Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 48:38 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

38 મોઆબનાં સર્વ ધાબાંઓ પર તથા તેના મહોલ્લાઓમાં બધે વિલાપ સંભળાય છે; કેમ કે અપ્રિય પાત્રની જેમ મેં મોઆબને ભાંગી નાખ્યો છે, એવું યહોવા કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

38 મોઆબની બધી અગાસીઓ પર અને શેરીઓના ચોકમાં માત્ર રુદન સંભળાય છે; કારણ, નકામા પાત્રની જેમ મેં મોઆબને ભાંગી નાખ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

38 મોઆબનાં સર્વ ધાબાંઓ પર અને શેરીઓમાં બધે વિલાપ સંભળાય છે, કેમ કે, મેં મોઆબને અપ્રિય પાત્રને પેઠે ભાંગી નાખ્યો છે.” એમ યહોવાહ કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

38 મોઆબને ઘેરઘેર અને ચોરેચૌટે પસ્તાવા સિવાય કશું નથી, કારણ, મેં મોઆબને જૂની અને નકામી બાટલીની જેમ તેના ચૂરેચૂરા કર્યા છે.” આ યહોવાના વચન છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 48:38
13 Iomraidhean Croise  

તું લોઢાના દંડથી તેઓને તોડી પાડશે. તું તેઓને કુંભારના વાસણની જેમ અફાળીને ટુકડેટુકડા કરશે.”


તેઓ પોતાની ગલીઓમાં ટાટ પહેરે છે; તેઓનાં ધાબાં પર તથા તેઓનાં બજારોમાં તેઓ સર્વ પોક મૂકીને ખૂબ રહે છે.


દર્શનની ખીણ વિશે ઈશ્વરવાણી:તને શું થયું છે વારુ કે તારાં, સઘળાં માણસો ધાબા પર ચઢી ગયાં છે?


કુંભારનું હાલ્લું તૂટી જાય છે તે પ્રમાણે તે તેને ભાંગી નાખશે, ને દયા રાખ્યા વગર તેના ચૂરેચૂરા એવી રીતે કરશે કે, એના કકડામાંથી ચૂલામાંથી આગ લેવા માટે, ને ટાકાંમાંથી પાણી કાઢવા માટે ઠીકરું સરખુંયે મળશે નહિ.”


જે માણસો તારી સાથે જાય છે, તેઓની નજર આગળ તે માટલી ભાંગી નાખ,


ને તેઓને કહે, ‘સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, ફરી સાંધી શકાય નહિ તેવી રીતે કુંભારનું વાસણ ફોડી નાખવામાં આવે છે, તેમ આ લોકોને તથા આ નગરને હું ભાંગી નાખીશ. અને દાટવાનું ઠેકાણું નહિ રહે એટલે સુધી તેઓ તોફેથમાં મુડદાં દાટશે.


આ માણસ, એટલે કોનિયા, તે તુચ્છ અને ફૂટેલું માટલું છે શું? તે અણગમતા પાત્ર જેવો હશે શું? તો તેને તથા વંશજોને શા માટે અજાણ્યા દેશમાં ફેંકી દેવામાં આવ્યા છે?


અરે પાળકો, વિલાપ કરો, તથા બૂમ પાડો; રે ટોળાંના સરદારો, તમે રાખમાં આળોટો; કેમ કે તમને કતલ કરવાના દિવસો ભરાઈ ગયા છે, હું તમારા કકડેકકડા કરી નાખીશ, ને સુંદર પાત્ર પડીને [ભાંગી જાય] તેમ તમે પડશો.”


ઇઝરાયલ ગરક થઈ ગયો છે. હાલમાં તેઓ વિદેશીઓમાં અળખામણા વાસણ જેવા છે.


હું તમને અંધારામાં જે કહું છું તે તમે અજવાળામાં કહો, ને તમે કાને જે સાંભળો છો તે ધાબાંઓ પરથી પ્રગટ કરો.


તે લોઢાના દંડથી તેઓ પર અધિકાર ચલાવશે, અને કુંભારના વાસણની જેમ તેઓના કકડેકકડા થઈ જશે. હું પણ મારા પિતા પાસેથી એમ જ અધિકાર પામ્યો છું.


Lean sinn:

Sanasan


Sanasan