Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 50:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 બાબિલ તથા ખાલદીઓના દેશ વિષે જે વચન યહોવાએ યર્મિયા પ્રબોધકની મારફતે કહ્યું તે આ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 સંદેશવાહક યર્મિયા મારફતે બેબિલોન દેશ તથા તેના ખાલદી લોકો વિષે પ્રભુનો જે સંદેશ પ્રગટ કરાયો તે આ છે:

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 બાબિલ અને ખાલદીઓના દેશ વિષે યહોવાહે જે વચન યર્મિયા પ્રબોધક મારફતે કહ્યું તે આ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 યહોવાએ યર્મિયા પ્રબોધક મારફતે બાબિલ અને ખાલદીઓ વિરુદ્ધ આ સંદેશો મોકલાવ્યો,

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 50:1
22 Iomraidhean Croise  

અને તેના રાજ્યનો આરંભ શિનઆર દેશનાં બાબિલ તથા એરેખ તથા આક્કાદ તથા કલ્નેહ હતાં.


અને તેરા પોતાના દિકરાનો દીકરો લોત, જે હારાનનો દીકરો તેને, તથા પોતાના દિકરા ઇબ્રામની પત્ની સારાયને લઈને તેઓ સુદ્ધાં કાસ્દીઓના ઉરમાંથી, કનાન દેશમાં જવાને નીકળ્યો; અને તેઓ હારાનમાં આવીને ત્યાં રહ્યાં.


એ માટે તેનું નામ બાબિલ [એટલે ગૂંચવણ] પડ્યું; કેમ કે યહોવાએ ત્યાં આખી પૃથ્વીની ભાષામાં ગૂંચવણ કરી નાખી. અને યહોવએ તેઓને ત્યાંથી આખી પૃથ્વી પર વિખેરી નાખ્યા.


“યહોવાનો આત્મા મારી મારફતે બોલ્યો, અને તેમનું વચન મારી જીભ પર હતું.


આશૂરના રાજાએ બાબિલમાંથી, કુંથામાંથી, આવ્વામાંથી, હમાથમાંથી તથા સફાર્વાઈમમાંથી માણસો લાવીને તેમને ઇઝરાયલી લોકોને બદલે સમરુનનાં નગરોમાં વસાવ્યા. તેઓ સમરુનને પોતાનું વતન કરી લઈને તેનાં નગરોમાં રહ્યા.


તે હજી તો કહેતો હતો, એટલામાં બીજાએ આવીને કહ્યું, “કાસ્દીઓની ત્રણ ટોળીઓ ઊંટો પર હુમલો કરીને તેઓને લઈ ગયા છે, વળી ચાકરોને તરવારથી મારી નાખ્યા છે. અને ફકત હું એકલો જ તમને ખબર આપવાને બચી ગયો છું.”


તે દિવસે તું બાબિલના રાજાને મહેણાં મારીને કહેશે કે, જુલમી કેવો શાંત પડયો છે! તેનો ઉગ્ર ક્રોધ કેવો શાંત થયો છે!


જુઓ, ખાલદીઓનો દેશ; તે પ્રજા નહોતી; આશૂરે તેને અરણ્યવાસીઓને માટે વસાવ્યો; તેઓએ તેના બુરજો ઊભા કર્યા, તેઓએ એના મહેલોને જમીનદોસ્ત કર્યા, તેણે તે ને ઉજજડ કરી નાખ્યો.


અને સિત્તેર વર્ષ પૂરાં થયા પછી હુમ બાબિલના રાજાને, તેની પ્રજાને, તથા ખાલદીઓના દેશને, તેઓના અન્યાયને લીધે જોઈ લઈશ, એવું યહોવા કહે છે; તે [દેશ] સદાકાળ ઉજ્જડ રહેશે.


તેના દેશને માટે નિર્માણ થયેલો સમય આવે, ત્યાં સુધી સર્વ પ્રજાઓ તેની, તેના પુત્રની તથા તેના પૌત્રની સેવા કરશે; [પરંતુ] ત્યારપછી ઘણી પ્રજાઓ તથા મોટા રાજાઓ તેની પાસે સેવા કરાવશે.


યહૂદિયાના રાજા યહોયાકીમની કારકિર્દીને ત્રીજે વર્ષે બાબિલના રાજા નબૂખાદનેસ્સારે યરુશાલેમ આવીને તેને ઘેરો નાખ્યો.


ત્યારે ખાલ્દી દેશમાંથી નીકળીને તે હારાનમાં જઈ રહ્યો, અને ત્યાંથી તેનો પિતા મરણ પામ્યો ત્યાર પછી એ દેશ જેમાં તમે હમણાં રહો છો, તેમાં ઈશ્વરે તેને લાવીને વસાવ્યો.


કેમ કે ભવિષ્યવચન માણસની ઇચ્છા પ્રમાણે કદી આવ્યું નથી; પણ પવિત્ર આત્માની પ્રેરણાથી માણસો ઈશ્વરનાં વચન બોલ્યા.


ત્યાર પછી તેની પાછળ બીજો એક દૂત આવીને બોલ્યો, “પડયું રે, મોટું બાબિલોન શહેર પડયું કે, જેણે પોતાના વ્યભિચાર [ને લીધે રેડાયેલો] કોપરૂપી દ્રાક્ષારસ સર્વ દેશો [ના લોકો] ને પીવડાવ્યા છે.”


Lean sinn:

Sanasan


Sanasan