Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 49:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 હેશ્બોન, વિલાપ કર, કેમ કે આય ઉજ્જડ થયું છે. હે રાબ્બાની દીકરીઓ, બૂમ પાડો, ટાટ ઓઢો; અને રડતાં રડતાં વાડોની પાસે આમતેમ દોડો; કેમ કે મિલ્કોમ, તેના યાજકો તથા તેના સરદારો તમામ બંદીવાસમાં જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 હે હેશ્બોનના લોકો, વિલાપ કરો! કારણ, આય નગરનો નાશ કરવામાં આવ્યો છે. હે રાબ્બાની સ્ત્રીઓ, પોક મૂકીને રડો! શોક પ્રદર્શિત કરવા કંતાન ઓઢો, ગૂંચવાઈ જઈને આમતેમ દોડો; કારણ, તમારા દેવ મિલ્કોમને તેના યજ્ઞકારો અને અધિકારીઓ સહિત બંદી કરીને લઈ જવાશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 “હે હેશ્બોન, વિલાપ કર. આમ્મોનમાંનું આય નગર નાશ પામ્યું છે! રાબ્બાહની દીકરીઓ રુદન કરો, શોકનાં વસ્ત્રો પહેરો, રડતાં રડતાં વાડામાં આમતેમ દોડો, કેમ કે મિલ્કોમ, તેના યાજકો અને સરદારો સર્વ બંદીવાસમાં જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 “હે હેશ્બોન, વિલાપ કર. આમ્મોનમાંનું આયનગર નાશ પામ્યું છે! રાબ્બાહની સ્ત્રીઓ રૂદન કરો, શોકના વસ્ત્રો પહેરો, વાડામાં સંતાઇને રડો અને પ્રશ્ચાતાપ કરો. કારણ કે તમારા દેવ મિલ્કોમ, તેના યાજકો અને અમલદારોનો દેશનિકાલ કરવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 49:3
28 Iomraidhean Croise  

નવું વર્ષ બેસતાં જ્યારે રાજાઓ [યુદ્ધને માટે] નીકળે છે, તે વખતે એમ થયું કે દાઉદે યોઆબને તથા તેની સાથે તેના ચાકરોને તથા સર્વ ઇઝરાયલને મોકલ્યા. તેઓએ આમ્મોનપુત્રોનો નાશ કર્યો, ને રાબ્બા નગરને ઘેરી લીધું. પણ દાઉદ યરુશાલેમમાં રહ્યો.


કારણ કે તેઓએ મને ત્યાગીને સિદોનીઓની દેવી આશ્તોરેથને, તથા મોઆબના દેશ કમોથને તથા આમ્મોનપુત્રોના દેવ મિલ્કોમને પૂજ્યાં‌ છે, અને તેના પિતા દાઉદની જેમ મારી ર્દષ્ટિમાં જે ખરું હતું તે કરીને, તથા મારા વિધિઓ ને મારા હુકમો [પાળીને] મારા માર્ગોમાં તેઓ ચાલ્યા નથી.


કેમ કે સુલેમાન સિદોનીઓની દેવી આશ્તોરેથનો, તથા આમ્મોનીઓના ધિક્કારપાત્ર મિલ્કોમ [દેવ] નો ઉપાસક થયો.


જે ઉચ્ચસ્થાનો ઇઝરાયલના રાજા સુલેમાને સિદોનીઓની ધિક્કારપાત્ર [દેવી] આશ્તોરેથને માટે, મોઆબીઓના ધિક્કારપાત્ર કમોશને માટે, ને આમ્મોનપુત્રોના ધિક્કારપાત્ર મિલ્કોમને માટે યરુશાલેમની સામે વિનાશના પર્વતની જમણી બાજુએ બાંધેલાં હતાં, તેઓને રાજાએ આશુદ્ધ કર્યા.


બેથેલ ને આયના મનુષ્યો, બસો ત્રેવીસ.


વિલાપ કરો; કેમ કે યહોવાનો દિવસ પાસે છે; તે સર્વસમર્થ પાસેથી સંહારરૂપે આવશે.


હે નગરદ્વાર, વિલાપ કર; હે નગર, આક્રંદ કર; હે પલિસ્તી દેશ, પીગળી જા; કેમ કે ઉત્તર તરફથી ધુમાડો આવે છે, ને તેના સૈન્યમાં કોઈ પાછળ રહી જનાર નથી.


તે બાઈથ તથા દિબોનમાં, ઉચ્ચસ્થાનો પર રડવાને ચઢી ગયું છે; નબો તથા મેદબા પર મોઆબ વિલાપ કરે છે; તેઓ સર્વનાં માથાં બોડાવેલાં ને સર્વની દાઢી મૂંડેલી છે.


તે માટે મોઆબ મોઆબને માટે વિલાપ કરશે, તેમાંનો પરેક વિલાપ કરશે; ઘણો માર ખાઈને કીર-હરેસેથની સૂકી દ્રાક્ષાની બાટીઓને માટે તમે શોક કરશો.


તૂર વિષે ઈશ્વરવાણી:હે તાર્શીશનાં વહાણો, તમે વિલાપ કરો; કેમ કે તે પાયમાલ થયું છે, અને પ્રવેશ કરવાની ગોદી નથી; કિત્તીમ દેશથી આવતાં તેઓને એવી ખબર મળે છે.


[સમુદ્ર] ઓળંગીને તાર્શીશ જાઓ; હે બેટવાસીઓ, વિલાપ કરો.


તે કારણથી ટાટ પહેરો, વિલાપ તથા રુદન કરો; કેમ કે યહોવાનો ઉગ્ર કોપ આપણા પરથી ઊતર્યો નથી.


સૈન્યોના [ઈશ્વર] યહોવા, ઇઝરાયલના ઈશ્વર, કહે છે કે, જુઓ, હું નો [નગર] ના આમોનને, ફારુનને, મિસરને, તના દેવોને તથા તેના રાજાઓને, હા, ફારુનને તથા તેના પર ભરોસો રાખનારાઓને શિક્ષા કરીશ.


મોઆબનાં વખાણ ફરીથી કોઈ કરશે નહિ. તેઓએ હેશ્બોનમાં તેની પાયમાલી કરવાની યોજના કરી છે, ચાલો, ને તે એક પ્રજા તરીકે રહે નહિ એવી રીતે તેને નષ્ટ કરીએ. હે માદમેન, તારામાં પણ કોઈ અવાજ સંભળાશે નહિ! તરવાર તારી પાછળ પડશે.


મોઆબ લજ્જિત થયો છે; કેમ કે તેની પાયમાલી થઈ છે: રડો, આક્રંદ કરો; આર્નોનમાં ખબર આપો કે, ‘મોઆબ ઉજ્જડ થયો છે.’


કેમ કે દરેકનું માથું બોડેલું છે, ને દરેકની દાઢી મૂંડેલી છે. દરેકને હાથે ઘા થયો છે, તથા [દરેકની] કમરે ટાટ [વીંટાળેલું] છે.


તેં તારાં કામો પર તથા તારા દ્રવ્ય પર વિશ્વાસ રાખ્યો છે, માટે તને પણ પડકવામાં આવશે; વળી પોતાના યાજકો તથા સરદારો સહિત કમોશ બંદીવાસમાં જશે.


આમ્મોનીઓ વિષેની વાત. યહોવા કહે છે, “શું ઇઝરાયલને પુત્રો નથી? શું તેને કોઈ વારસ નથી? તો મિલ્કોમે ગાદના વારસાનો ભોગવટો કેમ કર્યો છે? તેના લોકો ત્યાંના નગરોમાં કેમ વસ્યા છે?


બાબિલ એકાએક પડીને પાયમાલ થયું છે; તેને લીધે વિલાપ કરો; તેના દુ:ખને માટે શેરીલોબાન લો, કદાચ તેને રૂઝ વળે.


રે મારા લોકની દીકરી, ટાટ પહેરીને રાખમાં આળોટ; જેમ કોઈ પોતાના એકના એક પુત્રને માટે શોક તથા ભારે આક્રંદ કરે તેમ તું કર; કેમ કે આપણા પર લૂંટારા એકાએક આવશે.


તેઓનો રાજા પોતાના સરદારો સાથે ગુલામગીરીમાં જશે.” એમ યહોવા કહે છે.


અને ઘરની આગાશી પર જઈને આકાશના સૈન્યની ભક્તિ કરનારાઓને; અને યહોવાની આગળ સોગંદ ખાનારા છતાં માલ્કામને [નામે] પણ સોગંદ ખાય છે તેવા ભક્તોને;


હવે ચાલો, શ્રીમંતો, તમારા પર પડનારાં સંકટોને લીધે તમે વિલાપ કરો અને રડો.


બેથ-આવેન પાસે, બેથેલની પૂર્વ તરફ આય છે, ત્યાં યહોશુઆએ યરીખોથી માણસોને મોકલીને ક્હ્યું, “તમે જઈને તે દેશની બાતમી કાઢી આવો.” અને તે માણસો જઈને આયની બાતમી કાઢી લાવ્યા.


અને યહોવાએ યહોશુઆએ કહ્યું, “બીશ નહિ, ને ગભરાઈશ નહિ; તારી સાથે સર્વ લડવૈયાઓને લે, ને તેના લોક, ને તેનું નગર, ને તેનો દેશ મેં તારા હાથમાં સ્વાધીન કર્યાં છે.


અને યહોશુઆએ આયને બાળી નાખીને તેનો સદાને માટે ઢગલો કરી દીધો, ને તે આજ સુધી ઉજ્જડ [રહ્યું] છે.


Lean sinn:

Sanasan


Sanasan