Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 5:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 યહોવા કહે છે શું તમે મારાથી બીતા નથી? શું તમે મારી આગળ નહિ ધ્રૂજશો? મેં હંમેશને માટે સમુદ્રને માટે રેતીની મર્યાદા ઠરાવી છે કે, તે તેને ઓળંગી શકે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

22 હું પ્રભુ આ બોલું છું. શું તમે મારાથી નહિ ડરો? તમે મારી સમક્ષ નહિ ધ્રૂજો? મેં સમુદ્રને માટે રેતીના પટની હદ ઠરાવી છે. એ કાયમી હદને તે ઓળંગી શકે નહિ, જો કે તેનાં મોજાં ઉછળે તો પણ તે આગળ વધી શકે નહિ; ગર્જના કરે પણ હદ તોડી શકે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 યહોવાહ કહે છે, શું તમે મારાથી બીતા નથી? શું તમે મારી આગળ ધ્રૂજ્શો નહિ? મેં હંમેશને માટે સમુદ્રને રેતીની મર્યાદા ઠરાવી છે કે તે તેને ઓળંગી શકે નહિ, જો કે તેનાં મોજાં ઊછળે, તોપણ તેઓ તેને ઓળંગી શકે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 આ હું યહોવા બોલું છું “શું તમે મને જોઇને થથરી નહિ જાઓ? મેં સાગરને રેતીની પાળ બાંધી છે; એ પાળ કાયમી છે; સાગર એને ઓળંગી શકે નહિ, સાગર ગમે તેટલો તોફાને ચડે પણ કઇં કરી શકે નહિ. એનાં મોજાં ગમે તેટલી ગર્જના કરે પણ એને ઓળંગી નહિ શકે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 5:22
29 Iomraidhean Croise  

અને ઈશ્વરે કહ્યું, “આકાશ નીચેનાં પાણી એક જગામાં એકત્ર થાઓ, ને કોરી ભૂમિ દેખાઓ, ” અને તેવું થયું.


તેણે જઈને પેલાની લાશ માર્ગમાં પડેલી, ને લાશની પાસે ગધેડો તથા સિંહ ઊભેલા જોયા. સિંહે લાશ ખાધી નહોતી, ને ગધેડાને ફાડી નાખ્યો નહોતો.


તેમણે પાણીની સપાટીની હદ ઠરાવી છે, પ્રકાશ તથા અંધકારની સરહદો પણ નક્કી કરી છે.


તેથી માણસો તેમનો ડર રાખે છે; પોતાને જ્ઞાની માણારને તે ગણકારતા નથી.”


અથવા [કહે કે,] જાણે ગર્ભસ્થાનમાંથી નીકળ્યો હોય એમ સમુદ્ર ધસી આવ્યો, ત્યારે તેને બારણાથી બંધ કોણે કર્યો?


તેઓ ફરી પૃથ્વીને ઢાંકે નહિ તે માટે તમે તેઓની હદ બાંધી છે કે જેને તેઓ ઓળંગે નહિ.


તમારા ભયથી હું કાપું છું; અને હું તમારાં ન્યાયવચનથી ડરું છું. હાયિન


તે સમુદ્રનાં પાણીને મશકની માફક ભેગાં કરે છે; તેનાં ઊંડાણોને તે વખારોમાં ભરી રાખે છે.


જો તેનું પાણી ગર્જના કરે તથા વલોવાય, જો તેના ઊછળવાથી પર્વતો કાંપી ઊઠે, તોપણ આપણે બીએ નહિ.


યહોવા રાજ કરે છે; લોકો કાંપો; તે કરૂબીમ પર બિરાજે છે; પૃથ્વી ડગી જાઓ.


જ્યારે તેમણે સમુદ્રને હદ નીમી આપી કે, તે ફરમાવેલી [મર્યાદા] ઓળંગે નહિ; જ્યારે તેમણે પૃથ્વીના પાયા આંક્યા;


હું આવ્યો, તો કોઈ માણસ નહોતું; મેં પોકાર્યું, તો કોઈ ઉત્તર આપનાર નહોતો, એનું કારણ શું? શું, મારો હાથ એટલો ટૂંકો થઈ ગયો છે કે, તે તમને છોડાવી શકે નહિ? અને તમને બચાવવાને મારામાં કોઈ શક્તિ નથી? જુઓ, મારી ધમકીથી હું સમુદ્રને સૂકવી નાખું છું, નદીઓને રણ કરી નાખું છું; પાણીની અછતને લીધે તેઓમાંનાં માછલાં ગંધાઈ ઊઠે છે, ને તરસે મરી જાય છે.


જેમ અગ્નિ ઝાડીને સળગાવે છે, જેમ અગ્નિ પાણીને ઉકાળે છે; તેમ તમે તમારું નામ તમારા શત્રુઓને જણાવો કે, જેથી તમારી આગળ વિદેશીઓ ધ્રૂજે.


યહોવાનાં વચન [સાંભળીને] ધ્રૂજનારા, તમે પ્રભુની વાત સાંભળો:“તમારા ભાઈઓ કે જે જે તમારો દ્વેષ કરે છે, ને મારા નામને લીધે તમને કાઢી મૂકે છે, તેઓએ કહ્યું છે કે, ‘યહોવા પોતાનો મહિમા પ્રગટ કરે, જેથી અમે તમારો આનંદ જોઈએ.’ પણ તેઓ લજવાશે.


હે સર્વ પ્રજાઓના રાજા, તમારાથી કોણ નહિ બીએ? કેમ કે તે [રાજ્ય] તમારું છે! અને વળી વિદેશીઓના સર્વ જ્ઞાનીઓમાં, ને તેઓનાં સર્વ રાજ્યોમાં તમારા જેવો કોઈ નથી.


તારી પોતાની દુષ્ટતા તને શિક્ષા કરશે, તથા તારાં બંડખોરીનાં કામો તને ઠપકો આપશે; માટે તારે સમજી લેવું કે, તેં યહોવા તારા ઈશ્વરને છોડી દીધા છે ને તેને તેમનું ભય નથી; આ તો ભૂંડું તથા કડવું છે, ” એમ પ્રભુ, એટલે સૈન્યોનો [ઈશ્વર] યહોવા, કહે છે.


જે યહોવા દિવસે પ્રકાશ આપવા માટે સૂર્યની તથા રાત્રે પ્રકાશ આપવા માટે ચંદ્રની તથા તારાઓની ગતિના નિયમો ઠરાવે છે, જે સમુદ્રને એવો ખળભળાવે છે કે તેનાં મોજાંઓ ગર્જના કરે છે, જેમનું નામ સૈન્યોના [ઈશ્વર] યહોવા છે, તે આમ કહે છે:


હું એવો હુકમ કરું છું કે, મારા આખા રાજ્યમાં લોકોએ દાનિયેલના ઈશ્વરથી કાંપવું તથા બીવું; કેમ કે તે જ જીવતા તથા તથા અચળ ઈશ્વર છે. તેમનું રાજ્ય અવિનાશી છે, ને તેમની સત્તા છેક અનંતકાળ સુધી રહેશે.


“એ માટે, હે ઇઝરાયલ, હું તને એમ જ કરીશ. હું તને એમ જ કરીશ માટે, હે ઇઝરાયલ, તારા ઈશ્વરને મળવાને તૈયાર થા.”


જે આકાશમાં પોતાના ઓરડાઓ બાંધે છે, ને પૃથ્વી પર પોતાનો મુગટ સ્થાપે છે; જે સમુદ્રનાં પાણીને આજ્ઞા કરી બોલાવે છે, ને તેમને પૃથ્વીની સપાટી પર રેડી દે છે, તેમનું નામ યહોવા છે.


ત્યારે તે માણસોને યહોવાનો અતિશય ડર લાગ્યો. તેઓએ યહોવાને બલિદાન આપ્યું, ને માનતાઓ લીધી.


તે સમુદ્રને ધમકાવીને તેને સૂકો કરી નાખે છે, ને બધી નદીઓને સૂકવી નાખે છે. બાશાન ઝૂરે છે, ને કાર્મેલ તથા લબાનોનનું ફૂલ કરમાય છે.


અને શરીરને જેઓ મારી નાખે છે, પણ આત્માને મારી નાખી શકતા નથી, તેઓથી બીહો નહિ; પણ એના કરતાં આત્મા તથા શરીર એ બન્‍નેનો નાશ નરકમાં જે કરી શકે છે તેનાથી બીહો.


અને તેમણે ઊઠીને પવનને ધમકાવ્યો તથા સમુદ્રને કહ્યું, “છાનો રહે, શાંત થા.” અને પવન બંધ થયો, ને મહા શાંતિ થઈ.


પણ તમારે કોનાથી બીવું તે વિષે હું તમને ચેતવું છું. મારી નાખ્યા પછી નરકમાં નાખી દેવાનો જેને અધિકાર છે તેનાથી બીહો; હા હું તમને કહું છું કે, તેનાથી બીહો.


યહોવા તારા ઈશ્વર એ ગૌરવી તથા ભયજનક નામથી તું બીહે, માટે આ નિયમના જે સર્વ શબ્દો આ પુસ્તકમાં લખેલા છે, તે તું પાળીને અમલમાં નહિ મૂકે,


હે પ્રભુ, [તમારાથી] કોણ નહિ બીશે, અને તમારા નામની સ્તુતિ કોણ નહિ ગાશે? કેમ કે એકલા તમે પવિત્ર છો. હા, સર્વ પ્રજાઓ તમારી આગળ આવશે ને તમારી આરાધના કરશે. કેમ કે તમારાં ન્યાયી કૃત્યો પ્રગટ થયાં છે.”


Lean sinn:

Sanasan


Sanasan