યર્મિયા 49:37 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)37 તેઓના શત્રુઓથી તથા જેઓ તેઓનો જીવ શોધે છે, તેઓથી હું એલામને ભયભીત કરીશ; અને હું વિપત્તિ, હા, મારો ભારે ક્રોધ તેમના પર લાવીશ, એવું યહોવા કહે છે. હું તેઓનો નાશ થતાં સુધી તેઓની પાછળ તરવાર મોકલીશ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.37 હું એલામના લોકોને તેમનો જીવ લેવા ઇચ્છનાર તેમના શત્રુઓથી ભયભીત કરી દઈશ. હું મારા ઉગ્ર ક્રોધમાં એલામના લોકો પર આફત લાવીશ અને તેમનો વિનાશ ન થાય ત્યાં સુધી યુદ્ધ તેમનો પીછો કરે એવું કરીશ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201937 તેઓના શત્રુઓથી તથા જેઓ તેઓનો જીવ લેવા શોધે છે. તેઓને હું એલામથી ભયભીત કરીશ. અને હું વિપત્તિ, હા, મારો ભારે ક્રોધ તેમના પર લાવીશ. એવું યહોવાહ કહે છે “હું તેઓનો નાશ થતાં સુધી તેઓના પર તલવાર મોકલીશ. Faic an caibideilપવિત્ર બાઈબલ37 યહોવા કહે છે કે, “એલામનો નાશ કરવા તાકતા એના દુશ્મનોથી એને હું ભયભીત બનાવી દઈશ. હું ભયંકર રોષે ભરાઇ તેમના પર આફત ઉતારીશ, તેઓ જડમૂળથી ઊખડી જાય ત્યાં સુધી હું તેમના પર યુદ્ધ મોકલ્યા કરીશ.” આ યહોવાના વચન છે. Faic an caibideil |