Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 50:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 મારા લોકો ભૂલાં પડેલાં ઘેટાં જેવાં છે; તેઓના પાળકોએ તેઓને ભમાવ્યા છે, તેઓને પર્વતો પર અવળે માર્ગે લઈ ગયા છે. તેઓ પર્વત પરથી ઊતરીને ડુંગર પર ગયા છે, તેઓ પોતાનું વિશ્રામસ્થાન ભૂલી ગયા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 પ્રભુ કહે છે, “મારા લોકો તો ભરવાડોએ પર્વતો પર રઝળતા મૂકી દીધેલાં અને તેથી ભૂલાં પડેલાં ઘેટાં જેવા છે. એક પર્વત પરથી બીજા પર્વત પર તેઓ ભટક્તા ફર્યાં છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 મારા લોકો ખોવાયેલાં ઘેટાં જેવાં હતા, તેઓનાં ઘેટાંને પાળકોએ ભૂલાં પડવા દીધા. અને પર્વતો પર ગમે તેમ ભટકવા દીધાં, તેઓ પોતાના માર્ગ ભૂલી ગયાં અને વાડામાં કઈ રીતે પાછા આવવું તે તેઓને યાદ રહ્યું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 “મારા લોકો ખોવાયેલાં ઘેટાં જેવાં હતા, તેઓના ઘેટાં પાળકોએ તેમને ભૂલા પડવા દીધા, અને પર્વતો પર ગમે તેમ ભટકવા દીધા, તેઓ પોતાના માર્ગ ભૂલી ગયા અને વાડામાં કઇ રીતે પાછા આવવું તે તેઓને યાદ રહ્યું નહિ.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 50:6
36 Iomraidhean Croise  

હે મારા આત્મા, તારા વિશ્રામસ્થાનમાં પાછો આવ; કેમ કે યહોવા તારી સાથે ઉદારતાથી વર્ત્યા છે.


હું ભૂલા પડેલા મેંઢાની જેમ ભટક્યો છું; તમારા સેવકને શોધી કાઢો; કેમ કે હું તમારી આજ્ઞાઓ વીસરી જતો નથી.


તે લીલાં બીડમાં મને સુવાડે છે; ‍ તે શાંત પાણીની પાસે મને દોરી જાય છે.


તમે મારી સંતાવાની જગા છો; તમે મને સંકટમાંથી ઉગારશો; ઉદ્ધારનાં સ્તોત્રો તમે મારી આસપાસ ગવડાવશો. (સેલાહ)


હે પ્રભુ, પેઢી દરપેઢી તમે અમારો આશ્રય થયા છો.


પરાત્પરના ગુપ્તસ્થાનમાં જે વસે છે તે સર્વસમર્થની છાયામાં રહેશે.


બળદ પોતાના માલિકને ઓળખે છે, ને ગધેડો પોતાના ધણીની ગભાણ જાણે છે; [પણ] ઇઝરાયલ જાણતો નથી, મારા લોક વિચાર કરતા નથી.”


પ્રભુ યહોવા ઇઝરાયલનો પવિત્ર ઈશ્વર કહે છે, “પાછા ફરવાથી ને શાંત રહેવાથી તમે તારણ પામશો; શાંત રહેવાથી તથા ભરોસો રાખવાથી તમને સામર્થ્ય મળશે.” પણ તમે એમ કરવા ચાહ્યું નહિ.


[તેમાંનો] દરેક માણસ વાયુથી સંતાવાની જગા તથા તોફાનથી ઓથા જેવો, સૂકી ભૂમિમાં પાણીના નાળા જેવો, કંટાળો ઉપજાવનાર દેશમાં વિશાળ ખડકની છાયા જેવો થશે.


આપણે સર્વ ઘેટાંની જેમ ભટકી ગયા છીએ, દરેક પોતપોતાને માર્ગે વળી ગયો છે, અને યહોવાએ તેના પર આપણા સર્વના પાપ [નો ભાર] મૂક્યો છે.


કેમ કે પાળકો પશુવત થયા છે, તેઓએ યહોવાની સલાહ પૂછી નથી; તેથી તેઓ સફળ થયા નથી, તેઓનાં સર્વ ટોળાં વિખેરાઈ ગયાં છે.


અંધકાર થાય તથા તમારા પગો અંધકારમય પર્વતો પર ઠોકર ખાય, અને તમે અજવાળાની રાહ જોતા હો, તેટલામાં તેને બદલે યહોવા મરણછાયા તથા ઘોર અંધકાર પેદા કરે, તે પહેલાં યહોવા તમારા ઈશ્વરને માન આપો.


“કેમ કે પ્રાચીન કાળમાં મેં તારી ઝૂંસરી ભાંગી તથા તારાં બંદનો તોડયાં; તે છતાં તેં કહ્યું, ‘હું સેવા કરીશ નહિ.’ કેમ કે દરેક ઊંચા પર્વત પર તથા દરેક લીલા ઝાડની નીચે નમીને તેં વ્યભિચાર કર્યો છે.


શું કુંવારી પોતાનાં ઘરેણાં અથવા પરણનારી કન્યા પોતાના કમરપટા વીસરે? તોપણ મારા લોક અસંખ્ય દિવસો સુધી મને વીસરી ગયા છે.


“જે પાળકો મારા બીડનાં ઘેટાંનો નાશ કરે છે, તથા તેઓને વિખેરી નાખે છે, તેઓને હાય હાય! એવું યહોવા કહે છે,


ડુંગરો પરની તથા પર્વતો પરની ધામધૂમથી [જે તારણની આશા રાખીએ છીએ] તે ખરેખર વ્યર્થ જ છે; ખરેખર અમારા ઈશ્વર યહોવામાં જ ઇઝરાયલનું તારણ છે.


વળી યોશિયા રાજાના સમયમાં યહોવાએ મને પૂછયું, “મારો ત્યાગ કરનાર ઇઝરાયલે જે કર્યું છે, તે તેં જોયું છે? તેણે દરેક ઊંચા પર્વત પર તથા દરેક લીલા ઝાડ નીચે વ્યભિચાર કર્યો છે.


સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “વસતિહીન તથા પશુહીન થઈને ઉજજડ થયેલા એવા આ સ્થાનમાં તથા તેનાં સર્વ નગરોમાં, [ઘેટાંનાં] ટોળાં બેસાડનારા ભરવાડોનું રહેણાણ ફરી થશે.


ઇઝરાયલ રખડેલ ઘેટો છે. સિંહોએ તેને નસાડી મૂક્યો છે; પ્રથમ તો આશૂરનો રાજા તેને ખાઈ ગયો; અને હવે છેલ્લે બાબિલના રાજા નબૂખાદનેસ્સારે તેનાં હાડકાં ભાંગી નાખ્યા છે.


પછી ઇઝરાયલને હું તેના બીડમાં પાછો લાવીશ, ને તે કાર્મેલ તથા બાશાન પર ચઢશે, અને તેનો જીવ એફ્રાઈમ પર્વત પર તથા ગિલ્યાદમાં તૃપ્ત થશે.


કેમ કે જો શાંતિ નથી તોપણ ‘શાંતિ છે’ એમ કહીને તેઓએ મારા લોકને ભમાવ્યા છે. અને જ્યારે કોઈ ભીંત બાંધે છે, તેને કાચા કોલથી લપેડી મૂકે છે,


હું તેમને સારા બીડમાં ચરાવીશ, ને ઇઝરાયલના ઊંચા પર્વતો પર તેમનો વાડો થશે. ત્યાં તેઓ ઉત્તમ વાડામાં સૂઈ રહેશે, ને ઇઝરાયલના પર્વતો પર તેઓ કસદાર ચારાવાળા બીડમાં ચરશે.


હું પોતે મારાં ઘેટાંનું પોષણ કરીશ, ને હું તેમને સુવાડીશ, એમ પ્રભુ યહોવા કહે છે.


ખોવાઈ ગયેલાને હું શોધીશ, ને હાંકી મૂકેલાને હું પાછું લાવીશ, ને હાડકું ભાંગી ગયેલાને હું પાટો બાંધીશ, ને માંદાને હું સારું કરીશ; પણ પુષ્ટનો તથા બળવાનનો હું નાશ કરીશ. હું ન્યાય કરીને તેમનું પોષણ કરીષ.


પણ તેના કરતાં ઇઝરાયલના ઘરનાં ખોવાયેલાં ઘેટાંની પાસે જાઓ.


પણ ઈસુએ ઉત્તર આપ્યો, “ઇઝરાયલના ઘરનાં ખોવાયેલાં ઘેટાં સિવાય બીજા કોઈની પાસે મને મોકલવામાં આવ્યો નથી.”


અને લોકોને જોઈને તેમને તેઓ પર દયા આવી. કેમ કે તેઓ પાળક વગરનાં ઘેટાંના જેવા હેરાન થયેલા તથા વેરાઈ ગયેલા હતા.


કેમ કે તમે ભૂલાં પડેલાં ઘેટાંના જેવા હતા; પણ હવે તમારા જીવોના પાળક તથા અધ્યક્ષની પાસે પાછા આવ્યા છો.


Lean sinn:

Sanasan


Sanasan