Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 51:64 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

64 અને તારે કહેવું, ‘એ પ્રમાણે બાબિલ તો ડૂબી જશે, ને જે વિપત્તિ હું તેના પર લાવીશ તેથી તે ફરી ઊઠશે નહિ.’ અને તેઓ કંટાળી જશે.” આ પ્રમાણે યર્મિયાનાં વચન સમાપ્ત થાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

64 અને તું કહેજે, ‘આ જ પ્રમાણે બેબિલોનના હાલ થશે, તે ડૂબી જશે અને ફરી કદી ઉપર આવશે નહિ.’ કારણ, પ્રભુ તેના પર વિનાશ લાવવાના છે.” અહીં યર્મિયાના સંદેશા પૂરા થાય છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

64 અને કહે જે કે, આવા જ હાલ બાબિલના થશે, યહોવાહ બાબિલ પર એવી આફત લાવનાર છે જેથી તે ડૂબી જાય અને ફરી કદી ઉપર આવે નહિ.’ અહીં યર્મિયાનાં વચન પૂરાં થાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

64 ‘આવા જ હાલ બાબિલના થશે, યહોવા બાબિલ પર એવી આફત ઉતારનાર છે જેથી તે ડૂબી જાય અને ફરી કદી પર આવે નહિ.’” અહીં યર્મિયાના વચન પૂરા થાય છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 51:64
16 Iomraidhean Croise  

તો, ઘઉં‍ને બદલે કાંટા, અને જવને બદલે નીંદણ તેમાં ઊગો.” અયૂબના શબ્દો સમાપ્ત થયા છે.


યિશાઈના પુત્ર દાઉદની પ્રાર્થનાઓ સમાપ્ત થઈ છે.


તે સરદારોનું અભિમાન ઉતારશે, પૃથ્વીના રાજાઓની પ્રત્યે તે ભયાવહ છે.


અધિક સલાહોથી તું કાયર થયેલી છે; તારા પર જે આવનાર છે તેથી નક્ષત્રો ઠરાવનાર, જ્યોતિષીઓ, અમાવાસ્યાસૂચકો ઊભા થઈને તારો બચાવ ભલે કરે.


“જે કમરબંધ તેં વેચાતો લઈને તારી કમરે [બાંધ્યો] છે તે લઈને ઊઠ, ને ફ્રાત નદીની પાસે જા, ને ત્યાં તેને ખડકની ફાટમાં સંતાડી મૂક.”


જે માણસો તારી સાથે જાય છે, તેઓની નજર આગળ તે માટલી ભાંગી નાખ,


“તું તેઓને કહેજે કે, સૈન્યોના [ઈશ્વર] યહોવા, ઇઝરાયલના ઈશ્વર, કહે છે કે, જે તરવાર હું તમારા પર મોકલીશ તેને લીધે તે પીઓ, મસ્ત થઈને ઓકો, ને પડી જઈજે ફરીથી ન ઊઠો.


બાબિલ પર સમુદ્ર ઊલટયો છે; તેના પર તેનાં મોજાં ફરી વળ્યાં છે.


વળી સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે: બાબિલના પહોળા કોટ છેક પાડી નાખવામાં આવશે, તેના ઊંચા દરવાજાઓ બાળી નાખવામાં આવશે; તે લોકોના શ્રમનો બદલો શૂન્યરૂપ, ને વિદેશીઓ [ના શ્રમનું ફળ] અગ્નિમાં ભસ્મ થશે, અને તેઓ કંટાળી જશે.


તેઓ દરેક અસત્ય બોલીને પોતાના પડોશીને ઠગે છે, તેઓએ પોતાની જીભને અસત્ય બોલવાની ટેવ પાડી છે, તેઓ અધર્મ કરી કરીને થાકે છે.


જે પ્રજાઓ તને ઓળખે છે તે સર્વ તારે વિષે વિસ્મય પામશે. તું ત્રાસરૂપ થયો છે. તું સદાને માટે નષ્ટ થશે.”


જુઓ લોકો અગ્નિને માટે શ્રમ કરે છે, ને લોકો નજીવી બાબતોને માટે તૂટી મરે છે, તે શું સૈન્યોના યહોવા [ની આજ્ઞા] થી નથી થતું?


ત્યાર પછી તેની પાછળ બીજો એક દૂત આવીને બોલ્યો, “પડયું રે, મોટું બાબિલોન શહેર પડયું કે, જેણે પોતાના વ્યભિચાર [ને લીધે રેડાયેલો] કોપરૂપી દ્રાક્ષારસ સર્વ દેશો [ના લોકો] ને પીવડાવ્યા છે.”


તેણે મોટે સ્વરે કહ્યું, “પડયું રે, મોટું બાબિલોન પડયું, અને તે દુષ્ટાત્માઓનું નિવાસસ્થાન તથા દરેક મલિન આત્માનું રહેઠાણ, અને દરેક અશુદ્ધ તથા ધિક્કારપાત્ર પક્ષીનો વાસો થયું છે!


પછી એક બળવાન દૂતે મોટી ઘંટીના પડના જેવો એક પથ્થર ઊંચકી લીધો, અને તેને સમુદ્રમાં નાખીને કહ્યું, “તે મહાન નગર બાબિલોનને એ જ પ્રમાણે ઝપાટાથી નાખી દેવામાં આવશે, અને ફરી તે કદી પણ જોવામાં આવશે નહિ.


Lean sinn:

Sanasan


Sanasan