Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 50:34 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

34 તેઓનો ઉદ્ધારનાર બળવાન છે; તેમનું નામ સૈન્યોના [ઈશ્વર] યહોવા છે. પૃથ્વી પર શાંતિ ફેલાવવાને, ને બાબિલના રહેવાસીઓને કંપાવવાને તે નિશ્ચય તેઓનો પક્ષ લેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

34 પણ તેમનો બચાવ કરનાર બળવાન છે; તેમનું નામ સેનાધિપતિ યાહવે છે. તે જાતે જ તેમનો પક્ષ લેશે અને પૃથ્વી પર શાંતિ સ્થાપશે. પણ બેબિલોનના રહેવાસીઓમાં તો અંધાધૂંધી ફેલાવાશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

34 પરંતુ તેઓનો ઉદ્ધારક બળવાન છે. તેમનું નામ સૈન્યોના યહોવાહ છે. પૃથ્વી પર શાંતિ ફેલાવવાને માટે અને બાબિલના રહેવાસીઓને કંપાવવાને તે નિશ્ચે તેઓનો પક્ષ રાખશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

34 પરંતુ તેઓનો ઉદ્ધારક મહાન છે. તેનું નામ ‘યહોવા સર્વસમર્થ’ છે. તે અસરકારક રીતે તેઓના મુકદમાની વકીલાત કરશે અને ઇસ્રાએલમાં અને જગતમાં શાંતિ લાવશે. પરંતુ બાબિલમાં અંધાધૂંધી પેદા કરશે.”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 50:34
32 Iomraidhean Croise  

તો તમે આકાશમાંથી, એટલે તમારા રહેઠાણમાંથી તેઓની પ્રાર્થના તથા તેઓની યાચના સાંભળીને તેઓનો પક્ષ લેજો; અને તમારા લોક જેઓએ તમારી વિરુદ્ધ પાપ કર્યું છે તેઓને ક્ષમા કરજો.


પણ હું જાણું છું કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે, આખરે તે પૃથ્વી પર ઊભો રહેશે.


હે યહોવા, મારી સાથે વાદ કરનારની સાથે તમે વાદ કરો; મારી સામે લડનારની સામે તમે લડો.


હે ઈશ્વર, મારો ન્યાય કરો, તથા અધર્મી પ્રજાની સાથે મારા પક્ષમાં વાદ કરો; કપટી તથા અન્યાયી માણસથી મને છોડાવો.


એ માટે ઇઝરાયલીઓને કહે, ‘હું યહોવા છું. ને મિસરીઓની વેઠ નીચેથી હું તમને કાઢીશ, ને હું તેમની ગુલામીમાંથી તમને મુક્ત કરીશ, ને લંબવેલા હાથ વડે તથા મહાન ન્યાયકૃત્યો વડે હું તમને છોડાવીશ.


કેમ કે યહોવા તેમનો પક્ષ કરીને લડશે, અને જેઓ તેમનું છીનવી લે છે તેઓના જીવ તે છીનવી લેશે.


કેમ કે તેઓનો ઉદ્ધાર કરનાર સમર્થ છે; તે તારી વિરુદ્ધ તેના પક્ષની હિમાયત કરશે.


હે કીડા સમાન યાકૂબ, હે ઇઝરાયલના માણસ, બીશો નહિ; યહોવા કહે છે કે, હું તને મદદ કરીશ, વળી હુમ તારો છોડાવનાર તે ઇઝરાયલનો પવિત્ર [ઈશ્વર] છું.


તમારો ઉદ્ધાર કરનાર, ઇઝરાયલનો પવિત્ર [ઈશ્વર] યહોવા એવું કહે છે, “તમારે માટે મેં [સૈન્યને] બાબિલ મોકલ્યું છે, અને હું સર્વને, એટલે તેઓનાં મોજ કરવાનાં વહાણોમાં ખાલદીઓને નાસી જનારની જેમ પાડી નાખીશ.


ઇઝરાયલનો રાજા, તેનો ઉદ્ધાર કરનાર, સૈન્યોના [ઈશ્વર] યહોવા એવું કહે છે, “હું આદિ છું, હું અંત છું; મારા વિના બીજો કોઈ ઈશ્વર નથી.


અમારો ઉદ્ધાર કરનાર, જેમનું નામ સૈન્યોના ઈશ્વર યહોવા છે, અને જે ઇઝરાયલના પવિત્ર [ઈશ્વર છે તે એવું કહે છે].


પરંતુ યહોવા એવું કહે છે કે, પરાક્રમીઓના બંદીવાન પણ હરી લેવાશે, ને ભયંકરની લૂંટ પડાવી લેવાશે. પણ તારી સાથે જેઓ લડે છે તેઓની સાથે હું લડીશ, ને હું તારાં છોકરાંઓને તારીશ.


તારા યહોવા તથા તારા ઈશ્વર, જે પોતાના લોકોને માટે વાદ કરનાર છે, તે એવું કહે છે, “જો લથડિયાં ખવડાવનારો પ્યાલો, ને મારા કોપનો કટોરો મેં તારા હાથમાંથી લઈ લીધો છે; તેમાંનું તું હવે પછી કદી પીનાર નથી.


કેમ કે તારા કર્તા તારા પતિ છે. તેમનું નામ સૈન્યોના [ઈશ્વર] યહોવા છે; તારો ઉદ્ધાર કરનાર ઇઝરાયલના પવિત્ર [ઈશ્વર] છે. તે આખી પૃથ્વીના ઈશ્વર કહેવાશે.


યાકૂબનો હિસ્સો તેમના જેવો નથી, કેમ કે તે સર્વના બનાવનાર છે; અને ઇઝરાયલ તેમના વારસાની કોમ છે: તેમનુમ નામ સૈન્યોના [ઈશ્વર] યહોવા છે.


વળી દુષ્ટોના હાથમાંથી હું તને છોડાવીશ, ને ભયંકરોના હાથમાંથી હું તને ઉગારીશ.”


તેઓના પુત્રો પણ અગાઉના જેવા થશે, ને મારી સમક્ષ તેઓની સભા સ્થાપિત થશે, ને જેઓ તેઓને ઉપદ્રવ કરે છે તે સર્વને હું જોઈ લઈશ.


કેમ કે યહોવાએ યાકૂબનો ઉદ્ધાર કર્યો છે, ને તેના કરતાં બળવાનના હાથમાંથી તેને છોડાવ્યો છે.


જે યહોવા દિવસે પ્રકાશ આપવા માટે સૂર્યની તથા રાત્રે પ્રકાશ આપવા માટે ચંદ્રની તથા તારાઓની ગતિના નિયમો ઠરાવે છે, જે સમુદ્રને એવો ખળભળાવે છે કે તેનાં મોજાંઓ ગર્જના કરે છે, જેમનું નામ સૈન્યોના [ઈશ્વર] યહોવા છે, તે આમ કહે છે:


તમે હજારો પર કૃપા કરો છો, ને પૂર્વજોના અન્યાયનું ફળ તેઓની પાછળ આવનાર તેઓના પુત્રોના ખોળામાં ભરી આપો છો. તમે મહાન તથા શક્તિમાન ઈશ્વર છો, તમારું નામ સૈન્યોના [ઈશ્વર] યહોવા છે.


જે રાજાનું નામ સૈન્યોના [ઈશ્વર] યહોવા છે, તે કહે છે, મોઆબ ઉજ્જડ થયો છે, તનાં નગરોમાં [શત્રુઓ] ઘૂસી ગયા છે, તેના શ્રેષ્ઠ જુવાનો કતલ થવા માટે જ ઊતરી ગયા છે.


યાકૂબનો હિસ્સો તેઓના જેવો નથી; કેમ કે તે સર્વનો બનાવનાર છે; અને ઇઝરાયલ તેમના વારસાના લોક છે; તેમનું નામ સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, યહોવા છે.


તે માટે યહોવા કહે છે, “જો, હું તારા પક્ષમાં બોલીશ, ને તારું વૈર લઈશ; અને હું તેના સમુદ્રને સૂકવી નાખીશ ને તેના ઝરાને નિર્જળ કરી નાખીશ.


હે પ્રભુ, તમે મારા જીવનો પક્ષ કરીને મારા તરફથી વિવાદ ચલાવ્યા છે; તમે મારા પ્રાણનો ઉદ્ધાર કર્યો છે.


યહોવા પોતાના સૈન્યને મોખરે મોટે અવાજે પોકારે છે. તેમની છાવણી બહું મોટી છે. જે તેમનું વચન અમલમાં લાવે છે તે સમર્થ છે. યહોવાનો દિવસ મોટો તથા મહા ભયંકર છે; કોણ તેને સહન કરી શકે?


હે સિયોનની પુત્રી, પ્રસૂતિથી પીડાતી સ્‍ત્રીની જેમ તું પીડા પામ તથા જન્મ આપવાને કષ્ટ સહન કર; કેમ કે હવે તું નગરમાંથી નીકળી જશે, ને સીમમાં રહેશે, ને બાબિલમાં પણ જશે. ત્યાં તને છોડાવવામાં આવશે. ત્યાં યહોવા તને તારા શત્રુઓના હાથમાંથી છોડાવશે.


તે તારા પક્ષની હિમાયત કરીને મને દાદ આપશે ત્યાં સુધી હું યહોવાનો રોષ સહન કરીશ, કેમ કે મેં તેમની વિરુદ્ધ પાપ કર્યું છે, તે મને બહાર અજવાળામાં લાવશે, [ને] હું તેમનું ન્યાયીપણું જોઈશ.


એ માટે એક જ દિવસમાં તેના પર અનર્થો, એટલે મરણ તથા રુદન તથા દુકાળ આવશે. અને તેને અગ્નિથી બાળી નાખવામાં આવશે, કેમ કે તેનો ન્યાય કરનાર પ્રભુ ઈશ્ચર સમર્થ છે.


Lean sinn:

Sanasan


Sanasan