Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 6:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 જેમ ઝરો પોતાનું પાણી વહેવડાવે છે, તેમ તે પોતાની દુષ્ટતા વહેવડાવે છે! તેનામાં જુલમ તથા લૂંટફાટનો અવાજ સંભળાય છે; વેદના તથા જખમ મારી નજર આગળ નિત્ય થાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 તેથી હું તેને સજા કરીશ. જેમ કૂવામાંથી તાજું પાણી ઊભરાયા કરે છે, તેમ યરૂશાલેમ પોતાની દુષ્ટતાથી ઊભરાય છે. તેમાં હત્યા અને લૂંટફાટની ચીસો સંભળાય છે; વેદના તથા ઘા સિવાય મને કંઈ જોવા મળતું નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 જેમ ઝરો પાણીથી ઊભરાય છે તેમ એ દુષ્ટતાથી ઊભરાય છે. નગરમાં મારઝૂડ અને લૂંટફાટનો અવાજ સંભળાય છે, વેદના તથા જખમ મારી આગળ નિત્ય થાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 જેમ ઝરો પાણીથી ઊભરાય છે તેમ એ દુષ્ટતાથી ઊભરાય છે. નગરમાં મારઝૂડ અને લૂંટફાટ સિવાય કશું જ સંભળાતું નથી, માંદગી અને ધા સિવાય કશું જોવા મળતું નથી.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 6:7
24 Iomraidhean Croise  

પૂર્ણ ખંતથી તારા હ્રદયની સંભાળ રાખ; કેમ કે તેમાંથી જ જીવનનો ઉદભવ છે.


પગના તળિયાથી તે માથા સુધીમાં કોઈ પણ ભાઘ સાજો નથી; [ફકત] ઘા, સોળ તથા પાકેલા જખમ છે. તેમને દાબીને તેમાંથી પરું કાઢવામાં આવ્યું નથી; તેમના પર પાટા બાંધવામાં કે તેમને તેલથી નરમ કરવામાં આવ્યા નથી.


પણ દુષ્ટો તોફાની સમુદ્રના જેવા છે; કેમ કે તે શાંત રહી શકતો નથી, ને તેનાં પાણી કીચડ તથા કાદવથી ડહોળાં થાય છે.


તેમની જાળો વસ્ત્ર તરીકે કામમાં આવશે નહિ, ને પોતાની કરણીઓથી તેઓ પોતાનું આચ્છાદન કરશે નહિ; તેમની કરણીઓ અન્યાયી છે, ને તેમના હાથોથી બલાત્કારનાં કામ થાય છે.


કેમ કે જ્યારે જ્યારે હું બોલું છું ત્યારે ત્યારે બૂમ પાડું છું; બલાત્કાર તથા લૂંટ, એવી બૂમ પાડું છું; કેમ કે યહોવાનું વચન [બોલ્યાને લીધે] આખો દિવસ મારી નિંદા તથા તિરસ્કાર થય છે.


કેમ કે યહોવા કહે છે કે, તારો ઘા રુઝાય એવો નથી, તારો જખમ કારી છે.


કોઈ તારો પક્ષ કરીને બોલતો નથી. તારી પાસે અકસીર મલમ નથી કે, જે લગાડીને પાટો બાંધવામાં આવે.


તારા ઘાને લીધે તું કેમ બૂમ પાડે છે? તારું દુ:ખ મટાડવાનો કંઈ ઇલાજ નથી. તારાં પાપો ઘણાં થવાને લીધે તારા અપરાધો વધી ગયા છે, તેથી મેં તને આ બધું કર્યું છે.


કેમ કે તેઓએ આ નગર બાંધ્યું ત્યારથી તે આજ સુધી તે મને કોપજનક તથા રોષજનક થઈ રહેલું છે!


ગિલ્યાદમાં કંઈ પણ શેરી લોબાન નથી? ત્યાં કોઈ વૈદ નથી? તો મારા લોકોની દીકરીને રૂઝ કેમ નથી આવી?


એટલે જે દુષ્ટોને પ્રાણઘાતક ઘા વાગેલા છે, ને જેઓનો કાળ, આખરની શિક્ષાનો સમય, આવી પહોંચ્યો છે તેઓની ગરદન ઉપર તને નાખવાને તેઓ તને વ્યર્થ સંદર્શનો કહે છે ને તને જૂઠા શકુન જોઈ આપે છે.


કેમ કે તેનું રકત તેની અંદર છે. તેણે તે ખુલ્લા ખડક પર પાડ્યું છે; તેણે તેને જમીન પર પાડ્યું નથી કે, તે ધૂળથી ઢંકાઈ જાય.


પ્રભુ યહોવા કહે છે, “હે ઇઝરાયલના સરદારો, એટલેથી બસ કરો, જોરજુલમ ને લૂંટ બંધ કરો, ન્યાય તથા ઇનસાફ કરો. મારા લોકો ઉપરથી તમારો બલાત્કાર દૂર કરો, એમ પ્રભુ યહોવા કહે છે.


જોરજુલમ વધીને દુષ્ટતાની ડાળી જેવો થયો છે! તેઓમાંનું ને લોકોના સમુદાયમાંનું કોઈ, તથા તેના દ્રવ્યમાંથી કંઈ પણ વિલાપ કરવામાં આવશે નહિ.


સાંકળો તૈયાર કરો, કેમ કે દેશ ખૂનના દોષથી, ને નગર જોરજુલમથી ભરપૂર છે.


એ બંડખોર તથા ભ્રષ્ટ થયેલી જુલમી નગરીને અફસોસ!


Lean sinn:

Sanasan


Sanasan