Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 50:42 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

42 તેઓ ધનુષ્ય તથા ભાલા ધારણ કરનારા છે. તેઓ ક્રૂર છે, ને દયા રાખતા નથી. તેઓ સમુદ્રની જેમ ગર્જના કરે છે, તેઓ ઘોડાઓ પર સવારી કરે છે; જેમ શૂરવીર લડાઈને માટે [તૈયારી કરે છે] તેમ, રે બાબિલની દીકરી, તેઓ તારી વિરુદ્ધ સજ્જડ થયેલા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

42 તેમણે પોતાનાં ધનુષ્ય અને તલવાર ધારણ કર્યા છે. તેઓ ક્રૂર તથા ઘાતકી છે. તેઓ ગરજતા સમુદ્રની જેમ ઘોડાઓ પર સવાર થઈને ધસી આવે છે. હે બેબિલોનના લોકો, તેઓ તમારી વિરુદ્ધ લડાઈ માટે સજ્જ થયેલા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

42 લોકોએ ધનુષ્ય અને તલવાર ધારણ કરી છે; તેઓ ક્રૂર અને ઘાતકી છે. ઘોડે ચઢીને સાગરની જેમ દરેક માણસ ગર્જના કરતા આવે છે, હે બાબિલ, તારી સામે યુદ્ધ માટે સજ્જ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

42 લોકોએ ધનુષ્ય અને તરવાર ધારણ કરી છે; તેઓ ક્રૂર અને ઘાતકી છે. ઘોડે ચઢીને સાગરની જેમ ગર્જના કરતા આવે છે. એકેએક માણસ, હે બાબિલ, તારી સામે યુદ્ધ માટે સજ્જ છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 50:42
23 Iomraidhean Croise  

વિદેશીઓએ તોફાન મચાવ્યું, અને રાજ્યો ડગમગી ગયાં; તેમણે ગર્જના કરી, એટલે પૃથ્વી પીગળી ગઈ.


તમે કરાર પર ધ્યાન રાખો; કેમ કે જગતના [અધર્મરૂપી] અંધકારવાળા ભાગો બળાત્કારથી ભરપૂર છે.


જે કોપમાં લોકોને નિરંતર મારતી, અને ક્રોધમાં નિરંકુશ સતાવણીથી પ્રજાઓ પર અમલ કરતી તેને યહોવાએ ભાંગી છે.


“હે બાબિલની કુંવારી દીકરી, તું નીચે આવીને ધૂળમાં બેસ! હે ખાલદીઓની દીકરી, રાજ્યાસન વગર ભોંય પર બેસ! કેમ કે હવે પછી તું સુકુમાર તથા કોમળ કહેવાશે નહિ.


હું પોતાના લોકો ઉપર કોપાયમાન થયો, મેં પોતાના વારસાને ભ્રષ્ટ કર્યો ને તેમને તારા હાથમાં સોંપ્યા; તેં તેમના પર દયા રાખી નહિ; તેં ઘરડા ઉપર તારી ઝૂંસરી અતિ ભારે કરી.


તેમનાં બાણ તીક્ષ્ણ કરેલાં છે, ને તેમનાં સર્વ ધનુષ્યો તાણેલાં છે. તેમના ઘોડાની ખરીઓ ચકમકના પથ્થર જેવી, અને તેમનાં પૈડાં વંટોળિયાના જેવાં છે.


ને દિવસે તેના પર તે સમુદ્રના ઘુઘવાટની જેમ ઘૂરકશે; અને જો કોઈ તે દેશને ધારીને જોશે, તો જ્યાં જુઓ ત્યાં અંધકાર તથા વિપત્તિ દેખાશે, ને આકાશમાં પ્રકાશને સ્થાને અંધકાર દેખાશે.


તારા સર્વ આશકો તને વીસરી ગયા છે, તેઓ તને શોધતા નથી; કેમ કે તારાં પાપો ઘણાં થવાને લીધે તારા અપરાધો વધી ગયા છે. માટે મેં શત્રુ કરે એવા ઘાથી, હા, નિર્દય માણસ કરે એવી શિક્ષાથી, તને ઘાયલ કરી છે.


તેના બળવાન ઘોડાઓના પગના ધબકારા, તેના રથોનો ઘસારો તથા તેમનાં પૈડાંઓનો ગડગડાટ સાંભળીને પિતાઓના હાંજા ગગડી જવાથી તેઓ પોતાનાં છોકરાંઓ તરફ પાછા ફરીને જોતા નથી;


હે સર્વ ધનુર્ધારીઓ, બાબિલની સામે ચોતરફ હારબંધ ઊભા રહો; તેને તાકીને બાણ મારો, તીર પાછાં ન રાખો. કેમ કે તેણે યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે.


કેમ કે, જુઓ, હું ઉત્તર દિશાથી મોટી પ્રજાઓના સમુદાયને ઉશ્કેરીને બાબિલ પર ચઢાવીશ; તેઓ તેની સામા હારબંધ ઊભા રહેશે. ત્યાંથી તેને લઈ લેવામાં આવશે; તેઓનાં તીર કુશળ અને બહાદુર [ધનુર્ધારીઓ] ના બાણ જેવાં થશે. કોઈ ખાલી પાછો આવશે નહિ.


દેશમાં ધ્વજા ઊભી કરો, વિદેશીઓમાં રણશિંગડું વગાડો, તેની સામે વિદેશીઓને સજ્જ કરો, તેની સામે અરારાટ, મિન્ની તથા આશ્કેનાઝનાં રાજ્યો બોલાવો; તેની સામે સેનાપતિ નીમો; ઘોડાને કરકરા તીડની જેમ ચઢાવી લાવો.


તેના ઘોડાઓનો હણહણાટ દાનથી સંભળાય છે! તેના સમર્થોના ખોંખારાના અવાજથી આખી ભૂમિ કંપે છે! તેઓએ આવીને ભૂમિ તથા તેનું સર્વસ્વ, નગર તથા તેના રહેવાસીઓને ખાઈ નાખ્યાં છે.’


એ માટે પ્રભુ યહોવા કહે છે કે, હે તૂર, જો, હું તારી વિરુદ્ધ છું, ને જેમ સમુદ્રના મોજાં ચઢી આવે છે તેમ હું ઘણી પ્રજાઓને તારા ઉપર ચઢાવી લઈશ.


પર્વતોનાં શિખરો પર ગગડતા રથોની જેમ, ખૂંપરા ભસ્મ કરતા અગ્નિના ભડકાની જેમ, તથા યુદ્ધવ્યૂહમાં ગોઠવાયેલા બળવાન લોકોની જેમ તેઓ કૂદકા મારે છે.


કેમ કે જેણે દયા નથી રાખી, તેનો ન્યાય દયા વગર થશે, ન્યાય પર દયા વિજય મેળવે છે.


કારણ કે તેઓએ તમારા સંતોનું તથા પ્રબોધકોનું લોહી વહેવડાવ્યું, અને તમે તેઓને લોહી પીવાને આપ્યું છે. તેઓ [એ માટે] લાયક છે.”


Lean sinn:

Sanasan


Sanasan