Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 49:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 યહોવા કહે છે, સદોમ, ગમોરા તથા તેમની પાસેનાં નગરોનો સંહાર થયો તેમ, તેમાં કોઈ વષે નહિ, ને તેમાં કોઈ માનવ વાસો કરશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 સદોમ, ગમોરા અને તેની આસપાસનાં નગરોનો વિનાશ થયો ત્યારે જે બન્યું તે જ પ્રમાણે અદોમનું પતન થશે ત્યારે ત્યાં કોઈ માણસ રહેશે નહિ કે વસવાટ કરશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 યહોવાહ કહે છે કે સદોમ અને ગમોરાનો તથા તેમની આસપાસના ગામોનો નાશ થયો તેમ, તેમાં કોઈ વસશે નહિ. ત્યાં કોઈ માણસ ફરી ઘર નહિ કરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 સદોમ અને ગમોરાનો તથા તેમની આસપાસના ગામોનો નાશ થયો હતો તેવું જ અદોમનું પણ થશે; પછી ત્યાં કોઇ રહેશે નહિ, ત્યાં કોઇ માણસ ફરી ઘર નહિ કરે.” આ યહોવાના વચન છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 49:18
16 Iomraidhean Croise  

તે દુષ્ટો પર ફાંદાનો વરસાદ વરસાવશે. અગ્નિ, ગંધક, અને ભયંકર લૂ, એ તેઓના પ્યાલાનો ભાગ થશે.


રાત ને દિવસ તે કદી હોલવાશે નહિ. તેનો ધુમાડો પેઢી દરપેઢી ઊંચે ચઢશે; તે સર્વકાળ ઉજજડ રહેશે; તેમાં થઈને કોઈ જશે નહિ.


વળી યરુશાલેમમાંના પ્રબોધકોમાં મેં અઘોર કામ જોયું છે; તેઓ વ્યભિચાર કરે છે, તથા અસત્ય માર્ગે ચાલે છે, ને દુષ્ટોના હાથને મજબૂત કરે છે, તેથી કોઈ પોતાની દુષ્ટતાથી પાછો ફરતો નથી. તેઓ સર્વ મારી નજરમાં સદોમના જેવા, અને તેના રહેવાસીઓ ગમોરાના સરખા, થઈ ગયા છે.


હાસોર સદાકાળ શિયાળોનું રહેઠાણ તથા ઉજ્જડ સ્થળ થશે. ત્યાં કોઈ વસશે નહિ, ને કોઈ માણસ તેમાં પ્રવાસ કરશે નહિ.”


યહોવા કહે છે, ઈશ્વરે સદોમ, ગમોરા તથા તેઓની પાસેનાં નગરોની પાયમાલી કરી ત્યારે જેવું થયું તેવું ત્યાં થશે. એટલે ત્યાં કોઈ માણસ વસશે નહિ, અને તેમાં કોઈ પણ માણસ મુકામ કરશે નહિ.


“ઈશ્વરે સદોમ તથા ગમોરાની પાયમાલી કરી, તેની જેમ મેં તમારામાંના [કેટલાક] ની પાયમાલી કરી છે, ને બળતામાંથી ખેંચી કાઢેલા ખોયણા જેવા તમે હતા. તોપણ તમે મારી પાસે પાછા આવ્યા નહિ, ” એમ યહોવા કહે છે.


એથી ઇઝરાયલના ઈશ્વર, સૈન્યોના યહોવા, કહે છે, “મારા જીવના સમ, નિશ્ચે મોઆબ સદોમની જેમ તથા આમ્મોનીઓ ગમોરાની જેમ ઝાંખરાંના તથા મીઠાના અગરના તથા સદાના ઉજ્જડપણાના કબજામાં રહેશે. મારા બાકી રહેલા લોકો તેમને લૂંટી લેશે, ને મારી પ્રજાના બચેલા માણસો તેમનો વારસો લેશે.


એમ જ યશાયાએ આગળ પણ કહ્યું હતું, “જો સૈન્યોના પ્રભુએ આપણે માટે બીજ રહેવા દીધું ન હોત, તો આપણે સદોમ તથા ગમોરાના જેવા થઈ ગયા હોત.”


અને તમારી પાછળ થનાર છોકરાંની આવતી પેઢી, તથા દૂર દેશથી આવનાર પરદેશી આ દેશની મરકીઓ તથા યહોવાએ તેને લાગુ પાડેલા રોગ જોશે.


વળી સદોમ તથા ગમોરા અને આદમા તથા સબોઇમ, જેઓનો સંહાર યહોવાએ પોતાના રોષથી તથા પોતાના કોપથી કર્યો, તેમના નાશની જેમ આખો દેશ ગંધક તથા ખારરૂપ તથા બળતો થયો છે કે, જેમાં કંઈ વવાતું નથી, વળી કંઈ નીપજતું નથી, તેમજ તેમાં કંઈ ઘાસ ઊગતું નથી [તે જ્યારે જોશે] ,


અને થનાર અધર્મીઓને ઉદાહરણ આપવા માટે સદોમ તથા ગમોરા શહેરોને બાળીને ભસ્મ કર્યાં, અને તેઓને પાયમાલ કરીને તેઓને શિક્ષા કરી.


તેમ જ સદોમ તથા ગમોરા અને તેઓની આસપાસનાં શહેરો, એ જ રીતે વ્યભિચારમાં અને અનુચિત દુરાચારમાં ગરક થઈને, નિરંતર અગ્નિદંડ સહન કરીને ચેતવણી માટે દાખલારૂપ પ્રસિદ્ધ થયાં છે.


Lean sinn:

Sanasan


Sanasan