Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 5:26 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 કેમ કે મારા લોકોમાં દુષ્ટો દેખાય છે; જેમ પારધીઓ ગુપ્ત રહીને તાકે છે તેમ તેઓ તાકીને જુએ છે. તેઓ મનુષ્યને પકડવાને માટે છટકું માંડે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

26 મારા લોકો મધ્યે દુષ્ટો વસે છે. પક્ષીઓ પકડનાર શિકારીની માફક તેઓ જાળ ફેલાવે છે પણ આ લોકો તો માણસોને પકડવા ટાંપી રહે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 મારા લોકોમાં દુષ્ટ માણસો છે અને શિકારીઓ જેમ ગુપ્ત રહીને શિકાર કરવાનો લાગ શોધે છે, તેમ તેઓ મનુષ્યને પકડવા માટે ફાંદો તૈયાર કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 મારા લોકોમાં દુષ્ટ માણસો છે, અને પારધીઓ જેમ ગુપ્ત રહીને શિકાર કરવાનો લાગ શોધે છે, તેમ તેઓ મનુષ્યને પકડવા માટે ફાંદો માંડે છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 5:26
16 Iomraidhean Croise  

તેઓ પોતાની દુષ્ટ ધારણા દઢ કરે છે. તેઓ ગુપ્ત પાશ નાખવાને મસલત કરે છે; તેઓ કહે છે કે અમને કોણ જોશે?


જો તેઓ તને કહે ‘અમારી સાથે ચાલ, આપણે ખૂન કરવા માટે લાગ તાકીને સંતાઈ રહીએ; આપણે નિર્દોષને વિનાકારણ [રંજાડવાને] છુપાઈ રહીએ.


ધૂર્તનાં હથિયારો ભૂંડાં છે; તે, દરિદ્રી પોતાના વાજબી [હકનું] સમર્થન કરતો હોય, ત્યારે પણ, મિથ્યા વાતોથી ગરીબનો નાશ કરવા માટે દુષ્ટ યુક્તિઓ યોજે છે.


“તું તાણીને પોકાર, કંઈ પણ બાકી ન રાખ, રણશિંગડાની જેમ તારો અવાજ ઊંચો કર, અને મારા લોકોને તેમના અપરાધો, તથા યાકૂબનાં સંતાનોને તેમનાં પાપ, કહી સંભળાવ.


ઉપકારને બદલે અપકાર કરાય? કેમ કે તેઓએ મારા જીવને માટે ખાડો ખોદ્યો છે. તેઓના લાભમાં ભલું બોલવા માટે તેઓ પરથી તમારો કોપ ઉતારવા માટે હું તમારી આગળ ઊભો રહ્યો હતો એ વાતનું સ્મરણ કરો.


જ્યારે તમે તેઓ પર ઓચિંતું સૈન્ય લાવો, ત્યારે તેઓનાં ઘરોમાંથી રડારોળ સાંભળવામાં આવો; કેમ કે મને પકડવા માટે તેઓએ ખાડો ખોદ્યો છે, ને મારા પગને માટે તેઓએ ફાંસા નાખ્યા છે.


મારા લોક મૂર્ખ છે, તેઓ મને ઓળખતા નથી; તેઓ અક્કલહિન છોકરાં છે, તેઓને કંઈ બુદ્ધિ નથી. તેઓ ભૂંડું કરી જાણે છે, પણ ભલું કરી જાણતાં નથી.


તેઓની જીભ પ્રાણઘાતક તીર જેવી છે! તે કપટથી બોલે છે. મુખથી કોઈ પોતાના પડોશીની સાથે શાંતિથી વાત કરે છે, પણ મનમાં તેનો ઘાત કરવાની યોજના કરે છે.”


શું દુષ્ટતાથી [પ્રાપ્ત કરેલા] ખજાના તથા ધિક્કારપાત્ર ખોટાં માપ દુષ્ટના ઘરમાં હજીપણ છે?


ધાર્મિક માણસો પૃથ્વી પરથી નાશ પામ્યા છે, ને મનુષ્યોમાં કોઈ પ્રામાણિક રહ્યો નથી. તેઓ સર્વ રક્તપાત કરવાને ટાંપી રહે છે તેઓ જાળ નાખીને પોતાના ભાઈઓનો શિકાર કરે છે.


ઝબદીના દીકરા યાકૂબ તથા યોહાન, જેઓ સિમોનના ભાગિયા હતા, તેઓને પણ નવાઈ લાગી. ઈસુએ સિમોનને કહ્યું, “ગભરાઈશ નહિ, હવેથી તું માણસો પકડનાર થશે.”


Lean sinn:

Sanasan


Sanasan