Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 50:46 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

46 બાબિલના પડવાના ધબકારાથી પૃથ્વી કંપે છે, ને તેનો અવાજ [દૂરના] દેશો સુધી સંભળાય છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

46 બેબિલોનના પતનના ધબકારાથી ધરતી કાંપી ઊઠે છે અને તેનો ધડાકો દૂરદૂરના દેશો સુધી સંભળાય છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

46 બાબિલના પતનથી પૃથ્વી કંપે છે અને તેનો અવાજ દૂરના દેશો સુધી સંભળાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

46 બાબિલના પતનથી સમગ્ર પૃથ્વી થથરી ઉઠશે અને તેનો આર્તનાદ બધી પ્રજાઓમાં વિશ્વભરમાં સંભળાશે.”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 50:46
14 Iomraidhean Croise  

મારું હ્રદય મોઆબને માટે રુદન કરે છે; તેમાણથી નાઠેલા સોઆર સુધી, એગ્લાથ-શલીશિયા સુધી [દોડે છે]. લૂહીથના ચઢાવ પર થઈને તેઓ રડતા રડતા જાય છે. હોરોનાયિમને માર્ગે તેઓ વિનાશની બૂમ પાડે છે.


કેમ કે ઇઝરાયલી લોકો તે સૈન્યોના [ઈશ્વર] યહોવાની દ્રાક્ષાવાડી છે, ને યહૂદિયાના લોકો તેના મનોરંજક રોપ જેવા છે. યહોવા ઇનસાફની આશા રાખતા હતા, પણ ત્યાં જુઓ, રક્તપાત છે; નેકીની [આશા રાખતા હતા] , પણ ત્યાં જુઓ, વિલાપ છે.


પણ યહોવા સત્ય ઈશ્વર છે; તે જ જીવંત ઈશ્વર તથા સનાતન રાજા છે. તેમના કોપથી પૃથ્વી કંપે છે, ને તેમનો ક્રોધ વિદેશીઓથી સહન થઈ શકતો નથી.


સર્વ પ્રજાઓએ તારી અપકીર્તિ સાંભળી છે, ને તારો વિલાપ આખી પૃથ્વી પર સંભળાય છે; કેમ કે શૂરવીરની સાથે અથડાયો છે, ને બન્ને સાથે પડયા છે.”


જુઓ, સિંહ યર્દનના પૂરથી ચઢી આવે તેમ તે કાયમના રહેઠાણ પર ચઢી આવશે; પણ હું તેને ઓચિંતો ત્યાંથી નસાડીશ. અને જેને મેં પસંદ કર્યો છે તેને હું તેના પર ઠરાવીશ; કેમ કે મારા જેવો કોણ છે? અને મારે માટે મુદત કોણ ઠરાવે? અને મારી સામે ઊભો રહે એવો ઘેટાંપાળક કોણ છે?


તેઓના પડવાના ધબકારાથી પૃથ્વી કંપે છે! તેનો અવાજ લાલ સમુદ્ર સુધી સંભળાય છે.


દેશ કાંપે છે ને પીડાય છે, કેમ કે બાબિલ દેશને ઉજ્જડ તથા વસતિહીન કરવાના યહોવાના સંકલ્પ દઢ છે.


બાબિલથી આક્રંદનો સ્વર, ને ખાલદીઓના દેશમાંથી મોટા વિનાશનો સ્વર [સંભળાય છે] !


તારી પડતીને દિવસે દ્વીપો કાંપશે; હા, સમુદ્રમાંના દ્વીપો તારો વિનાશ જોઈને ભયભીત થશે.


તારા સુકાનીઓની બૂમોના અવાજથી દરિયાકિનારો ધ્રૂજશે.


જ્યારે મેં તેને કબરમાં ઊતરી જનારાઓની સાથે શેઓલમાં ફેંકી દીધો ત્યારે તેના ધબકારાથી મેં પ્રજાઓને ધ્રુજાવી દીધી. અને સર્વ પાણી પીનારાં એદનનાં તથા લબાનોનનાં રળિયામણાં તથા શ્રેષ્ઠ વૃક્ષો અધોલોકમાં દિલાસો પામ્યાં.


હા, હું એવું કરીશ કે ઘણી પ્રજાઓ તને જોઈને વિસ્મય પામશે, ને હું મારી તરવાર તેમની આગળ આમતેમ ફેરવીશ ત્યારે તેમના રાજાઓ તારે માટે બહુ ભયભીત થશે, અને તારી પાયમાલીને દિવસે તેઓ સર્વ પોતપોતાના જીવને માટે પળે પળે કાંપશે.


Lean sinn:

Sanasan


Sanasan