Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 49:36 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

36 આકાશની ચારે દિશાઓથી ચાર વાયુ એલામ પર મોકલીશ ને એ સર્વ વાયુઓની તરફ તેઓને વિખેરી નાખીશ, અને જ્યાં એલામથી નાઠેલા માણસો નહિ જાય એવો કોઈ દેશ હશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

36 હું એલામ વિરુદ્ધ ચારે દિશાએથી પવન મોકલીશ અને તેના લોકને આ પવનોથી ચોમેર વેરવિખેર કરી નાખીશ, એટલે સુધી કે કોઈ એવો દેશ નહિ હોય જ્યાં એલામનો નિરાશ્રિત ન હોય!

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

36 આકાશની ચારે દિશાઓથી ચાર વાયુ હું એલામ પર મોકલીશ. અને એ ચારે વાયુઓ તરફ હું તેઓને વિખેરી નાખીશ. અને જ્યાં એલામથી નાઠેલા માણસો નહિ જાય, એવો કોઈ દેશ હશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

36 અને એલામના લોકોને હું ચારે દિશામાં વિખેરી નાખીશ. તેઓ દેશનિકાલ થઇ વિશ્વના સર્વ દેશોમાં ફેલાઇ જશે.”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 49:36
18 Iomraidhean Croise  

યહોવા યરુશાલેમને બાંધે છે; ઇઝરાયલનાં વેરાઈ ગયેલાંને તે પાછાં એકઠાં કરે છે. q1


વિદેશીઓને માટે તે ધ્વજા ઊંચી કરશે, ને ઇઝરાયલના કાઢી મૂકેલાને એકત્ર કરશે, ને યહૂદિયાના વિખેરાઈ ગએલાને પૃથ્વીની ચારે દિશાથી ભેગા કરશે.


વળી તે દિવસે મોટું રણશિંગડું વગાડવામાં આવશે; અને આશૂર દેશમાં જેઓ ખોવાયેલા હતા તેઓ, તથા મિસરમાં જેઓ કાઢી મૂકવામાં આવ્યા હતા તેઓ આવશે; અને તેઓ યરુશાલેમમાં પવિત્ર પર્વત પર યહોવાનું ભજન કરશે.


પ્રભુ યહોવા જે ઇઝરાયલના વિખેરાઈ ગયેલાઓને ભેગા કરે છે તે એવું કહે છે, “તેના ભેગા થયેલા ઉપરાંત હું હજી તેની પાસે બીજાઓને લાવીને ભેગા કરીશ.


કેમ કે હું તને આરોગ્ય આપીશ, ને તારા ઘા રુઝાવીશ, એવું યહોવા કહે છે; કેમ કે તેઓએ તને ‘કાઢી મૂકેલી’ કહી છે. વળી, ‘આ સિયોન છે, તેના વિષે કોઈને ચિંતા નથી, ’ એમ તેઓએ કહ્યું છે.”


તેઓનાં ઊંટો તમે લૂંટશો, તેઓનાં ઘણાં ઢોર લઈ જશો; અને જેઓની દાઢીના ખૂણા કોતરેલા છે તેઓને હું સર્વ દિશાએ વિખેરી નાખીશ; અને ચોતરફથી તેઓ પર વિપત્તિ લાવીશ, એવું યહોવા કહે છે.


એ કારણથી તારા લોકોમાં પિતા પોતાના દીકરાને ખાશે, ને દીકરા પોતાના પિતાને ખાશે; અને હું તારા લોકોમાં ન્યાયશાસનનો અમલ કરીશ, ને તારા બાકી રહેલા સર્વને ચારે દિશાએ વિખેરી નાખીશ.”


તારો ત્રીજો ભાગ મરકીથી માર્યો જશે, ને તેઓ તારી મધ્યે દુકાળથી નાશ પામશે; અને ત્રીજો ભાગ તારી આસપાસ તરવારથી પડશે; અને ત્રીજા ભાગને હું ચારે દિશાઓમાં વિખેરી નાખીશ, ને તેમની પાછળ તરવાર ખેંચીશ.


જ્યારે તે ઊભો થશેત્યારે તેનું રાજ્ય ભાંગી પડશે, ને આકાશના ચાર વાયુ તરફ તેના વિભાગ પડી જશે; પણ તે [રાજ્ય] તેના સંતાનને [મળશે] નહિ, તેમ જ જે પદ્ધતિથી તે રાજ કરતો હતો તે રાજપદ્ધતિ પ્રમાણે [રાજ્ય] ચાલશે નહિ, કેમ કે તેનું રાજ્ય ઉખેડી નાખવામાં આવશે, ને તેઓ સિવાય બીજાઓને મળશે.


જે ભાંગી ગયું, તે એક પ્રજા દર્શાવે છે કે જેમાંથી ચાર રાજ્યો ઉત્પન્‍ન થશે, પણ તેઓ તેના જેટલાં બળવાન થશે નહિ.


ત્યારે તે બકરાએ અતિ ઘણું મહત્વ ધારણ કર્યું; પણ તે બળવાન થયો ત્યારે એનું મોટું શિંગડું ભાંગી ગયું; અને તેને બદલે આકાશના ચારે વાયુ તરફ ચાર વિલક્ષણ [શિંગડાં] તેને ફૂટ્યાં.


કેમ કે હું આજ્ઞા કરીશ, ને જેમ ચારણીમાં ચળાય છે તેમ હું ઇઝરાયલના વંશજોણે સર્વ પ્રજાઓમાં ચાળીશ, તોપણ તેમાંનો નાનામાં નાનો કણ પણ જમીન પર પડશે નહિ.


એટલે તે દૂતે મને ઉત્તર આપ્યો, “એ તો આકાશના ચાર વાયુ છે, જેઓ આખી પૃથ્વીના પ્રભુની હજૂરમાં હાજરી આપીને ચાલ્યા જાય છે.”


યહોવા તારા શત્રુઓની સામે તને માર ખવડાવશે. તું એક માર્ગે તેઓની સામે ધસી જઈશ. ને સાત માર્ગે તેઓની સામેથી નાસી જઈશ. અને પૃથ્વીનાં સર્વ રાજ્યોમાં તું અહીંથી તહીં નાસાનાસ કરશે.


અને યહોવા તને પૃથ્વીના છેડાથી તે પૃથ્વીના બીજા છેડા સુધી સર્વ લોકોમાં વિખેરી નાખશે. અને ત્યાં પથ્થર તથા લાકડાના અન્ય દેવો, કે જેઓને તું કે તારા પિતૃઓ જાણતા નથી. તેઓની સેવા તું કરશે.


ત્યાર પછી મેં ચાર દૂતને પૃથ્વીના ચાર ખૂણા પર ઊભા રહેલા જોયા. પૃથ્વી પર, સમુદ્ર પર અથવા કોઈ ઝાડ પર પવન ન વાય, તેટલા માટે તેઓએ પૃથ્વીના ચાર વાયુને અટકાવી રાખ્યા.


Lean sinn:

Sanasan


Sanasan