Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 52:24 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 પછી રક્ષકટુકડીના સરદારે મુખ્ય યાજક સરાયાને, તેનાથી ઊતરતા યાજક સફાન્યાને તથા ત્રણ દરવાનને પકડી લીધા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

24 તે ઉપરાંત, અંગરક્ષકદળનો વડો નબૂઝારઅદાન મુખ્ય યજ્ઞકાર સરાયાને, તેનાથી બીજા દરજ્જાના યજ્ઞકાર સફાન્યાને અને મંદિરના બીજા ત્રણ દ્વારપાળ યજ્ઞકારોને પણ લઈ ગયો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 રક્ષક ટુકડીના સરદાર નબૂઝારઅદાને મુખ્ય યાજક સરાયાને, તેના મદદનીશ સફાન્યાને અને ત્રણ મુખ્ય રક્ષકોને પકડી લીધા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 રક્ષકટુકડીના સરદાર નબૂઝારઅદાને મુખ્ય યાજક સરાયાને, તેના મદદનીશ સફાન્યાને અને મંદિરના ત્રણ મુખ્ય રક્ષકોને પોતાની સાથે લઇ ગયો.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 52:24
19 Iomraidhean Croise  

રાજાએ મુખ્ય યાજક હિલ્કિયાને, બીજા વર્ગના યાજકોને તથા દ્વારરક્ષકોને આજ્ઞા કરી, “જે સર્વ પાત્રો બાલને માટે તથા અશેરાને માટે તથા આખા જ્યોતિમંડળને માટે બનાવેલા છે તેમને યહોવાના મંદિરમાંથી બહાર કાઢી લાવો.” તેણે તેમને યરુશાલેમ બહાર કિદ્રોનનાં ખેતરમાં બાળી નાખ્યાં, ને તેમની રાખ તે બેથેલ લઈ ગયો.


રક્ષક ટુકડીના સરદારે મુખ્ય યાજક સરાયાને, બીજા યાજક સફાન્યાને તથા ત્રણ દ્વારરક્ષકોને લીધા.


અઝાર્યાથી સરાયા થયો, ને સરાયાથી યહોસાદાક થયો.


એ પછી ઈરાનના રાજા આર્તાહશાસ્તાની કારકિર્દીમાં, મુખ્ય યાજક હારુનના પુત્ર એલાઝારના પુત્ર ફીનહાસના પુત્ર


કેમ કે હજાર દિવસ કરતાં તમારાં આંગણાંમાંનો એક દિવસ શ્રેષ્ઠ છે. દુષ્ટતાનાં તંબુઓમાં રહેવું, તે કરતાં મારા ઈશ્વરના મંદિરના દરવાન થવું તે મને વધારે પસંદ છે.


કેમ કે યહોવા કહે છે કે, તું પોતાને તથા પોતાના સર્વ મિત્રોને ભયરૂપ થઈ પડે એવું હું કરીશ; તેઓ પોતાના શત્રુઓની તરવારથી માર્યા જશે, ને તે તું તારી નજરે જોશે; અને હું આખો યહૂદિયા બાબિલના રાજાના હાથમાં સોંપીશ; ને તે તેઓને બંદીવાન કરીને બાબિલમાં લઈ જશે, ને તરવારથી તેઓને મારી નાખશે.


જ્યારે સિદકિયા રાજાએ માલ્કિયાના પુત્ર પાશહૂરને તથા માસેયા યાજકના પુત્ર સફાન્યાને યર્મિયાની પાસે મોકલીને કહાવ્યું,


સૈન્યોના [ઈશ્વર] યહોવા, ઇઝરાયલના ઈશ્વર, કહે છે કે, તેં તારે પોતાને નામે યરુશાલેમમાંના સર્વ લોકો ઉપર, માસેયાના પુત્ર સફાન્યા યાજક તથા સર્વ યાજકો ઉપર પત્રો મોકલીને કહેવડાવ્યું છે,


સફાન્યા યાજકે આ પત્ર યર્મિયા પ્રબોધકના સાંભળતાં વાંચી સંભળાવ્યો.


યહૂદિયાના રાજા સિદકિયાને તથા તેના સરદારોને હું તેઓના શત્રુઓના હાથમાં, એટલે જેઓ તેઓનો જીવ શોધે છે તેઓના હાથમાં, ને બાબિલના રાજાનું જે સૈન્ય તમારી પાસેથી પાછું ગયું છે તેના હાથમાં સોંપી દઈશ.


હું યહોવાના મંદિરમાં લાવ્યો; સરદારોના ઓરડાની પાસે દરવાન શાલુમના પુત્ર માસેયાના ઓરડા ઉપર, ઈશ્વરભક્ત ગદાલ્યાના પુત્ર હનાનના પુત્રોના ઓરડામાં મેં તેઓને ભેગા કર્યા;


સિદકિયા રાજાએ શેલેમ્યાના પુત્ર યહૂકાલને તથા માસેયાના પુત્ર સફાન્યા યાજકને યર્મિયા પ્રબોધકની પાસે મોકલીને તેઓની મારફત કહેવડાવ્યું, “તું અમારે માટે આપણા ઈશ્વર યહોવાને વિનંતી કર.”


હવે પાંચમા માસને દશમે દિવસે, એટલે બાબિલના રાજા નબૂખાદનેસ્સારના ઓગણીસમા વરસમાં રક્ષકટુકડીનો સરદાર નબૂઝારદાન, જે બાબિલના રાજાની તહેનાતમાં રહેતો હતો, તે યરુશાલેમ આવ્યો.


અને લોકોમાંના કેટલાક કંગાલ માણસોને, તથા નગરમાં બાકી રહી ગયેલા લોકોને તથા જેઓ બાબિલના રાજાના પક્ષમાં ગયા હતા તેઓને, તથા બાકી રહેલા કારીગરોને રક્ષકટુકડીનો સરદાર નબૂઝારદાન બંદીવાસમાં લઈ ગયો.


યહોવાના કોપે તેઓને એકબીજાથી જુદા પાડ્યા છે; તે તેઓ પર ફરી દષ્ટિ કરશે નહિ. તેઓએ યાજકોની મર્યાદા રાખી નહિ, તેઓએ વડીલો પર કૃપા કરી નહિ.”


એ માટે પ્રભુ યહોવા કહે છે કે, તમે કતલ કરેલાઓને [શહેરની] અંદર નાખ્યા છે તેઓ પેલું માંસ છે, ને આ [નગર] તે કઢાઈ છે; પણ તેમાંથી હું તમને બહાર લાવીશ.


ટોળામાંથી એક ઉત્તમ ઘેટું લઈ પેલાં હાડકાં પણ તેની નીચે સિંચો. તેને સારી પેઠે ઉકાળો; હા, તેમાં તેનાં હાડકાંને બફાવા દો.


પ્રભુ યહોવા કહે છે કે, જુઓ હું પાળકોની વિરુદ્ધ છું. હું મારા ઘેટાં વિષે તેમની પાસેથી હિસાબ લઈશ, ને મારા ઘેટાંને પાળવાનું કામ તેઓની પાસેથી લઈ લઈશ. ત્યાર પછી પાળકો પોતાનું પોષણ કરવા પામશે નહિ; અને હું મારા ઘેટાંને તેમના મોંમાંથી છોડાવીને તેઓને તેમનું ભક્ષ થવા દઈશ નહિ.


Lean sinn:

Sanasan


Sanasan