Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 51:56 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

56 કેમ કે તેના પર, એટલે બાબિલ પર, વિનાશક આવ્યો છે, તેના શૂરવીરો પકડાયા છે, ને તેઓનાં ધનુષ્યો ભાંગી નાખવામાં આવ્યાં છે, કેમ કે યહોવા તો પ્રતિફળ આપનારા ઈશ્વર છે, તે ખચીત બદલો લેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

56 તેઓ બેબિલોનનો વિનાશ કરવા આવેલા છે. તેના સૈનિકો કેદ પકડાયા છે અને તેમનાં ધનુષ્યોને ભાંગી નાખવામાં આવ્યાં છે. હું ભૂંડાને સજા કરનાર ઈશ્વર છું અને બેબિલોનને યોગ્ય સજા કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

56 કેમ કે તેના પર એટલે બાબિલ પર વિનાશક આવી પહોંચ્યો છે. તેના યોદ્ધાઓ કેદ પકડાયા છે અને તેઓનાં ધનુષ્ય તોડી પડાયાં છે, કેમ કે યહોવાહ તો પ્રતિફળ આપનારા ઈશ્વર છે.; તે નિશ્ચે બદલો લેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

56 હા, સંહાર કરનારાઓ બાબિલ પર તૂટી પડ્યા છે; તેના યોદ્ધાઓ કેદ પકડાયા છે અને તેમનાં ધનુષ્ય તોડી પડાયા છે, યહોવા તે યહોવા છે જે દુષ્કૃત્યો માટે સજા કરે છે; તે પૂરો બદલો લેશે.”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 51:56
32 Iomraidhean Croise  

પણ તેનું ધનુષ્ય બળભેર રહ્યું, ને યાકૂબના સમર્થ પ્રભુના હાથથી તેના ભુજ બળવાન કરાયા. (ત્યાંથી ઘેટાંપાળક, એટલે ઇઝરાયલનો ખડક, થયો).


હે નાશ પામનારી બાબિલની દીકરી, તેં જે વર્તન અમારી સાથે ચલાવ્યું છે તેવું જ વર્તન જે કોઈ તારી સાથે ચલાવે તેને ધન્ય છે.


તેઓની તરવાર તેમના પોતાના હ્રદયને વાગશે, અને તેમનાં ધનુષ્ય ભાંગી નાખવામાં આવશે.


તે પૃથ્વીના છેડા સુધી લડાઈઓ બંધ કરી દે છે; તે ધનુષ્યને ભાંગી નાખે છે, ભાલાને કાપી નાખે છે; અને રથોને અગ્નિથી બાળી નાખે છે.


ત્યાં તેમણે ધનુષ્યનાં ચળકતાં બાણોને ભાંગી નાખ્યાં; ઢાલ, તરવાર તથા યુદ્ધસામગ્રી તેમણે ભાંગી નાખ્યાં. (સેલાહ)


કઠણ સંદર્શન મારી આગળ દેખાય છે; ઠગ ઠગે છે, ને લૂંટારો લૂંટે છે. ‘હે એલામ, ચઢાઈ કર; હે માદાય, ઘેરો નાખ; મેં તેના સર્વ નિશ્વાસને બંધ કર્યો છે.


કેમ કે તે યહોવાનો વેર વાળવાનો દિવસ છે, સિયોન સાથેની તકરારનો બદલો લેવાનું વર્ષ છે.


જેઓ સ્વભાવે ઉતાવળા છે, તેઓને કહો, દઢ થાઓ, બીશો નહિ; જુઓ, તમારા ઈશ્વર! વૈર લેવાશે, ઈશ્વર તેમને યોગ્ય બદલો આપશે; તે પોતે આવીને તમને તારશે.


જેવાં તેઓનાં કામ તેવાં જ ફળ તે તેઓને આપશે; અને પોતાના વૈરીઓને કોપ, પોતાના શત્રુઓને દંડ, ને સમુદ્રને કિનારે આવેલા દેશોને તે શિક્ષા કરશે.


સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “જુઓ, હું તેઓના બળના મુખ્ય આધાર એલામના ધનુષ્યને ભાંગી નાખીશ.


ખાલદી દેશને લૂંટવામાં આવશે. જેઓ તેને લૂંટે છે તેઓ સર્વ [લૂંટથી] તૃપ્ત થશે, એવું યહોવા કહે છે.


લવરી કરનારાઓ પર તરવાર આવી પડી છે, તેઓ ઘેલા બની જશે; તેના શૂરવીરો પર તરવાર આવી છે, ને તેઓ ભયભીત થશે.


યહોવા કહે છે, “બાબિલ તથા ખાલદી દેશના સર્વ રહેવાસીઓએ સિયોનમાં તમારી આંખ આગળ જે ભૂંડું કર્યું છે, તે સર્વનું પ્રતિફળળ હું તેમને પૂરેપૂરું આપીશ.”


બાબિલના શૂરવીરો લડવાનું બંધ કરે છે, તેઓ પોતાના કિલ્લાઓમાં ભરાઈ રહ્યા છે. તેઓનું સામર્થ્ય ખૂટી ગયું છે; તેઓ સ્ત્રીઓના જેવા થઈ ગયા છે; તેનાં ઘરબાર બળી ગયાં છે. તેની ભૂંગળો ભાંગી ગઈ છે.


ત્યારે આકાશ તથા પૃથ્વી અને તેઓમાં જે સર્વ છે, તેઓ બાબિલ વિષે જયજયકાર કરશે, કેમ કે ઉત્તર દિશાથી વિનાશકો તેના પર આવશે, એવું યહોવા કહે છે.


જો કે બાબિલ આકાશ સુધી ચઢી જાય, ને જો કે તે પોતાના સામર્થ્યનો કિલ્લો મજબૂત કરે, તોપણ મારી પાસેથી તેના પર વિનાશકો આવશે, એવું યહોવા કરે છે.


તમે દરેક તમારા પ્રાણ બચાવો, બાબિલમાંથી નાસો. [ત્યાં રહીને] તેની દુષ્ટતા [ની શિક્ષા] માં તમે નાશ ન પામો; કેમ કે બદલો લેવાનો યહોવાનો સમય આવ્યો છે; તે તેને પ્રતિફળ આપશે.


હે યહોવા, તેઓના હાથની કરણી પ્રમાણે તેઓને બદલો આપો.


હું તારા ધનુષ્યને ફટકો મારીને તારા ડાબા હાથમાંથી પાડી નાખીશ, ને તારાં બાણોને તારા જમણા હાથમાંથી પાડી નાખીશ.


ઇઝરાયલનાં નગરોના રહેવાસીઓ બહાર આવીને યુદ્ધશસ્ત્રોને, એટલે ઢલો તથા ઢાલડીઓને, ધનુષ્યો, બાણો, હાથભાલા તથા બરછીઓને બાલીને સળગાવી દેશે, ને તેઓ સાત વરસ સુધી તેમને બાળશે.


ધનુર્ધારી ટકી શકશે નહિ. ઝડપથી દોડનાર પોતાનો બચાવ કરી શકશે નહિ, ઘોડેસવાર પણ પોતાનો બચાવ કરી શકશે નહિ.


કેમ કે સર્વ પ્રજાઓ પર યહોવાનો દિવસ પાસે છે. જેવું તેં [બીજાઓને] કર્યું છે, તેવું જ તને કરવામાં આવશે; તારી કરણીનું ફળ તારે ભોગવવું પડશે.


તેં ઘણા દેશોના લોકોને લૂંટયા છે, તે માટે તે પ્રજાઓના બાકી રહેલા સર્વ તને લૂંટશે. માણસોના રક્તપાતને લીધે, અને દેશ પર, નગર પર તથા તેના સર્વ રહેવાસીઓ ઉપર ગુજારેલા ગજબને લીધે [એ પ્રમાણે થશે.]


તેઓનો પગ લપસી જશે તે કાળે, વેર વાળવું તથા બદલો લેવો એ મારું કામ છે; કેમ કે તેઓની વિપત્તિનો દિવસ પાસે છે, અને તેઓ પર જે આવી પડવાનું છે તે જલદી આવશે.’


કેમ કે એ ગેરવાજબી ન કહેવાય કે જેઓ તમને દુ:ખ આપે છે તેઓને ઈશ્વર દુ:ખનો બદલો આપે,


તેં જે દશ શિંગડાં તથા શ્વાપદ જોયાં તેઓ તે વેશ્યાનો દ્વેષ કરશે, તેની પાયમાલી કરીને તેને નગ્ન કરશે, તેનું માંસ ખાશે, અને અગ્નિથી તેને બાળી નાખશે.


ઓ આકાશ, સંતો, પ્રેરિતો તથા પ્રબોધકો, તેને લીધે આનંદ કરો; કેમ કે ઈશ્વરે તેની પાસેથી તમારો બદલો લીધો છે.”


કારણ કે તેમના ન્યાયચુકાદા સત્ય તથા યથાર્થ છે. કેમ કે જે મોટી વેશ્યાએ પોતાના વ્યભિચારથી પૃથ્વીને ભ્રષ્ટ કરિ, તેનો તેમણે ન્યાય કર્યો છે, અને પોતાના સેવકોના લોહીનો બદલો તેની પાસેથી લીધો છે.”


પરાક્રમી પુરુષોનાં ધનુષ્યો ભાંગી નંખાયાં છે, અને લથડિયાં ખાનારા બળથી વેષ્ટિત કરાયા છે.


Lean sinn:

Sanasan


Sanasan