Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 50:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 હે સર્વ ધનુર્ધારીઓ, બાબિલની સામે ચોતરફ હારબંધ ઊભા રહો; તેને તાકીને બાણ મારો, તીર પાછાં ન રાખો. કેમ કે તેણે યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 “હે ધનુર્ધારીઓ, બેબિલોનની આસપાસ વ્યૂહ ગોઠવો અને તેને ઘેરી લો. તમારાં બાણોનો મારો ચલાવો; જરાયે રોકાશો નહિ. કારણ, તેણે મારી એટલે પ્રભુની વિરુદ્ધ પાપ કર્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 બાબિલની આસપાસ હારબંધ ગોઠવાઈ જાઓ, સર્વ ધનુર્ધારીઓ તેને તાકીને બાણ મારો. તમારાં તીર પાછાં ન રાખો, કેમ કે તેણે યહોવાહ વિરુદ્ધ પાપ કર્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 “બાબિલની આસપાસ રહેનારી પ્રજાઓ બાબિલ સામે યુદ્ધ માટે ગોઠવાઇ જાઓ, તેને ઘેરી લો, ઓ બાણાવળીઓ! તીર વરસાવો, અચકાશો નહિ, કારણ, તેણે મારી વિરુદ્ધ અપરાધ કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 50:14
21 Iomraidhean Croise  

હવે યોઆબે જોયું કે, પોતાની આગળ તેમ જ પાછળ પણ વ્યૂહ રચાયેલો છે, ત્યારે તેણે ઇઝરાયલના સર્વ ચૂંટી કાઢેલા માણસોમાંથી ચૂંટી કાઢેલા સામે વ્યૂહમાં ગોઠવ્યા.


તમારી, હા, તમારી જ વિરુદ્ધ મેં પાપ કર્યું છે, અને જે તમારી દષ્ટિમાં ભૂંડું છે તે મેં કર્યું છે; તેથી જ્યારે તમે બોલો ત્યારે તમે ન્યાયી ઠરો, અને તમે ન્યાય કરો ત્યારે તમે નિર્દોષ ઠરો.


સાંભળો, ઘણા લોકોની ઠઠ હોય એવો પર્વતોમાં થતો હોકારો! સાંભળો, એકત્ર થએલા વિદેશીઓનાં રાજ્યોના હુલ્લડનો ઘોંઘાટ! સૈન્યોના [ઈશ્વર] યહોવા લડાઈને માટે વ્યૂહ રચે છે


તેમનાં બાણ તીક્ષ્ણ કરેલાં છે, ને તેમનાં સર્વ ધનુષ્યો તાણેલાં છે. તેમના ઘોડાની ખરીઓ ચકમકના પથ્થર જેવી, અને તેમનાં પૈડાં વંટોળિયાના જેવાં છે.


હે ઘોડાઓ, તમે દોડી આવો; અને, હે રથો, તમે ધૂમ મચાવો; અને શૂરવીરો આગળ આવે; ઢાલ ધરનારા હબશીઓ અને કુટીઓ તથા ધનુર્ધારરી લૂદીઓ બહાર આવે.


યહોવા તરફથી મને ખબર મળી છે, ને સર્વ રાજ્યોમાં દૂત મોકલવામાં આવ્યો છે. તે કહે છે, ‘તમે એકત્ર થઈને તેના પર ચઢી આવો, ને લડવા માટે ઊઠો.’


સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “જુઓ, હું તેઓના બળના મુખ્ય આધાર એલામના ધનુષ્યને ભાંગી નાખીશ.


રે મારા વારસાને લૂંટનારાઓ, તમે આનંદ તથા મોજ કરો છો, મલકાણે ચઢેલી વાછરડીની જેમ કુદકારા કરો છો, ને બળવાન ઘોડાઓની જેમ ખોંખારો છો.


બાબિલની સામે તીરંદાજોને, જેટલા ધનુષ્ય ખેંચી શકે તે તમામને બોલાવો. તેની આસપાસ ઘેરો નાખો. તેમાંનો કોઈ પણ બચી જાય નહિ; તેની કરણી પ્રમાણે તેને પ્રતિફળ આપો. જે સર્વ તેણે [બીજાઓને] કર્યું છે, તે પ્રમાણે તેને કરો; કેમ કે યહોવાની આગળ, ઇઝરાયલના પવિત્ર [ઈશ્વર] ની આગળ, તે ઉદ્ધત થયો છે.


તેઓ ધનુષ્ય તથા ભાલા ધારણ કરનારા છે. તેઓ ક્રૂર છે, ને દયા રાખતા નથી. તેઓ સમુદ્રની જેમ ગર્જના કરે છે, તેઓ ઘોડાઓ પર સવારી કરે છે; જેમ શૂરવીર લડાઈને માટે [તૈયારી કરે છે] તેમ, રે બાબિલની દીકરી, તેઓ તારી વિરુદ્ધ સજ્જડ થયેલા છે.


જેઓ તેઓને મળ્યા, તેઓ સર્વ તેઓને ખાઈ ગયા છે. તેઓના શત્રુઓએ કહ્યું, ‘તેઓએ પોતાના ન્યાયાસ્પદ યહોવા, હા તેઓના પૂર્વજોની આશા યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે, તેથી અમે દોષપાત્ર ઠરીશું નહિ.


કેમ કે, જુઓ, હું ઉત્તર દિશાથી મોટી પ્રજાઓના સમુદાયને ઉશ્કેરીને બાબિલ પર ચઢાવીશ; તેઓ તેની સામા હારબંધ ઊભા રહેશે. ત્યાંથી તેને લઈ લેવામાં આવશે; તેઓનાં તીર કુશળ અને બહાદુર [ધનુર્ધારીઓ] ના બાણ જેવાં થશે. કોઈ ખાલી પાછો આવશે નહિ.


હું પરદેશીઓને બાબિલ પર મોકલીશ. તેઓ તેને ઊપણશે, ને તેનો દેશ ખાલી કરશે, કેમ કે વિપત્તિને દિવસે તેઓ તેને ચોતરફ ઘેરી લેશે.


દેશમાં ધ્વજા ઊભી કરો, વિદેશીઓમાં રણશિંગડું વગાડો, તેની સામે વિદેશીઓને સજ્જ કરો, તેની સામે અરારાટ, મિન્ની તથા આશ્કેનાઝનાં રાજ્યો બોલાવો; તેની સામે સેનાપતિ નીમો; ઘોડાને કરકરા તીડની જેમ ચઢાવી લાવો.


ધનુર્ધારી [તેની વિરુદ્ધ] પોતાનું ધનુષ્ય ખેંચે, ને બખતર પહેરીને ઊભો થાય; વળી તેના જુવાનો પર દયા ન કરો; તેના સર્વ સૈન્યનું સત્યાનાશ વાળો.


કેમ કે લબાનોન પર ગુજારેલો ગજબ તને ઢાંકી દેશે, ને પશુઓનો નાશ તને ભયભીત કરશે. માણસોના રક્તપાપને લીધે અને દેશ પર, નગર પર તથા તેના સર્વ રહેવાસીઓ પર ગુજારેલા ગજબને લીધે [એ પ્રમાણે થશે.]


તેં ઘણા દેશોના લોકોને લૂંટયા છે, તે માટે તે પ્રજાઓના બાકી રહેલા સર્વ તને લૂંટશે. માણસોના રક્તપાતને લીધે, અને દેશ પર, નગર પર તથા તેના સર્વ રહેવાસીઓ ઉપર ગુજારેલા ગજબને લીધે [એ પ્રમાણે થશે.]


તેના કપાળ પર એક નામ લખેલું હતું, એટલે “મર્મ, મહાન બાબિલોન, વેશ્યાની તથા પૃથ્વીનાં ધિક્કારપાત્ર કૃત્યોની માતા.”


અને દાઉદ સવારે વહેલો ઊઠ્યો, ને એક રખેવાળને પોતાનાં ઘેટાં સ્વાધીન કરીને યિશાઈએ તેને આપેલી આજ્ઞા પ્રમાણે [બધું] લઈને ગયો; અને રણભૂમિમાં જવા માટે ચાલી નીકળેલા સૈન્યે યુદ્ધનો લલકાર કર્યો તે સમયે તે ગાડાંની વાડ આગળ આવી પહોંચ્યો.


Lean sinn:

Sanasan


Sanasan