Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 51:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 હું તારા વડે ઘોડાનું તથા તેના પર બેસનારનું ખંડન કરીશ. તારા વડે હું રથ તથા તેમાં બેસનારનું ખંડન કરીશ;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

21 તારા વડે હું ઘોડા અને તેના સવારના ચૂરેચૂરા કરીશ. તારા વડે હું રથ અને તેના સારથિના ચૂરેચૂરા કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 તારા વડે હું સૈન્યોને, ઘોડા તથા તેના સવારોને અને રથ તથા રથસવારોને કચડી નાખીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 તારા વડે હું સૈન્યોને, ઘોડા તથા તેના સવારોને અને રથ તથા રથસવારોને કચડી નાખીશ,

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 51:21
14 Iomraidhean Croise  

તે પૃથ્વીના છેડા સુધી લડાઈઓ બંધ કરી દે છે; તે ધનુષ્યને ભાંગી નાખે છે, ભાલાને કાપી નાખે છે; અને રથોને અગ્નિથી બાળી નાખે છે.


હે યાકૂબના ઈશ્વર, તમારી ધમકીથી રથ તથા ઘોડો બન્ને ભરનિદ્રામાં પડેલા છે.


તે પ્રસંગે મૂસાએ તથા ઇઝરાયલના લોકોએ યહોવાની આગળ નવું ગીત ગાયું, એટલે કે, “હું યહોવાની આગળ ગાયન કરીશ, કેમ કે તેમણે મહાફતેહ મેળવી છે; તેમણે ઘોડાને તથા તેના સવારને સમુદ્રમાં ફેંકી દીધા છે.


અને મરિયમે તેઓને પ્રત્યુત્તર આપ્યો, “યહોવાની આગળ ગાયન કરો, કેમ કે તેમણે મહિમાવાન ફતેહ મેળવી છે; તેમણે ઘોડા તથા તેના સવારોને સમુદ્રમાં ફેંકી દીધા છે.”


તેમણે ફારુનના રથો તથા સૈન્ય સમુદ્રમાં ફેંકી દીધાં છે; અને તેના માનીતા સરદારોને સૂફ સમુદ્રમાં ડુબાડી દીધા છે.


જે રથ તથા ઘોડાને, લશ્કરને તથા શૂરવીરને બહાર લાવે છે [તે હું છું] ; તેઓ ભેગા સૂઈ જાય છે, તેઓ ફરી ઊઠશે નહિ; તેઓ બુઝાયા છે, તેઓ દિવેટની જેમ હોલવાયા છે.


તેના ઘોડાઓ પર, તેના રથો પર તથા તેઓમાંના મિશ્ર લોકો પર તરવાર આવી છે, તેઓ સ્ત્રીઓના જેવા થશે; તેના ખજાનાઓ પર તરવાર આવી છે, ને તેઓને લૂંટી લેવામાં આવશે.


મારા પીરસેલા જમણમાં તમે ઘોડાઓથી, રથોથી, શૂરવીર માણસોથી તથા યોદ્ધાઓથી તૃપ્ત થશો, એમ પ્રભુ યહોવા કહે છે.


વળી યહોવા કહે છે, “તે દિવસે હું તારામાંથી તારા ઘોડાઓનો સંહાર કરીશ, તારા રથોનો નાશ કરીશ.


સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “જો, હું તારી વિરુદ્ધ છું, ને હું તારા રથોને બાળીને ભસ્મ કરીશ, ને તરવાર તારા જુવાન સિંહોનો ભક્ષ કરશે. હું તારો શિકાર પૃથ્વીમાંથી નષ્ટ કરીશ, ને તારા રાજદૂતોનો સ્વર ફરીથી સંભળાશે નહિ.”


હું રાજ્યાસનો ઊંધા વાળીશ, ને હું સર્વ પ્રજાઓનાં રાજ્યોના બળનો નાશ કરીશ. હું રથોને તથા તેઓમાં બેસનારાઓને ઉથલાવી નાખીશ. અને ઘોડાઓ તથા તેઓના સવારો દરેક પોતપોતાના ભાઈની તરવારથી ધરણી પર ઢળી પડશે.


તેઓ યુદ્ધમાં [પોતાના શત્રુઓને] ગલીઓના કાદવમાં ખૂંદી નાખનાર યોદ્ધાઓ જેવા થશે. તેઓ યુદ્ધ કરશે, કેમ કે યહોવા તેઓની સાથે છે; અને ઘોડેસવારો ગભરાઈ જશે.


(યહોવા કહે છે), તે દિવસે હું દરેક ઘોડામાં ગભરાટ તથા તેના સવારમાં ગાંડપણ લાવીશ; અને હું યહૂદિયાના લોકો પર મારી આંખ ઉઘાડીશ, ને લોકોના દરેક ઘોડા પર અંધાપો લાવીશ.


કે તમે રાજાઓનું, સેનાપતિઓનું, શૂરવીરોનું, ઘોડાઓનું અને સવારોનું, સર્વ સ્વતંત્ર તથા દાસોનું, નાના તથા મોટાનું માંસ ખાઓ.”


Lean sinn:

Sanasan


Sanasan