Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 49:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 અદોમ વિષેની વાત. સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “તેમાનમાં શું હવે કંઈ બુદ્ધિ રહી નથી? શું વિવેકીઓ પાસેથી અક્કલ જતી રહી છે? તેઓનું જ્ઞાન શું જતું રહ્યું છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 અદોમ વિષે સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે: “શું તેમના પ્રદેશમાં કોઈની પાસે જ્ઞાન રહ્યું નથી? શું તેમનું જ્ઞાન અદશ્ય થયું છે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 અદોમના લોકો વિષે સૈન્યોના યહોવાહ કહે છે; “તેમાનમાં કશી બુદ્ધિ રહી નથી? શું તેમના સમજુ પુરુષો સમજણ ખોઈ બેઠા છે? તેઓનું ડહાપણ શું જતું રહ્યું છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 અદોમના લોકો વિષે યહોવા કહે છે, “તેમાનમાં કશી અક્કલ જ રહી નથી? તેમના સમજુ પુરુષો શમજણ ખોઇ બેઠા છે?

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 49:7
39 Iomraidhean Croise  

અને એસાવે વિનંતી કરીને યાકૂબને કહ્યું, “પેલા લાલ શાકમાંથી મને ખાવાને આપ, કેમ કે હું નિર્ગત થઈ ગયો છું;” માટે તેનું નામ “અદોમ કહેવાયું.


અને યાકૂબને તેના પિતાએ આશીર્વાદ આપ્યો હતો તે આશીર્વાદને કારણે એસાવે યાકૂબનો દ્વેષ કર્યો. અને એસાવે મનમાં કહ્યું, “મારા પિતાને માટે શોકના દિવસ પાસે છે; ત્યારે હું મારા ભાઈ યાકૂબને મારી નાંખીશ.”


અને યાકૂબે પોતાની આગળ સેઈર દેશ જે અદોમની ભૂમિ છે, ત્યાં તેના ભાઈ એસાવની પાસે સંદેશિયાઓને મોકલ્યા.


અને તેમાન, ઓમાર, સફો તથા ગાતામ તથા કનાઝ એ અલિફાઝના દિકરા હતા.


એસાવના દિકરાઓમાંના આ સરદાર હતા; એસાવના જ્યેષ્ઠ દિકરા અલિફાઝના દિકરા : તેમાન સરદાર, ઓમાર સરદાર, સફો સરદાર, કનાઝ સરદાર,


અને યોબાબ મરી ગયો, ને તેને ઠેકાણે તેમાન દેશના હુશામે રાજ્ય કર્યું.


અને એસાવ સેઈર પહાડ પર રહ્યો. એસાવ તે જ અદોમ છે.


કનાઝ સરદાર, તેમાન સરદાર, મિબ્સાર સરદાર;


આ સર્વ વિપત્તિ અયૂબ ઉપર આવી પડી હતી, તે વિષે તેના ત્રણ મિત્રોએ સાંભળ્યું, ત્યારે અલિફાઝ તેમાની, બિલ્દાદ શૂહી તથા સોફાર નામાથી પોતપોતાને ઘેરથી આવ્યા; તેઓ તેના દુ:ખમાં ભાગ લેવાને તથા તેને દિલાસો આપવાને વિચારણા કરીને તેની પાસે આવ્યા હતા.


ત્યારે અલિફાઝ તેમાનીએ ઉત્તર આપ્યો,


હે યહોવા, જે દિવસે અદોમપુત્રો કહેતા હતા, “યરુશાલેમને જડમૂળથી ઉખેડી નાખો” તે દિવસને તમે યાદ રાખો.


દૂમા વિષે ઈશ્વરવાણી:સેઈરમાં કોઈ મારા તરફ પોકારે છે, “રે ચોકીદાર, રાત કેટલી ગઈ? રે ચોકીદાર, રાત કેટલી ગઈ?”


તે માટે હું આ લોકમાં અદભુત કામ, હા આદભુત તથા અજાયબ કામ ફરીથી કરવાનો છું; તેમના જ્ઞાનીઓનું જ્ઞાન નષ્ટ થશે, અને તેમના બુદ્ધિમાનોની બુદ્ધિ લોપ થઈ જશે.”


[યહોવા કહે છે,] “જે વારસો મેં મારા લોકોને, એટલે ઇઝરાયલને, આપ્યો છે, તેને જે મારા દુષ્ટ પડોશીઓ અડકે છે, તેઓ સર્વને જુઓ, હું તેઓની ભૂમિમાંથી ઉખેડી નાખીશ, ને તેઓની વચ્ચેથી યહૂદાના વંશજોને ઉખેડી નાખીશ.


ત્યારે તેઓએ કહ્યું, “ચાલો, યર્મિયાનો ઘાટ ઘડીએ; કેમ કે યાજકની પાસે નિયમશાસ્ત્ર, જ્ઞાનીની પાસે સલાહ, તથા પ્રબોધકની પાસે [પ્રબોધનું] વચન ખૂટવાનું નથી. ચાલો, તેની સામે આરોપ યોજી કાઢીએ, ને તેનાં કોઈ પણ વચનો પર ધ્યાન આપીએ નહિ.”


અદોમ, મોઆબ તથા આમ્મોનીઓ;


દદાન, તેમા, બૂઝ તથા જેઓની દાઢી બાજૂએથી મૂંડેલી છે તે સર્વ લોકો [ના રાજાઓ] ;


તેથી હું ઉત્તર તરફથી સર્વ જાતિઓને તેડી મંગાવીશ, તથા મારા દાસ, એટલે બાબિલના રાજા નબૂખાદનેસ્સારને પણ બોલાવીશ, ને તેઓને આ દેશ પર, તેના રહેવાસીઓ પર, તથા ચારે તરફના આ સર્વ દેશો પર લાવીશ. અને હું તેઓનો સંહાર કરીશ, ને તેઓ વિસ્મયજનક તથા ફિટકારપાત્ર થશે, ને તેઓ સદા ઉજ્જડ રહેશે, એવું હું કરીશ.


તે માટે યહોવાનો જે સંકલ્પ તેણે અદોમની વિરુદ્ધ કર્યો છે, ને તેણે જે ઈરાદા તેમાનના રહેવાસીઓની વિરુદ્ધ કર્યા છે, તે સાંભળો; ટોળામાંનાં જે સહુથી નાનાં તેઓને તેઓ નક્કી ઘસડી લઈ જશે, તે તેઓની સાથે તેઓનું રહેઠાણ ખચીત ઉજ્જડ કરી નાખશે.


જ્ઞાનીઓ લજ્જિત થયા છે. તેઓ ભયભીત થયા છે, તથા પકડાઈ ગયા છે. જુઓ, યહોવાના વચનનો તેઓએ ઇનકાર કર્યો છે; તો તેઓમાં કેવા પ્રકારનું જ્ઞાન છે?


અરે અદોમની દિકરી, ઉસ દેશમાં રહેનારી, તું હર્ષ તથા આનંદ કર. તારી પાસે પણ પ્યાલો આવશે! તું ચકચૂર થઈને પોતાને નગ્ન કરીશ.


ત્યાં અદોમ, તેના રાજાઓ તથા તેના સર્વ સરદારો છે, જેઓ એટલા બધા પરાક્રમી છતાં તરવારથી કતલ થયેલાઓની સાથે પડ્યા છે, તેઓ બેસુન્નતો સાથે તથા કબરમાં ઊતરનારાઓની સાથે પડી રહેશે.


તે રળિયામણા દેશમાં પણ પ્રવેશ કરશે, ને ઘણા દેશો પાયમાલ થઈ જશે. પણ અદોમ, મોઆબ તથા આમ્મોનીઓનો ઘણોખરો ભાગ તેના હાથમાંથી બચી જશે.


યહૂદાના વંશજો ઉપર બલાત્કાર ગુજાર્યાને લીધે મિસર વેરાન થશે, ને અદોમ ઉજ્જડ અરણ્ય થશે. કેમ કે તેઓ પોતાના દેશમાં નિર્દોષ રક્ત વહેવડાવ્યું છે.


ઈશ્વર તેમાનથી [આવે છે] , પવિત્ર [ઈશ્વર] પારાન પર્વતથી આવે છે. (સેલાહ) તેમનો પ્રકાશ આકાશોમાં વ્યાપી રહે છે, ને પૃથ્વી તેમની સ્તુતિથી ભરપૂર થઈ છે.


તું કોઈ અદોમીનો તિરસ્કાર ન કર, કેમ કે તે તારો ભાઈ છે. તું કોઈ મિસરીનો તિરસ્કાર ન કર, કેમ કે તું તેના દેશમાં પ્રવાસી હતો.


Lean sinn:

Sanasan


Sanasan