Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 51:30 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 બાબિલના શૂરવીરો લડવાનું બંધ કરે છે, તેઓ પોતાના કિલ્લાઓમાં ભરાઈ રહ્યા છે. તેઓનું સામર્થ્ય ખૂટી ગયું છે; તેઓ સ્ત્રીઓના જેવા થઈ ગયા છે; તેનાં ઘરબાર બળી ગયાં છે. તેની ભૂંગળો ભાંગી ગઈ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

30 બેબિલોનના સૈનિકોએ લડવાનું બંધ કર્યું છે અને તેઓ પોતાના કિલ્લામાં ભરાઈ ગયા છે. તેઓ હિંમત હારી ગયા છે અને તેઓ અબળા જેવા નબળા બની ગયા છે. નગરના દરવાજાઓને તોડી પાડવામાં આવ્યા છે અને મકાનોને આગ લગાડવામાં આવી છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 બાબિલના અતિ પરાક્રમી યોદ્ધાઓ હવે યુદ્ધ કરતા નથી. તેઓ કિલ્લાઓમાં ભરાઈ ગયા છે, તેઓ હિંમત હારી ગયા છે. અને સ્ત્રીઓ જેવા થઈ ગયા છે. આક્રમણ કરનારાઓએ તેઓનાં ઘરો બાળી નાખ્યાં છે અને નગરના દરવાજાઓ તોડી નાખ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

30 બાબિલના અતિ પરાક્રમી યોદ્ધાઓ હવે યુદ્ધ કરતા નથી. તેઓ કિલ્લાઓમાં ભરાઇ ગયા છે, તેઓ હિંમત હારી ગયા છે. અને સ્ત્રીઓ જેવા થઇ ગયા છે. આક્રમણ કરનારાઓએ તેઓનાં ઘરો બાળી નાખ્યા છે અને નગરના દરવાજાઓ તોડી નાખ્યાં છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 51:30
16 Iomraidhean Croise  

વળી તેમણે પિત્તળના દરવાજા ભાંગ્યા, અને લોઢાની ભૂંગળો તોડી નાખી.


કેમ કે તેમણે તારાં દ્વારોની ભૂંગળો મજબૂત કરી છે; તેમણે તારામાં [રહેનાર] તારાં છોકરાંને આશીર્વાદ આપ્યો છે.


જેઓ શૂરવીર છે તેઓ લૂંટાયેલા છે, તેઓ નિદ્રાવશ થયા છે; અને પરાક્રમીઓમાંના કોઈના હાથથી કંઈ પણ થઈ શક્યું નથી.


તે દિવસે મિસર નાહિંમત થશે; સૈન્યોના [ઈશ્વર] યહોવા ત પર મુકકી ઉગામે છે, તે ઉગામવાથી તે ધ્રૂજશે તથા બીશે.


જુઓ, તેઓ ખૂંપરા જેવા થશે. અગ્નિ તેઓને બાળી નાખશે; તેઓ અગ્નિની જ્વાળાના જોરથી પોતાને બચાવી શકશે નહિ; તે તાપવા લાયક અંગારો, પાસે બેસવા લાયક અગ્નિ થશે નહિ.


કરીઓથને જીતી લેવામાં આવ્યો છે, ને કિલ્લાઓ પર છાપો મારીને તેઓને તાબે કર્યા છે. તે સમયે મોઆબના શૂરવીરોનું હ્રદય પ્રસૂતિ વેદના ભોગવનારી સ્ત્રીના હ્રદય જેવું થશે.


તેની સામે ચારે તરફથી રણનાદ કરો; તે શરણે થઈ છે; તેના બુરજો પડયા છે, તેના કોટ પાડી નાખવામાં આવ્યા છે; કેમ કે યહોવાએ લીધેલો બદલો તો એ છે. તેની પાસેથી બદલો લો; જેવું તેણે [બીજાઓને] કર્યું છે તેવું તેને કરો.


એ પ્રમાણે એક સંદેશિયો બીજા સંદેશિયાને તથા એક હલકારો બીજા હલકારાને બાબિલના રાજાને ખબર આપવાને માટે દોડશે.


હું તેના સરદારોને, તેના જ્ઞાનીઓને, તેના અધિકારીઓને, તેના નાયબ અધિકારીઓને તથા શૂરવીરોને ચકચૂર કરીશ; અને તેઓ સદા ઊંઘમાં પડી રહેશે, ને કદી જાગશે નહિ, જે રાજાનું નામ સૈન્યોના [ઈશ્વર] યહોવા છે તે એવું કહે છે.


તેના દરવાજા જમીનદોસ્ત થયા છે; પ્રભુએ તેની ભૂંગળોને ભાંગીને નષ્ટ કરી છે. જે વિદેશીઓમાં નિયમશાસ્‍ત્ર નથી હોતું તેવા લોકોમાં તેનો રાજા તથા તેના સરદારો છે! વળી તેના પ્રબોધકોને યહોવા તરફથી સંદર્શન થતું નથી.


વળી હું દમસ્કસની ભૂંગળ તોડી નાખીશ, ને આવેનની ખીણમાંથી તેના રહેવાસીઓને, ને બેથ-એદેનમાંથી રાજદંડ ધારણ કરનારને નષ્ટ કરીશ; અને અરામના લોકો કીરમાં ગુલામગીરીમાં જશે, ” એમ યહોવા કહે છે.


જો, તારામાં [રહેનાર] લોકો સ્‍ત્રીઓ [જેવા] છે. તારામાં [રહેનાર] લોકો સ્‍ત્રીઓ [જેવા] છે. તારા દેશના દરવાજા તારા શત્રુઓ આગળ છેક ખુલ્‍લા મૂકવામાં આવ્યા છે; અગ્નિએ તારી ભૂંગળોને ભસ્મ કરી છે.


અને તેની વેદનાની ધાકને લીધે દૂર ઊભા રહીને કહેશે, ‘અરેરે! અરેરે! મહાન બાબિલોન નગર, બળવાન નગર! એક ઘડીમાં તને કેવી શિક્ષા થઈ છે!”


Lean sinn:

Sanasan


Sanasan