Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 51:43 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

43 તેનાં નગરો ઉજ્જડ, સૂકી ભૂમિ તથા વગડો થઈ ગયાં છે, તેમાં કોઈ માણસ રહેતું નથી, ને તેમાં થઈને કોઈ માણસ જતું આવતું નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

43 તેનાં નગરો ઉજ્જડ, નિર્જળ અને રણપ્રદેશ જેવાં બની ગયાં છે. ત્યાં કોઈ વસતું નથી કે પડાવ પણ કરતું નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

43 તેના નગરો ખંડેર સ્થિતિમાં પડ્યાં છે. સમગ્ર દેશ સૂકા અરણ્ય સમાન થઈ ગયો છે. ત્યાં કોઈ રહેતું નથી અને તેમાં થઈને કોઈ મનુષ્ય પણ પસાર થતા નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

43 તેના નગરો ખંડેર સ્થિતીમાં પડ્યાં છે. સમગ્ર દેશ સૂકા અરણ્ય સમાન થઇ ગયો છે. ત્યાં કોઇ રહેતું નથી અને તેમાં થઇને યાત્રીઓ પણ પસાર થતા નથી.”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 51:43
12 Iomraidhean Croise  

આવો, યહોવાનાં કૃત્યો જુઓ, તેમણે પૃથ્વીની કેવી પાયમાલી કરી છે [તે જુઓ].


તેમાં ફરી કદી વસતિ થશે નહિ, તેમાં તેઢી દરપેઢી કોઈ વસશે નહિ. અને ત્યાં અરબ [લોકો] પોતાના તંબુ તાણશે નહિ; અને ભરવાડો પોતાનાં ટોળાંને ત્યાં બેસાડશે નહિ.


તેના રાજમહેલોમાં કાંટા, ને તેના કિલ્લાઓમાં કૌવચ તથા ઝાંખરાં ઊગશે; તે શિયાળોનું રહેઠાણ, ને શાહમૃગનો વાડો થશે.


માટે તારા પર આફત આવશે; તેને દૂર કરવાનો મંત્ર તું જાણીશ નહિ; અને તું તેને નિવારણ કરી શકીશ નહિ, એવી વિપત્તિ તારા પર આવી પડશે; અને જેની તને ખબર નથી એવો વિનાશ તારા પર અકસ્માત આવશે.


અને તેમનો દેશ વિસ્મય તથા નિરંતર ફિટકાર ઉપજાવે એવો થાય; જે કોઈ તેની પાસે થઈને જશે તે વિસ્મય પામશે, ને પોતાનું માથું હલાવશે.


વળી ‘જે યહોવા અમને મિસરમાંથી કાઢી લાવ્યા, જેમણે અમને રાનમાં, ઉજ્જડ તથા ખાડાટેકરાવાળી ભૂમિમાં, જે ભૂમિમાં થઈને કોઈ મનુષ્ય જતું નહોતું, ને જ્યાં કોઈ મનુષ્ય વસતું નહોતું, તેમાં થઈને ચલાવ્યા, તે યહોવા ક્યાં છે?’ એમ પણ તેઓએ નથી કહ્યું.


તેથી તમારી માતા બહુ લજ્જિત થશે, ને તમારી જનેતા શરમાશે! જુઓ, તે વગડો, સૂકી ભૂમિ તથા ઉજ્જડ થઈને કનિષ્ઠ દેશ ગણાશે.


દેશ કાંપે છે ને પીડાય છે, કેમ કે બાબિલ દેશને ઉજ્જડ તથા વસતિહીન કરવાના યહોવાના સંકલ્પ દઢ છે.


બાબિલના ઢગલા થશે, તે શિયાળોની બોડ થશે, તે વસતિહીન થઈને વિસ્મય તથા ફિટકાર ઉપજાવે એવું થશે.


વળી તું એમ કહેજે, ‘હે યહોવા, આ જગાનો નાશ કરવા તમે તેની વિરુદ્ધ બોલ્યા છો, જેથી કોઈ પણ માણસ અથવા પશુ તેમાં રહે નહિ, પણ તે સદાકાળ ઉજ્જડ રહે.’


Lean sinn:

Sanasan


Sanasan