Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 49:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 રે પિતૃદ્રોહી દીકરી, તું તારા દ્રવ્ય પર ભરોસો રાખીને કહે છે, ‘મારી સામે કોણ આવશે?’ રે, તું ખીણો વિષે, તારી રસાળ ખીણ વિષે, અભિમાન કેમ કરે છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 હે બેવફા લોકો, તમારી ઓસરી જતી શક્તિ વિષે બડાઈ કેમ કરો છો; અને તમારા બળ પર ભરોસો રાખીને કોઈ તમારા પર આક્રમણ કરવાની હિંમત કરશે નહિ એવું કેમ કહો છો?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તમારા બળનું તમને શા માટે અભિમાન છે? હે અવિશ્વાસી દીકરી તારું બળ નાશ પામશે, તું દ્રવ્ય પર ભરોસો રાખીને કહે છે કે, મારી સામો કોણ આવશે?’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 તમારી ખીણોનું તમને અભિમાન છે, પરંતુ ટૂંક સમયમાં જ તે નાશ પામશે. હે આમ્મોનના બંડખોર લોકો તમારા ભંડાર પર આધાર રાખી કહો છો કે, કોણ અમારા પર હુમલો કરી શકે એમ છે?”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 49:4
18 Iomraidhean Croise  

જેઓ પોતાના ધન પર ભરોસો રાખે છે, અને પોતાના પુષ્કળ દ્રવ્યનું અભિમાન કરે છે,


“જે પુરુષે ઈશ્વરને પોતાનો આશ્રય ન કર્યો, પણ પોતાના ઘણા ધન પર ભરોસો રાખીને પોતાનાં દુષ્કર્મોને વળગી રહ્યો તે તે આ રહ્યો.”


જુલમ પર ભરોસો રાખો નહિ, અને લૂંટમાં અભિમાન કરો નહિ; જો ધન વધે, તો તે પર મન લગાડો નહિ.


દ્રવ્યવાન માણસનું ધન એ તેનું કિલ્‍લેબંધીવાળું નગર છે; પણ દરિદ્રતા દરિદ્રીનો નાશ કરે છે.


યહોવા કહે છે, હે ખીણમાં રહેનારી, હે મેદાનમાંના ખડકમાં રહેનારી, તમે જે કહો છો, ‘અમારા પર કોણ ચઢી આવશે? અથવા અમારા ઘરોમાં આવવા [ની હિમ્મત] કોણ કરશે?’ જુઓ, હું તો તમારી વિરુદ્ધ છું.


વળી યહોવા કહે છે, “હે મારો ત્યાગ કરનાર પુત્રો, ફરો; કેમ કે હું તમારો માલિક છું; અને દરેક નગરમાંથી તમારામાંના એકકને, તથા [દરેક] કુળમાંથી બબ્બેને ચૂંટીને તમને સિયોનમાં પાછા લાવીશ;


હે હઠી જનારી દીકરી, તું ક્યાં સુધી અહીંતહીં રઝળતી ફરીશ? કેમ કે યહોવાએ પૃથ્વીમાં નવી વાત ઉત્પન્ન કરી છે, સ્ત્રી પુરુષને ઘેરી લેશે.”


તેં તારાં કામો પર તથા તારા દ્રવ્ય પર વિશ્વાસ રાખ્યો છે, માટે તને પણ પડકવામાં આવશે; વળી પોતાના યાજકો તથા સરદારો સહિત કમોશ બંદીવાસમાં જશે.


રે તું ખડકની ફાટોમાં વસનાર, ને પર્વતના શિખરને આશરે રહેનાર તારા ભયંકરપણા વિષે તારા મનના ગર્વે તને ભુલાવી છે! તું તારો માળો ગરૂડના જેટલો ઊંચો બાંધે, તોપણ હું ત્યાંથી તને નીચે પાડીશ, એવું યહોવા કહે છે.


પરંતુ તેઓએ સાંભળ્યું નહિ, ને કાન ધર્યો નહિ, પણ પોતાના સંકલ્પ પ્રમાણે તેઓ ચાલ્યા. તેઓ પાછળ હઠયા, પણ આગળ ગયા નહિ.


યહોવા કહે છે, “જ્ઞાની પોતાના જ્ઞાન વિષે અભિમાન ન કરે, તેમ જ બળવાન પોતાના બળ વિષે અભિમાન ન કરે. વળી ધનવાન પોતાના ધન વિષે અભિમાન ન કરે.


કેમ કે ઇઝરાયલે હઠીલી વાછરડીની જેમ હઠીલાઈ કરી છે; હવે યહોવા તેઓને વિશાળ બીડમાં હલવાનની માફક ચારશે?


આ સમયના ધનવાનોને તું આગ્રહપૂર્વક કહે કે, તેઓ અહંકાર ન કરે, અને દ્રવ્યની અસ્થિરતા પર નહિ, પણ જે ઈશ્વર આપણા ઉપભોગને માટે ઉદારતાથી સર્વ આપે છે તેમના પર આશા રાખે.


તેણે પોતે જેટલી કીર્તિ મેળવી અને જેટલો મોજશોખ કર્યો તેટલી વેદના તથા તેટલું રુદન તેને આપો; કેમ કે તે પોતાના મનમાં કહે છે, હું રાણી થઈને બેઠી છું. હું વિધવા નથી, અને હું રુદન કરનારી નથી.’


Lean sinn:

Sanasan


Sanasan