વળી યહોવા કહે છે, ત્યાર પછી હું યહૂદિયાના રાજા સિદકિયાને, તેના સેવકોને તથા જે લોકો આ નગરમાં મરકીથી, તરવારથી તથા દુકાળથી બચ્યા છે, તેઓને બાબિલના રાજા નબૂખાદનેસ્સારના હાથમાં, તથા તેઓના શત્રુઓના હાથમાં, તથા જેઓ તેઓનો જીવ શોધે છે તેઓના હથામાં સોંપીશ. તે તેઓને તરવારથી મારી નાખશે; તે તેઓ પર ક્ષમા, કરુણા કે દયા કરશે નહિ.
અને યહૂદિયાનો રાજા સિદકિયા ખાલદીઓના હાથમાંથી છૂટશે નહિ, તેને ખચીત બાબિલના રાજાના હાથમાં સોંપવામાં આવશે, તે તેની સાથે મોઢામોઢ વાત કરશે, બન્ને એકબીજાને નજરોનજર જોશે.
યહૂદિયાના રાજા સિદકિયાને તથા તેના સરદારોને હું તેઓના શત્રુઓના હાથમાં, એટલે જેઓ તેઓનો જીવ શોધે છે તેઓના હાથમાં, ને બાબિલના રાજાનું જે સૈન્ય તમારી પાસેથી પાછું ગયું છે તેના હાથમાં સોંપી દઈશ.
ત્યાર પછી સિદકિયા રાજાએ [માણસ] મોકલીને તેને તેડી મંગાવ્યો; અને તેણે પોતાના મહેલમાં તેને ગુપ્ત રીતે પૂછયું, “યહોવા તરફથી કંઈ વચન છે?” ત્યારે યર્મિયાએ કહ્યું કે, છે. વળી, યર્મિયાએ રાજાને કહ્યું, “તમને બાબિલના રાજાના હાથમાં સોંપવામાં આવશે.”
તેઓ તમારી સર્વ સ્ત્રીઓને તથા તમારાં છોકરાંને ખાલદીઓની પાસે લઈ જશે. તમે પણ તેઓના હાથમાંથી છૂટશો નહિ, પણ બાબિલના રાજાના હાથથી પકડાશો. અને તમે આ નગરને બાળી નંખાવશો.”
પણ ખાલદીઓનું સૈન્ય તેઓની પાછળ પડયું, ને તેઓએ સિદકિયાને યરીખોના મેદાનમાં પકડી પાડયો. અને તેઓ તેને હમાથ દેશના રિબ્લામાં બાબિલના રાજા નબૂખાદનેસ્સારની પાસે લાવ્યા, ને તેણે તેનો ઇન્સાફ કર્યો.