Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 6:23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 તેઓ ધનુષ્ય તથા ભાલા ધારણ કરે છે: તેઓ ક્રૂર છે, ને દયા રાખતા નથી; સમુદ્રની ગર્જના જેવો તેઓનો ઘાંટો છે, તેઓ ઘોડાઓ પર સવારી કરે છે; હે સિયોનની દીકરી, જેમ શૂરવીર લડાઈને માટે સજ્જ થાય છે તેમ તેઓ તારી સામે સજ્જ થયેલા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

23 તેઓ ધનુષ્ય અને ભાલાથી સજ્જ થયેલા છે અને તેઓ અત્યંત ક્રૂર અને ઘાતકી છે. તેઓ ઘોડેસ્વાર થઈને આવે છે. ગરજતા સાગરની જેમ, હે યરુશાલેમ, તેઓ તારી વિરુદ્ધ એક બનીને યુદ્ધ કરવા ક્તારબદ્ધ થઈ ધસી આવે છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 તેઓ ધનુષ્ય તથા ભાલા ધારણ કરે છે. તેઓ ક્રૂર અને નિર્દય છે, તેઓનો અવાજ સમુદ્રની ગર્જના જેવો છે. તેઓ ઘોડાઓ પર સવારી કરે છે. હે સિયોનની દીકરી જેમ શૂરવીર લડાઈને માટે સજ્જ થાય છે તેમ તેઓ તારી વિરુદ્ધ લડાઈ કરવા તૈયાર છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 તેઓ ક્રૂર અને નિર્દય છે, શસ્ત્રસજ્જ થઇ ઘોડેસવારી કરતા આવે છે, તેઓની કૂચનો અવાજ ઘૂઘવતા સમુદ્ર જેવો છે. હે સિયોનની દીકરી, તેઓ તારી વિરુદ્ધ લડાઇ કરવા તૈયાર છે.”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 6:23
21 Iomraidhean Croise  

આજે જ તે નોબમાં મુકામ કરશે, અને સિયોનની દીકરીના પર્વત [ની સામે] , યરુશાલેમના ડુંગરની સામે તે પોતાની મુક્કી ઉગામશે.


ધનુષ્યો જુવાનોના ટુકડેટુકડા કરી નાખશે; અને ગર્ભસ્થાનના ફળ પર તેઓ દયા રાખશે નહિ. તેમની દષ્ટિમાં બાળકો કૃપાપાત્ર થશે નહિ.


અરે, ઘણાં લોકોનો સમુદાય! સમુદ્રની ગર્જનાની જેમ તેઓ ગર્જે છે; વળી લોકોનો ઘોંઘાટ! તેઓ દરિયાનાં મોજાંના ઘોંઘાટની માફક ઘુઘવાટો કરે છે.


હું મિસરીઓને નિર્દય ધણિના હાથમાં સોંપી દઈશ; અને ક્રૂર રાજા તેઓ પર રાજ કરશે, ” સૈન્યોના પ્રભુ યહોવાનું વચન એવું છે.


સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, ‘‘જુઓ, વિપત્તિ દેશેદેશ ફેલાશે, ને પૃથ્વીને છેક છેડેથી મોટી આંધી ઊઠશે.


તેથી હું ઉત્તર તરફથી સર્વ જાતિઓને તેડી મંગાવીશ, તથા મારા દાસ, એટલે બાબિલના રાજા નબૂખાદનેસ્સારને પણ બોલાવીશ, ને તેઓને આ દેશ પર, તેના રહેવાસીઓ પર, તથા ચારે તરફના આ સર્વ દેશો પર લાવીશ. અને હું તેઓનો સંહાર કરીશ, ને તેઓ વિસ્મયજનક તથા ફિટકારપાત્ર થશે, ને તેઓ સદા ઉજ્જડ રહેશે, એવું હું કરીશ.


તારા સર્વ આશકો તને વીસરી ગયા છે, તેઓ તને શોધતા નથી; કેમ કે તારાં પાપો ઘણાં થવાને લીધે તારા અપરાધો વધી ગયા છે. માટે મેં શત્રુ કરે એવા ઘાથી, હા, નિર્દય માણસ કરે એવી શિક્ષાથી, તને ઘાયલ કરી છે.


જો, તે વાદળાંની જેમ ચઢશે, ને તેના રથો વંટોળિયા જેવા થશે; તેના ઘોડા ગરુડ કરતાં વેગવાન છે. અમને અફસોસ! કેમ કે અમે લૂંટાયા છીએ.


પ્રજાઓને કહી સંભળાવો; જુઓ, યરુશાલેમને ચેતવણી આપો કે, દૂર દેશથી ઘેટો ઘાલનારા આવે છે, તેઓ યહૂદિયાનાં નગરોની સામે ગર્જે છે.


સવારો તથ ધનુર્ધારીઓના અવાજ સાંભળીને નગરમાંના સર્વ લોકો નાસે છે. તેઓ ઝાડીઓમાં ભરાઈ જાય છે, તથા ખડકો પર ચઢી જાય છે. સર્વ [લોક] નગરોને તજે છે, તેઓમાં કોઈ વસનાર નથી.


તેઓનો ભાથો ઉઘાડી કબર છે, તેઓ સર્વ શૂરવીરો છે.


જુઓ, ઉત્તર દિશાથી લોકો આવે છે, ને પૃથ્વીને છેડેથી એક મહાન પ્રજા તથા ઘણા રાજાઓ ચઢી આવશે.


તેઓ ધનુષ્ય તથા ભાલા ધારણ કરનારા છે. તેઓ ક્રૂર છે, ને દયા રાખતા નથી. તેઓ સમુદ્રની જેમ ગર્જના કરે છે, તેઓ ઘોડાઓ પર સવારી કરે છે; જેમ શૂરવીર લડાઈને માટે [તૈયારી કરે છે] તેમ, રે બાબિલની દીકરી, તેઓ તારી વિરુદ્ધ સજ્જડ થયેલા છે.


[તેઓ કહે છે,] “તેની સાથે લડાઈ કરવા તૈયારી કરો; ઊઠો, આપણે મધ્યાહને ચઢાઈ કરીએ. આપણને અફસોસ! કેમ કે સૂર્ય નમવા લાગ્યો છે, સાંજની છાયા લાંબી થઈ છે.


તેના ઘોડાઓનો હણહણાટ દાનથી સંભળાય છે! તેના સમર્થોના ખોંખારાના અવાજથી આખી ભૂમિ કંપે છે! તેઓએ આવીને ભૂમિ તથા તેનું સર્વસ્વ, નગર તથા તેના રહેવાસીઓને ખાઈ નાખ્યાં છે.’


હું તારા પર મારો કોપ રેડીશ. મારો ક્રોધરૂપી અગ્નિ હું તારા પર ફૂંકીશ, અને પશુવત્ તથા નાશ કરવામાં બાહોશ એવા માણસોના હાથમાં હું તને સોંપી દઈશ.


દૂરથી એટલે પૃથ્વીને છેડેથી, એક દેશજાતિ કે જેની ભાષા તું સમજશે નહિ તેને ઊડતા ગરુડની જેમ યહોવા તારી વિરુદ્ધ લાવશે.


Lean sinn:

Sanasan


Sanasan