Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 5:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 યહોવા કહે છે, “જુઓ, હે ઇઝરાયલના વંશ, હું તમારા પર દૂરથી એક પ્રજા લાવીશ. તે તો પરાક્રમી પ્રજા છે, તે પુરાતન પ્રજા છે, તેની ભાષા તું જાણતો નથી, ને તે જે બોલે છે તે તું સમજતો નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 હે ઇઝરાયલના લોકો, પ્રભુ કહે છે, “હું તમારા પર આક્રમણ કરવા દૂરથી એક રાષ્ટ્રને લાવું છું. તે પ્રાચીન અને બળવાન પ્રજા છે અને તેની ભાષા તમે જાણતા નથી અને તેના લોકોની બોલી તમે સમજી શક્તા નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 યહોવાહ કહે છે, જુઓ! હે ઇઝરાયલના લોકો, હું તમારી સામે દૂરથી એક પ્રજાને લાવીશ. તે તો પ્રાચીન અને બળવાન પ્રજા છે. અને તેની ભાષા તમે જાણતા નથી. અને તે જે બોલે છે તે તું સમજતો નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 યહોવા કહે છે, “હે ઇસ્રાએલના લોકો, હું તમારી સામે દૂરથી એક પ્રજાને લઇ આવું છું. એ પ્રાચીન અને બળવાન પ્રજા છે, અને તેની ભાષા તમે જાણતા નથી.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 5:15
27 Iomraidhean Croise  

ચાલો, આપણે ત્યાં ઊતરીએ, ને તેઓની ભાષા ઉલગાવી નાખીએ કે, તેઓ એકબીજાની બોલી ન સમજે.”


તે મિસર દેશની સામે નીકળ્યા ત્યારે તેમણે યૂસફમાં એ સાક્ષી ઠરાવી; હું ઓળખતો નહોતો એવાની વાણી મેં [ત્યાં] સાંભળી.


કેમ કે બોબડા હોઠોથી, ને અન્ય ભાષામાં તે આ લોકો સાથે વાત કરશે;


હું તારી આસપાસ ફરતી છાવણી રાખીશ, ને કિલ્લા બાંધી તને ઘેરો નાખીશ, ને તારી સામા મોરચા ઊભા કરીશ.


સૈન્યોના ઈશ્વર યહોવા ગર્જના, ધરતીકંપ, મોટા અવાજ, વંટોળિયા, આંધી તથા ભસ્મ કરનાર અગ્નિની જ્વાળા મારફતે તેની ખબર લેશે.


જે લોકોની બોલી કળી શકાય નહિ એવી બોબડી છે, તે ક્રૂર લોકોને તું ફરી જોશે નહિ.


ત્યારે યશાયા પ્રબોધકે હિઝકિયા રાજાની પાસે આવીને તેને પૂછયું, “એ માણસોએ તમને શું કહ્યું? તેઓ તમારી પાસે ક્યાંથી આવ્યા?” હિઝકિયાએ કહ્યું, “તેઓ દૂર દેશથી એટલે બાબિલથી મારી પાસે આવ્યા છે.”


તે દૂરથી વિદેશીઓની તરફ ધ્વજા ઊભી કરશે, અને તેઓને સીટી વગાડીને પૃથ્વીને છેડેથી બોલાવશે; અને જુઓ, તેઓ ઉતાવળે ઝટ આવશે.


કેમ કે ઇઝરાયલી લોકો તે સૈન્યોના [ઈશ્વર] યહોવાની દ્રાક્ષાવાડી છે, ને યહૂદિયાના લોકો તેના મનોરંજક રોપ જેવા છે. યહોવા ઇનસાફની આશા રાખતા હતા, પણ ત્યાં જુઓ, રક્તપાત છે; નેકીની [આશા રાખતા હતા] , પણ ત્યાં જુઓ, વિલાપ છે.


કેમ કે યહોવા કહે છે, જો, હું ઉત્તરનાં રાજ્યોમાંના સર્વ કુળોને બોલાવીશ; અને તેઓ આવશે, ને યરુશાલેમના દરવાજાઓની પાસે, તથા આસપાસ તેના સર્વ કોટોની સામે, તથા યહૂદિયાનાં સર્વ નગરોની સામે, તેઓ પોતપોતાનું આસન ઊભું કરશે.


ચોર પકડાય છે ત્યારે તે લજવાય છે, તેમ ઇઝરાયલના વંશને, એટલે તેઓના રાજાઓ, તેઓના સરદારો, તેઓના યાજકો, તથા તેઓના પ્રબોધકોને શરમ લાગે છે.


તેથી હું ઉત્તર તરફથી સર્વ જાતિઓને તેડી મંગાવીશ, તથા મારા દાસ, એટલે બાબિલના રાજા નબૂખાદનેસ્સારને પણ બોલાવીશ, ને તેઓને આ દેશ પર, તેના રહેવાસીઓ પર, તથા ચારે તરફના આ સર્વ દેશો પર લાવીશ. અને હું તેઓનો સંહાર કરીશ, ને તેઓ વિસ્મયજનક તથા ફિટકારપાત્ર થશે, ને તેઓ સદા ઉજ્જડ રહેશે, એવું હું કરીશ.


પ્રજાઓને કહી સંભળાવો; જુઓ, યરુશાલેમને ચેતવણી આપો કે, દૂર દેશથી ઘેટો ઘાલનારા આવે છે, તેઓ યહૂદિયાનાં નગરોની સામે ગર્જે છે.


કેમ કે ઇઝરાયલના વંશ તથા યહૂદાના વંશે મારો ઘણો વિશ્વાસઘાત કર્યો છે, ” એવું યહોવા કહે છે.


યહોવા આ પ્રમાણે કહે છે, “જુઓ, ઉત્તર દિશાથી લોકો આવે છે; અને પૃથ્વીના છેક છેડેથી એક મોટી પ્રજા ચઢી આવશે.


મિસરને, યહૂદિયાને, અદોમને, આમ્મોનીઓને, મોઆબીઓને તથા જેઓની દાઢી બાજુએથી મુંડેલી છે, જેઓ રાનમાં વસે છે, તે સર્વને જોઈ લઈશ! કેમ કે સર્વ વિદેશીઓ બેસુન્નત છે, ને ઇઝરાયલના વંશના સર્વ લોકો હ્રદયમાં બેસુન્નત છે.”


જે અપરાધ તમે કર્યા છે, તે સર્વ અપરાધોને તમારી પાસેથી ફેંકી દો; અને તમે નવું અંત:કરણ તથા નવો આત્મા મેળવો. હે ઇઝરાયલ લોકો, તમે શા માટે માર્યા જાઓ?


જે છોકરાઓમાં કંઈ ખોડખાંપણ ન હોય, પણ ઘણા ખૂબસૂરત, સર્વ બાબતમાં જ્ઞાનસંપન્‍ન, વિદ્યાપારંગત, વિજ્ઞાનમાં પ્રવીણ, ને રાજ્યમહેલમાં ઊભા રહી શકે એવા હોય. તારે તેમને ખાલદીઓની વિદ્યા તથા ભાષા શીખવવી.”


એ પછી હું રાતના સંદર્શનોમાં જોતો હતો, તો જુઓ, એક ચોથું જાનવર દેખાયું, તે ભયંકર, મજબૂત અને અતિશય બળવાન હતું.તેને લોઢાના મોટા દાંત હતા; તે ફાડી ખાતું તથા ભાંગીને ટુકડેટુકડા કરતું હતું ને બાકી રહેલાઓને પોતાના પગથી કચરી નાખતું હતું. તેની અગાઉના સર્વ પશુઓ કરતાં તે જૂદું હતું. તેને દશ શિંગડાં હતાં.


કેમ કે, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, “હે ઇઝરાયલના વંશજો, જુઓ, હું તમારી વિરુદ્ધ એક પ્રજા ઊભી કરીશ; અન તેઓ, હમાથના નાકાથી તે આરાબાની ખાડી સુધી, તમારા પર વિપત્તિ લાવશે.”


એ સાંભળીને મારા પેટમાં ધ્રાસકો પડયો, એ અવાજથી મારા હોઠ થથર્યા. મારાં હાડકાંમાં સડો લાગ્યો, ને મારી જગાએ હું કાંપ્યો. જેથી જ્યારે લોકો પર હુમલો કરવાને તેઓ જથાબંધ આવી પડે, ત્યારે હું એ સંકટસમયે પણ ધીરજ રાખું.


નિયમશાસ્‍ત્રમાં લખેલું છે, “અન્ય ભાષા બોલનારા માણસો વડે તથા અજાણી પ્રજાઓના હોઠો વડે હું આ લોકોની સાથે બોલીશ; એમ છતાં તેઓ મારું સાંભળશે નહિ, ” એમ પ્રભુ કહે છે.


જે દેશજાતિને તું ઓળખતો નથી તે તારી ભૂમિનું ફળ તથા તારી સર્વ મહેનતનું ફળ ખાઈ જશે. અને તું સર્વદા ફક્ત જુલમો વેઠ્યા કરશે તથા કચરી નંખાશે:


દૂરથી એટલે પૃથ્વીને છેડેથી, એક દેશજાતિ કે જેની ભાષા તું સમજશે નહિ તેને ઊડતા ગરુડની જેમ યહોવા તારી વિરુદ્ધ લાવશે.


Lean sinn:

Sanasan


Sanasan