Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 51:53 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

53 જો કે બાબિલ આકાશ સુધી ચઢી જાય, ને જો કે તે પોતાના સામર્થ્યનો કિલ્લો મજબૂત કરે, તોપણ મારી પાસેથી તેના પર વિનાશકો આવશે, એવું યહોવા કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

53 જો કે બેબિલોન આકાશની ટોચે ચઢે અને ત્યાં મજબૂત કિલ્લો બાંધે તો પણ મારા મોકલેલા માણસો તેનો વિનાશ કરવા પહોંચી જશે. હું પ્રભુ એ કહું છું.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

53 જો કે બાબિલ આકાશે પહોંચે તોપણ અને તે પોતાના ઊંચા કોટોની કિલ્લેબંધી કરે તોપણ મારી પાસેથી તેના પર વિનાશક આવશે.’ એવું યહોવાહ કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

53 જો કે બાબિલ આકાશે પહોંચે તોપણ અને તે પોતાના ઉંચા કોટોની કિલ્લેબંધી કરે તોપણ હું તેને હતું ન હતું કરી નાખવા માણસો મોકલીશ.” આ યહોવાના વચન છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 51:53
29 Iomraidhean Croise  

અને તેઓએ કહ્યું, “ચાલો, આપણે પોતાના માટે એક શહેર બાંધીએ તથા જેની ટોચ આકાશ સુધી પહોંચે, એવો બુરજ બાંધીએ, અને એમ આપણે પોતાને માટે નામના મેળવીએ; કે આખી પૃથ્વી પર આપણે વિખેરાઈ ન જઈએ.”


જો તેનો યશ આકાશ સુધી ચઢે અને તેનું માથું આભ સુધી પહોંચે;


જુઓ, હું માદીઓને તેમની સામે ઉશ્કેરીશ, તેઓ રૂપાને ગણકારશે નહિ, ને સોનાથી રીઝશે નહિ.


મેં ઉત્તર તરફથી એકને ઊભો કર્યો છે ને તે આવ્યો છે; એટલે સૂર્યોદય [ની જગાએ] થી મારે નામે વિનંતી કરનાર [આવ્યો છે] ; અને જેમ કોઈ કાદવને ગૂંદે છે, જેમ કુંભાર માટીને ગૂંદે છે, તેમ તે અધિપતિઓને ગૂંદશે.


“હે ખાલદીઓની દીકરી, તું છાનીમાની બેસ, ને અંધકારમાં પેસી જા; કેમ કે હવે પછી તું રાજ્યોની માલિક કહેવાઈશ નહિ.


વળી તેં કહ્યું, ‘હું સર્વકાળ સુધી રાણી રહીશ.’ માટે તેં એ વાત ધ્યાનમાં ન લીધી, અને તેનું પરિણામ શું આવશે તે લક્ષમાં લીધું નહિ.


રે તું ખડકની ફાટોમાં વસનાર, ને પર્વતના શિખરને આશરે રહેનાર તારા ભયંકરપણા વિષે તારા મનના ગર્વે તને ભુલાવી છે! તું તારો માળો ગરૂડના જેટલો ઊંચો બાંધે, તોપણ હું ત્યાંથી તને નીચે પાડીશ, એવું યહોવા કહે છે.


મેરાથાઇમ દેશ પર, હા, તે જ દેશ પર, ને પેકોદના રહેવાસીઓ પર ચઢાઈ કર. તેઓની પાછળ પડીને તેમનો ઘાત કર, ને તેઓનું સત્યાનાશ વાળ. મેં તને જે સર્વ કરવાનું ફરમાવ્યું છે તે પ્રમાણે કર, એવું યહોવા કહે છે.


યહોવાએ પોતાનો શસ્ત્રભંડાર ઉઘાડીને પોતાના કોપનાં હથિયાર કાઢયાં છે; કેમ કે સૈન્યોના પ્રભુ યહોવાને ખાલદીઓના દેશમાં કામ કરવાનું છે.


તે માટે યહોવાનો જે સંકલ્પ તેણે બાબિલની વિરુદ્ધ કર્યો છે, ને તેમણે જે ઇરાદા ખાલદીઓના દેશથી વિરુદ્ધ કર્યા છે, તે સાંભળો; ટોળાંમાનાં જે સહુથી નાનાં તેઓને તેઓ પણ નક્કી ઘસડી લઈ જશે. તે તેઓની સાથે તેઓનું રહેઠાણ ખચીત ઉજ્જડ કરી નાખશે.


તીરો તીક્ષ્ણ કરો; ઢાલો ધરો; યહોવાએ માદીઓના રાજાઓના આત્માને ઉશ્કેર્યો છે, કેમ કે બાબિલનો નાશ કરવાનો તેનો સંકલ્પ છે. કેમ કે આ તો યહોવાએ લીધેલું વૈર, તેના મંદિર વિષે લીધેલું વૈર છે.


યહોવા કહે છે, “રે આખી પૃથ્વીને નષ્ટ કરનાર વિનાશક પર્વત, તું જો, હું તારી વિરુદ્ધ છું! હું મારો હાથ તારા પર લાંબો કરીને તને ખડકો પરથી ગબડાવીશ, ને તને અગ્નિથી ભસ્મ થઈ ગયેલા પર્વત જેવો કરી નાખીશ.


ત્યારે આકાશ તથા પૃથ્વી અને તેઓમાં જે સર્વ છે, તેઓ બાબિલ વિષે જયજયકાર કરશે, કેમ કે ઉત્તર દિશાથી વિનાશકો તેના પર આવશે, એવું યહોવા કહે છે.


કેમ કે તેના પર, એટલે બાબિલ પર, વિનાશક આવ્યો છે, તેના શૂરવીરો પકડાયા છે, ને તેઓનાં ધનુષ્યો ભાંગી નાખવામાં આવ્યાં છે, કેમ કે યહોવા તો પ્રતિફળ આપનારા ઈશ્વર છે, તે ખચીત બદલો લેશે.


વળી સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે: બાબિલના પહોળા કોટ છેક પાડી નાખવામાં આવશે, તેના ઊંચા દરવાજાઓ બાળી નાખવામાં આવશે; તે લોકોના શ્રમનો બદલો શૂન્યરૂપ, ને વિદેશીઓ [ના શ્રમનું ફળ] અગ્નિમાં ભસ્મ થશે, અને તેઓ કંટાળી જશે.


[ત્યારે] તે બોલ્યો, “આ મહાન બાબિલ જે મેં રાજ્યગૃહ થવા માટે બાંધ્યું છે, તે શું મારા મોટા પરાક્રમથી તથા મારા માહાત્મ્યનો પ્રતાપ [વધારવા] માટે નથી?”


જો તેઓ ખોદીને શેઓલમાં ઊતરી જાય, તોપણ ત્યાંથી મારો હાથ તેમને પકડી લાવશે. અને જો તેઓ આકાશમાં ચઢી જાય, તોપણ ત્યાંથી હું તેઓને નીચે ઉતારીશ.


વળી જો તેઓ પોતાના શત્રુઓની આગળ ગુલામગીરીમાં જાય તોપણ ત્યાં હું તરવારને આજ્ઞા કરીશ, ને તે તેઓનો સંહાર કરશે. હું હિતને માટે તો નહિ, પણ આપત્તિને માટે મારી ર્દષ્ટિ તેઓ પર રાખી રહીશ.”


હાનિના પંજામાંથી ઊગરવાને માટે, પોતાનો માળો ઊંચો બાંધવાને માટે, પોતાના કુટુંબને માટે જે અન્યાયથી દ્રવ્ય મેળવે છે તેને અફસોસ!


Lean sinn:

Sanasan


Sanasan