Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 51:45 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

45 રે મારા લોકો, તમે તેમાંથી નીકળી જાઓ, ને તમારામાંનો દરેક યહોવાના ભારે કોપથી પોતાને બચાવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

45 બેબિલોનનો કોટ તૂટી પડયો છે. હે મારા ઇઝરાયલી લોકો, તમે દરેક જણ ત્યાંથી નાસી છૂટો. મારા ઉગ્ર કોપથી બચવા માટે જીવ લઈને ભાગો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

45 ઓ મારી પ્રજા, બાબિલમાંથી નાસી જાઓ; યહોવાહના ભયંકર રોષમાંથી સૌ પોતપોતાના જીવ બચાવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

45 ઓ મારી પ્રજા, બાબિલમાંથી નાસી જાઓ; યહોવાના ભયંકર રોષમાંથી જીવ બચાવવા સૌ ભાગી જાઓ!

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 51:45
13 Iomraidhean Croise  

બાબિલમાંથી નીકળો, ખલદીઓની પાસેથી નાસી જાઓ. હર્ષનાદથી આ જાહેર કરીને સંભળાવો; પૃથ્વીના છેડા સુધી તેને પ્રગટ કરો; કહો કે, યહોવાએ પોતાના સેવક યાકૂબનો ઉદ્ધાર કર્યો છે.


આપણા ઈશ્વર યહોવાએ લીધેલું વૈર, તેના મંદિર વિષે લીધેલું વૈર, સિયોનમાં જાહેર કરનારા બાબિલ દેશમાંથી છૂટેલાનો સ્વર સંભળાય છે.


બાબિલમાંથી નાસો, ખાલદીઓના દેશમાંથી નીકળી જાઓ, ને ટોળાંની આગળ ચાલનારા બકરા જેવા થાઓ.


તરવારથી બચેલા, તમે ચાલ્યા જાઓ, ઊભા ન રહો; દૂરથી યહોવાનું સ્મરણ કરો, ને તમારા મનમાં યરુશાલેમ યાદ આવે.


તમે દરેક તમારા પ્રાણ બચાવો, બાબિલમાંથી નાસો. [ત્યાં રહીને] તેની દુષ્ટતા [ની શિક્ષા] માં તમે નાશ ન પામો; કેમ કે બદલો લેવાનો યહોવાનો સમય આવ્યો છે; તે તેને પ્રતિફળ આપશે.


અમે બાબિલને રૂઝ વાળવાનું કર્યું, પણ તેને રૂઝ વળી નથી. તેને તજી દો, ને આપણે દરેક પોતપોતાને દેશ પાછા જઈએ; કેમ કે તેનું શાસન આકાશ સુધી પહોંચ્યું છે, તે ગગન સુધી ઊંચું ચઢયું છે.


હે સિયોન, બાબિલની પુત્રી સાથે રહેનારી, તું નાસી જા.


અને તેણે લોકોને કહ્યું, “કૃપા કરીને આ દુષ્ટ માણસોના તંબુઓ પાસેથી દૂર જતા રહો, ને તેઓની કંઈ ચીજનો સ્પર્શ ન કરો, રખેને તેઓનાં સર્વ પાપોમાં તમારો સંહાર થાય.”


તેણે બીજી ઘણી વાતો કહીને સાક્ષી આપી, તથા બોધ કર્યો, “તમે આ જમાનાના આડા લોકથી બચી જાઓ.”


માટે “તમે તેઓમાંથી નીકળી આવો, અને અલગ થાઓ.” એમ પ્રભુ કહે છે, “મલિન વસ્તુને અડકો નહિ; એટલે હું તમારો અંગીકાર કરીશ,


પછી આકાશમાંથી મેં બીજી એક વાણી બોલતી સાંભળી, “ઓ મારા લોકો, તમે તેનાં પાપના ભાગીદાર ન થાઓ, અને તેના પર આવનારા અનર્થોમાંનો કોઈ પણ તમારા પર ન આવે, માટે તેમાંથી નીકળી જાઓ.


Lean sinn:

Sanasan


Sanasan