Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 51:28 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 તેની સામે વિદેશીઓને, માદીઓના રાજાઓને, તેઓના અધિકારીઓને, તથા તેઓના સર્વ નાયબ અધિકારીઓને તથા તેની સત્તા નીચેના આખા રાજ્યને સજ્જ કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

28 બેબિલોન વિરુદ્ધ યુદ્ધ કરવાને બધી પ્રજાઓને સુસજ્જ કરો. માદીઓના રાજાઓને, તેના રાજ્યપાલોને, અધિકારીઓને અને તેમના અધિકાર નીચેના બીજા દેશોમાંથી લશ્કરને યુદ્ધ માટે બોલાવો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 તેની વિરુદ્ધ, માદીઓના રાજાઓ વિરુદ્ધ અને તેના રાજકર્તાઓ અને અમલદારો સાથે તે સર્વ દેશોના લોકો જે તે તેના રાજ્યનો ભાગ છે તેઓની વિરુદ્ધ લડાઇને માટે તૈયારી કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

28 તેની વિરુદ્ધ માદીઓના રાજાઓ વિરુદ્ધ, અને તેના અધિકારીઓ અને અમલદારો સાથે તે સર્વ દેશોના લોકો જે તે તેના રાજ્યનો ભાગ છે તેની વિરુદ્ધ લડાઇને માટે તૈયારી કર.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 51:28
18 Iomraidhean Croise  

યાફેથના દિકરા : ગોમેર તથા માગોગ તથા માદાય તથા યાવાન તથા તુબાલ તથા મેશેખ તથા તીરાસ.


યાફેથના પુત્રો:ગોમેર, માગોગ, માદાય, યાવાન, તુબાલ, મેશેખ તથા તિરાશ.


તેની કારકિર્દીને ત્રીજે વર્ષે તેણે પોતાના સર્વ સરદારોને તથા પોતાના હજૂરિયાને મિજબાની આપી. ત્યારે ઈરાન તથા માદાયના અમલદારો, પ્રાંતોના અમીરો તથા સરદારો તેની હજૂરમાં હાજર થયા હતા.


તેના પરાક્રમનાં તથા તેના સામર્થ્યનાં સર્વ કૃત્યો, તથા જે ઉચ્ચ પદવીએ રાજાએ મોર્દખાયને ચઢાવ્યો હતો તેનો સંપૂર્ણ હેવાલ માદાયના તથા ઈરાનના રાજાઓના કાળવૃત્તાંતોના પુસ્તકમાં લખેલો છે.


જુઓ, હું માદીઓને તેમની સામે ઉશ્કેરીશ, તેઓ રૂપાને ગણકારશે નહિ, ને સોનાથી રીઝશે નહિ.


કઠણ સંદર્શન મારી આગળ દેખાય છે; ઠગ ઠગે છે, ને લૂંટારો લૂંટે છે. ‘હે એલામ, ચઢાઈ કર; હે માદાય, ઘેરો નાખ; મેં તેના સર્વ નિશ્વાસને બંધ કર્યો છે.


ઘણી પ્રજાઓ તથા મોટા મોટા રાજાઓ તેઓની પાસે સેવા કરાવશે. અને હું તેઓનાં આચરણ પ્રમાણે તથા તેઓના હાથની કરણી પ્રમાણે તેઓને બદલો આપીશ.”


ઝિમ્રીના, એલામના તથા માદીઓના સર્વ રાજાઓ;


જુઓ, ઉત્તર દિશાથી લોકો આવે છે, ને પૃથ્વીને છેડેથી એક મહાન પ્રજા તથા ઘણા રાજાઓ ચઢી આવશે.


તીરો તીક્ષ્ણ કરો; ઢાલો ધરો; યહોવાએ માદીઓના રાજાઓના આત્માને ઉશ્કેર્યો છે, કેમ કે બાબિલનો નાશ કરવાનો તેનો સંકલ્પ છે. કેમ કે આ તો યહોવાએ લીધેલું વૈર, તેના મંદિર વિષે લીધેલું વૈર છે.


દેશમાં ધ્વજા ઊભી કરો, વિદેશીઓમાં રણશિંગડું વગાડો, તેની સામે વિદેશીઓને સજ્જ કરો, તેની સામે અરારાટ, મિન્ની તથા આશ્કેનાઝનાં રાજ્યો બોલાવો; તેની સામે સેનાપતિ નીમો; ઘોડાને કરકરા તીડની જેમ ચઢાવી લાવો.


દેશ કાંપે છે ને પીડાય છે, કેમ કે બાબિલ દેશને ઉજ્જડ તથા વસતિહીન કરવાના યહોવાના સંકલ્પ દઢ છે.


દાર્યાવેશને રાજ્ય ઉપર એકસો વીસ સૂબાઓ નીમવાનું ઠીક લાગ્યું, તેઓને આખા રાજ્યમાં જુદે જુદે સ્થળે રહેવાનું હતું.


હવે, હે રાજાજી, એવો મનાઈ હુકમ નક્કી કરો ને ફરમાન પર સહી કરો, જેથી તે બદલાય નહિ, કેમ કે માદીઓના તથા ઇરાનીઓના કાયદા બદલાતા નથી.”


જે બે શિંગડાવાળો મેંઢો તેં જોયો, તેઓ માદિય તથા ઈરાનના રાજાઓ છે.


માદીઓના વંશના અહાશ્વેરોશનો દીકરો દાર્યાવેશ, જે ખાલદીઓની શહેનશાહતનો રાજા થયો, તેના પહેલા વર્ષમાં,


Lean sinn:

Sanasan


Sanasan