં ઊભો કર્યો હતો, તેનો ત્યાગ કર્યો.


અમારું પવિત્ર તથા સુંદર મંદિર, જેમાં અમારા પૂર્વજો તમારી સ્તુતિ કરતા હતા, તેને બાળી નાખવામાં આવ્યું છે; અને અમારી સર્ગ મનોરંજક વસ્તુઓ નષ્ટ થઈ છે.


“મેં મારું ઘર છોડયું છે, મેં મારો વારસો મૂકી દીધો છે; મેં મારી પ્રાણપ્રિયાને વૈરીઓના હાથમાં સોંપી દીધી છે.


તેથી જુઓ, હું તમને છેક વીસરી જઈશ, ને તમને તથા જે નગર મેં તમને તથા તમારા પૂર્વજોને આપ્યું, તેને હું મારી આગળથી દૂર કરીશ.


“યહૂદિયાના રાજા હિઝકિયાના સમયમાં મિખા મોરાશ્તી ભવિષ્ય કહેતો હતો; તેણે યહૂદિયાના સર્વ લોકોને કહ્યું કે, સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે કે, સિયોન ખેતરની જેમ ખેડાશે, ને યરુશાલેમ [ખંડિયેરના] ઢગલા થશે, ને મંદિરનો પર્વત વનનાં ઉચ્ચસ્થાનો જેવો થશે.


વળી તું તેઓને કહેજે, “યહોવા કહે છે કે, મારું નિયમશાસ્ત્ર મેં તમારી આગળ મૂકયું છે, તે પ્રમાણે ચાલવાને,


આ મંદિર, જે મારા નામથી ઓળખાય છે, તેમાં તમે પેસશો, ને મારી આગળ ઊભા રહીને કહેશો, ‘આ સર્વ ધિક્કારપાત્ર કામો કરવાની અમને છૂટ છે?’


“મારું સ્થાન જે શિલામાં હતું, જ્યાં પ્રથમ મેં મારું નામ રાખ્યું હતું, ત્યાં જાઓ; મારા લોક ઇઝરાયલની દુષ્ટતાને લીધે તેની જે હાલત મેં કરી તે જુઓ.


‘યહોવાનું મંદિર, યહોવાનું મંદિર, યહોવાનું મંદિર આ છે, ’ એવું કહીને જૂઠાં વચનો પર ભરોસો ન રાખો.


પ્રભુએ પોતાની વેદી તજી દીધી છે, તે પોતાના પવિત્રસ્થાનથી કંટાળી ગયા છે. પ્રભુએ તેમના રાજમહેલોની ભીંતો શત્રુના હાથમાં સોંપી દીધી છે. જેમ શુભ સભાને દિવસે ઘોંઘાટ થાય છે તેમ તેઓએ યહોવાના મંદિરમાં ઘોંઘાટ કર્યો છે.


સોનું કેવું ઝાંખું પડ્યું છે! કુંદન કેવું બદલાઈ ગયું છે! પવિત્રસ્થાનના પથ્થર સર્વ મહોલ્લાઓને નાકે વિખેરાયેલા છે.


તું તારી [નાની] બહેનના માર્ગમાં ચાલી છે; માટે તેનો પ્યાલો હું તારા હાથમાં આપીશ.


ઇઝરાયલ લોકોને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, જુઓ, મારા પવિત્રસ્થાનને, જે તમારા સામર્થ્યનું ગૌરવ છે, જે તમારી આંખોને પ્રિય છે, ને જેના પર તમારા મનમાં દયા આવે છે તેને હું ભ્રષ્ટ કરીશ; અને તમારા પુત્રો તથા તમારી પુત્રીઓ જેમને તમે તમારી પાછળ મૂકી ગયા છો તેઓ તરવારથી પડશે.


પણ તમારા સર્વ કુળોમાંથી જે સ્થળ યહોવા તમારા ઈશ્વર પોતાનું નામ રાખવા માટે પસંદ કરશે તે સ્થળ આગળ એટલે તેના રહેઠાણ આગળ તમારે ભેગા થવું, ને ત્યાં તારે આવવું.


અને તારા આખા દેશમાંના તારા જે ઊંચા ને કિલ્લાવાળા કોટ પર તું ભરોસો રાખતો હતો, તેઓના પડી જતાં સુધી ને તારા સર્વ નગરોમાં તારી આસપાસ ઘેરો નાખશે. અને તારો આખો દેશ, જે યહોવા તારા ઈશ્વરે તને આપ્યો છે, તેમાં તારાં સર્વ નગરોમાં તે તારી આસપાસ ઘેરો નાખશે.


Lean sinn:

Sanasan


Sanasan