Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 6:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 કેમ કે સૈન્યોના [ઈશ્વર] યહોવાએ ફરમાવ્યું છે, “તમે વૃક્ષો કાપીને યરુશાલેમની વિરુદ્ધ મોરચા બાંધો. જેની ખબર લેવાની છે તે આ નગર છે; તેનામાં નર્યો બલાત્કાર જ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 કારણ, સેનાધિપતિ પ્રભુ આક્રમણ કરનારાને આમ કહે છે: “યરુશાલેમનાં વૃક્ષો કાપી નાખો અને તે વડે તેની આસપાસ મોરચો બાંધો; એ નગરમાં નર્યા જુલમ સિવાય કશું જ નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 સૈન્યોના ઈશ્વર યહોવાહ આ પ્રમાણે કહે છે; તેનાં વૃક્ષો કાપી નાખો અને યરુશાલેમ વિરુદ્ધ મોરચા ઊભા કરો. આ નગર તો દંડને પાત્ર છે કેમ કે એમાં જુલમ સિવાય બીજું કશું નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 આમ સૈન્યોના દેવ યહોવાએ આ પ્રમાણે કહ્યું છે, “તેણીના વૃક્ષો કાપી નાખો અને યરૂશાલેમ પર આક્રમણ કરવા મોરચાઓ ઊભા કરો. આ નગર તો દંડને પાત્ર છે કારણ કે એમાં જુલમ સિવાય બીજું કશું નથી.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 6:6
15 Iomraidhean Croise  

તે માટે આશૂરના રાજા વિષે યહોવા કહે છે, ‘તે આ નગર પાસે આવશે નહિ, ત્યાં બાણ પણ મારશે નહિ, ને ઢાલ લઈને તેની આગળ આવશે નહિ, ને તેની સામે મોરચા બાંધશે નહિ.


કેમ કે જ્યારે જ્યારે હું બોલું છું ત્યારે ત્યારે બૂમ પાડું છું; બલાત્કાર તથા લૂંટ, એવી બૂમ પાડું છું; કેમ કે યહોવાનું વચન [બોલ્યાને લીધે] આખો દિવસ મારી નિંદા તથા તિરસ્કાર થય છે.


પણ લૂંટી લેવું તથા નિર્દોષ રક્ત પાડવું, તથા જુલમ અને બલાત્કાર ગુજારવો, એ સિવાય બીજા કશા પર તારી આંખો તથા તારું હ્રદય લાગેલાં નથી.”


આ મોચાઓ જુઓ! નગરને જીતી લેવા માટે તેની નજીક તેઓ ઊભા કરવામાં આવ્યા છે. અને તેના પર રહીને જે ખાલદીઓ લડે છે તેઓના હાથમાં તરવાર, દુકાળ તથા મરકીને લીધે, નગર આપવામાં આવ્યું છે. તમે જે બોલ્યા છો તે થયું છે; અને જુઓ, તમે તે જુઓ છો.


કેમ કે તેઓએ આ નગર બાંધ્યું ત્યારથી તે આજ સુધી તે મને કોપજનક તથા રોષજનક થઈ રહેલું છે!


કેમ કે આ નગરમાંના ઘરો તથા યહૂદિયાના રાજાઓના મહેલો, જે મોરચાઓની સામે તથ તરવારની સામે [રક્ષણનાં બાંધકામ કરવા માટે] પાડી નાખેલાં છે, તેઓ વિષે ઇઝરાયલના ઈશ્વર યહોવા કહે છે કે,


યહૂદિયાના રાજા સિદકિયાના નવમા વર્ષના દશમા માસમાં, બાબિલના રાજા નબૂખાદનેસ્સારે તથા તેના સર્વ સૈન્યે યરુશાલેમ ઉપર ચઢાઈ કરીને તેને ઘેરો નાખ્યો.


(યહોવા કહે છે, ) એ બધી બાબતો માટે શું હું તેઓને જોઈ નહિ લઈશ? મારો જીવ એવી પ્રજા પર વૈર નહિ લે?


તે બધી બાબતોને માટે તેમને હું જોઈ નહિ લઉં શું?” એમ યહોવા કહે છે; “અને મારો જીવ એવી પ્રજા પર વૈર નહિ લે શું?


અને ચિત્રમાં તેની વિરુદ્ધ ઘેરો નાખ, ને તેની સમે કિલ્લા બાંધ, ને તેની સામે મોરચા ઉઠાવ; તેની સામે છાવણીઓ પણ નાખ, ને તેની સામે ચારે તરફ કોટ તોડવાનાં યંત્રો ઊભા કર.


પ્રભુ યહોવા કહે છે, “એ તો યરુશાલેમ છે; મેં તેને પ્રજાઓની મધ્યમાં સ્થાપ્યું છે, ને તેની આસપાસ ચારે તરફ [અન્ય] દેશો આવેલા છે.


તેથી ઉત્તરનો રાજા આવશે, ને મોરચા ઉઠાવીને કિલ્લાવાળાં નગરોને જીતી લેશે. દક્ષિણના [રાજાનાં] લશ્કરો, તેમ જ તેના પસંદ કરેલા સૈનિકો તેની સામે ટકી શકશે નહિ, તેમ જ ટક્કર લેવાની કંઈ પણ શક્તિ રહેશે નહિ.


એ બંડખોર તથા ભ્રષ્ટ થયેલી જુલમી નગરીને અફસોસ!


કેમ કે તારા ઉપર એવા દિવસો આવી પડશે કે જ્યારે તારા વૈરીઓ તારી સામા પાળ બાંધશે, તને ઘેરી લઈને ચારે તરફથી તને સંકડાવશે,


Lean sinn:

Sanasan


Sanasan