Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 50:36 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

36 લવરી કરનારાઓ પર તરવાર આવી પડી છે, તેઓ ઘેલા બની જશે; તેના શૂરવીરો પર તરવાર આવી છે, ને તેઓ ભયભીત થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

36 તેના સંદેશવાહકોને માથે તલવાર ઝઝૂમે છે; તેઓ લવારો કરે છે! તેના સૈનિકોને માથે તલવાર ઝઝૂમે છે; તેઓ આતંક પામે છે!

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

36 તેના જૂઠા યાજકોને માથે પણ તલવાર ઝઝૂમે છે, તેઓની અક્કલ બહેર મારી જશે. તેના યોદ્ધાઓને માથે પણ તલવાર ઝઝૂમે છે, તેથી તેઓ ભયભીત થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

36 તેના જૂઠા યાજકોને માથે પણ તરવાર ઝઝૂમે છે. તેમની અક્કલ બહેર મારી જશે. તેના યોદ્ધાઓને માથે પણ તરવાર ઝઝૂમે છે. તેમના હાથ હેઠા પડશે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 50:36
22 Iomraidhean Croise  

કોઈએ દાઉદને કહ્યું, “અહિથોફેલ આબ્શાલોમ સાથેના બંડખોર લોકોમાં છે.” દાઉદે કહ્યું, “હે યહોવા કૃપા કરીને અહિથોફેલની સલાહને તમે મૂર્ખતામાં ફેરવી નાખજો.”


આબ્શાલોમે તથા ઇઝરાયલના સર્વ માણસોએ કહ્યું, “હુશાય આર્કીની સલાહ અહિથોફેલની સલાહ કરતાં વિશેષ સારી છે.” કેમ કે યહોવા આબ્શાલોમ પર આપત્તિ લાવે એ માટે યહોવાએ અહિથોફેલની સારી સલાહ નિષ્ફળ કરવાનું નિર્માણ કર્યું હતું.


પ્રબોધક અમાસ્યા સાથે વાત કરતો હતો એટલામાં રજાએ તેને કહ્યું, “શું અમે તેને અમારો મંત્રી ઠરાવ્યો છે? બસ કર; તું શા માટે હાથે કરીને મોત માગે છે?” ત્યારે પ્રબોધકે અમાસ્યાને કહ્યું, “હું જાણું છું કે ઈશ્વરે તમારો નાશ કરવાનો નિશ્ચય કર્યો છે; કેમ કે તમે આ પ્રમાણે વર્ત્યા છો. ને મારી શિખામણ સાંભળતા નથી.” એમ બોલીને તે છાનો રહ્યો.


તમારો ઉદ્ધાર કરનાર, ઇઝરાયલનો પવિત્ર [ઈશ્વર] યહોવા એવું કહે છે, “તમારે માટે મેં [સૈન્યને] બાબિલ મોકલ્યું છે, અને હું સર્વને, એટલે તેઓનાં મોજ કરવાનાં વહાણોમાં ખાલદીઓને નાસી જનારની જેમ પાડી નાખીશ.


તે દંભીઓનાં ચિહ્નોને ખોટાં ઠરાવે છે, ને શકુન જોનારાઓને તે બેવકૂફ બનાવે છે; તે જ્ઞાનીઓને ઊંધા કરી નાખે છે, ને તેમની વિદ્યાને તે મૂર્ખાઈ ઠરાવે છે;


યહોવા કહે છે, હું તેનો ક્રોધ જાણું છું, તેમાં કંઈ વજન નથી. તેની બડાઈ નકામી છે.


જુઓ, તે ગરૂડની જેમ ઊડીને આવશે, ને બોસ્ત્રા સામે પોતાની પાંખો ફેલાવશે; અને તે દિવસે અદોમના શૂરવીરોનું હ્રદય પ્રસૂતિની વેદના ભોગવનારી સ્ત્રીના હ્રદય જેવું થશે.


તેથી તેના જુવાનો તેના મહોલ્લાઓમાં પડશે, ને તેના સર્વ લડવૈયા તે દિવસે નાશ પામશે, ” એવું યહોવા કહે છે.


અને હું તારા વડે ઘેટાંપાળક તથા તેના ટોળાનું ખંડન કરીશ; અને તારા વડે હું ખેડૂતનું તથા તેના [બળદની] જોડનું ખંડન કરીશ; તારા વડે હું અધિકારીઓ તથા નાયબ અધિકારીઓનું ખંડન કરીશ.”


બાબિલના શૂરવીરો લડવાનું બંધ કરે છે, તેઓ પોતાના કિલ્લાઓમાં ભરાઈ રહ્યા છે. તેઓનું સામર્થ્ય ખૂટી ગયું છે; તેઓ સ્ત્રીઓના જેવા થઈ ગયા છે; તેનાં ઘરબાર બળી ગયાં છે. તેની ભૂંગળો ભાંગી ગઈ છે.


એ પ્રમાણે એક સંદેશિયો બીજા સંદેશિયાને તથા એક હલકારો બીજા હલકારાને બાબિલના રાજાને ખબર આપવાને માટે દોડશે.


પણ નિનવે તો અસલથી જ પાણીના સરોવર જેવું છે; તો પણ તેઓ નાસી જાય છે; [તેઓ કહે છે,] “ઊભા રહો, ઊભા રહો;” કોઈ પાછું ફરીને જોતું નથી.


જો, તારામાં [રહેનાર] લોકો સ્‍ત્રીઓ [જેવા] છે. તારામાં [રહેનાર] લોકો સ્‍ત્રીઓ [જેવા] છે. તારા દેશના દરવાજા તારા શત્રુઓ આગળ છેક ખુલ્‍લા મૂકવામાં આવ્યા છે; અગ્નિએ તારી ભૂંગળોને ભસ્મ કરી છે.


ત્યારે જેઓ તને જોશે, તેઓ સર્વ તારી પાસેથી નાસી જશે, ને કહેશે, નિનવેને ઉજ્‍જડ કરી મૂકવામાં આવ્યું છે. તેને માટે કોણ વિલાપ કરશે? તારે માટે દિલાસો દેનારાઓને હું ક્યાંથી શોધી લાવું? ”


જૂઠું બોલનારા તથા જેઓનાં અંત:કરણ ડમાયેલાં છે એવા માણસોના દંભથી વિશ્વાસનો ત્યાગ કરશે.


તે અભિમાની તથા અજ્ઞાન છે, અને વાદવિવાદ તથા શબ્દવાદમાં મઝા માને છે. તેઓથી અદેખાઈ, વઢવાડ, નિંદા તથા ખોટા વહેમ [ઉત્પન્‍ન થાય છે] ,


શ્વાપદ પકડાયું, અને તેની સમક્ષ જે જૂઠા પ્રબોધકે ચમત્કારો દેખાડીને શ્વાપદની છાપ લેનારાઓને તથા તેની મૂર્તિ પૂજનારાઓને ભમાવ્યા હતા, તેને પણ તેની સાથે [પકડવામાં આવ્યો]. એ બન્‍નેને ગંધકથી બળનારી અગ્નિની ખાઈમાં જીવતાં જ નાખી દેવામાં આવ્યાં.


પણ બીકણો અવિશ્વાસીઓ, ભ્રષ્ટ થયેલા, ખૂનીઓ, વ્યભિચારીઓ, જાદુક્રિયા કરનારા, મૂર્તિપૂજકો તથા સર્વજૂઠાઓનો ભાગ અગ્નિ તથા ગંધકથી બળનારી ખાઈમાં છે! એ જ બીજું મરણ છે.”


કૂતરા, જાદુગરો, વ્યભિચારીઓ, ખૂનીઓ, મૂર્તિપૂજકો તથા જે સર્વ અસત્ય ચાહે છે અને આચરે છે, તેઓ બહાર છે.


Lean sinn:

Sanasan


Sanasan