Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 5:25 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 એ [કૃપાદાનો] તો તમારા અન્યાયોએ દૂર કર્યાં છે, ને તમારાં પાપોએ તમારું હિત રોકી રાખ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

25 તેથી તમારા અપરાધોએ કુદરતનો એ ક્રમ તોડી નાખ્યો છે અને તમારા પાપને લીધે તમે એ બધી આશિષોથી વંચિત રખાયા છો.’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 એ કૃપાદાનો તમારા પોતાના દુષ્કમોર્થી વિમુખ થયાં છે. અને તમારાં પોતાનાં પાપોએ તમારું હિત રોકી રાખ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 તમારા પોતાના દુષ્કર્મોથી વરસાદ તમારાથી વિમુખ થઇ ગયો. અને તમારાં પોતાના પાપે તમને કુદરતના આશીર્વાદથી વંચિત રાખ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 5:25
11 Iomraidhean Croise  

મૂર્ખો પોતાના પાપથી તથા પોતાની ભૂંડાઈથી સંકટમાં આવી પડે છે.


અને ત્યાંના રહેવાસીઓના પાપને લીધે ફળદ્રુપ દેશને સ્થાને ખારવાળી જમીન કરી નાખે છે.


પણ તમારા અપરાધો તમારી ને તમારા ઈશ્વરની વચમાં ભિન્નતા કરતા આવ્યા છે, અને તમારાં પાપોએ તેમનું મુખ તમારી તરફથી એવું ફેરવી નાખ્યું છે કે, તે સાંભળે નહિ.


સુકવણા વિષે યહોવાનું જે વચન યર્મિયાની પાસે આવ્યું તે:


[મારા લોકો પોકારે છે,] “હે યહોવા, જો કે અમારા અપરાધો અમારી વિરુદ્ધ સાક્ષી પૂરે છે, તોપણ તમારા નામની ખાતર કંઈક કરો; કેમ કે અમે વારંવાર પાછા હઠયા છીએ, તમારી વિરુદ્ધ અમે પાપ કર્યું છે.


તે માટે વરસાદ અટકાવવામાં આવ્યો છે, ને છેલ્લો વરસાદ પડયો નથી. પણ તને વેશ્યાનું કપાળ હતું, એટલે તેં તો છેક જ લાજ મૂકી દીધી!


તારી ચાલ તથા તારી કરણીઓને લીધે તારી એવી સ્થિતિ થઈ છે; આ તારી દુષ્ટતા છે; ખરેખર તે કડવી છે, તે તારા હ્રદયને વીંધે છે.


જીવતો માણસ શા માટે બડબડ કરે છે, પોતાનાં પાપની સજા થવાથી તે કેમ કચકચ કરે?


રે સિયોનની દિકરી, તારા અન્યાયની સજા [હવે] પૂરી થઈ છે. તે તને ફરીથી બંદિવાસમાં લઈ જશે નહિ. રે અદોમની દીકરી તે તારા અન્યાયનું શાસન આપશે. તે તારાં પાપ ઉઘાડાં કરશે.


Lean sinn:

Sanasan


Sanasan