Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 48:28 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 અરે મોઆબના રહેવાસીઓ, તમે નગરો છોડીને ખડક પર વસો; અને ખાડાના મોંની બાજુમાં માળો બાંધનાર કબૂતર જેવા થાઓ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

28 હે મોઆબમાં વસવાટ કરનારા, તમારાં નગરોમાંથી નીકળી જાઓ અને ખડકોની ગુફામાં જઈને વસો. કોતરની ધારે ઊંચાઈ પર માળો બાંધનાર કબૂતર જેવા બનો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 હે મોઆબના લોકો, તમારાં નગરો છોડી ખડકો પર વસો. અને ખાડાના મોંની બાજુમાં પોતાના માળા બાંધીને કબૂતરોના જેવા તમે થાઓ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

28 હે મોઆબના લોકો, તમારા નગરોમાંથી ભાગી જાઓ અને ઊંડી સાંકડી ખીણોમાં પોતાના માળા બાંધીને રહેતા કબૂતરોની માફક તમે ગુફાઓમાં રહો.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 48:28
10 Iomraidhean Croise  

અને તેણે બીજા સાત દિવસ રાહ જોઈ પછી તેણે કબૂતરને બહાર મોકલ્યું; અને તે તેની પાસે ફરી પાછું આવ્યું નહિ.


હે ખડકની ફાટોમાં, કઢણમાંના ગુપ્ત સ્થળમાં રહેનાર મારી હોલી, મને તારું વદન નિરખવા દે, મને તારો સૂર સંભળાવ; કેમ કે તારો સૂર કેવો મધુર છે, અને તારું વદન કેવું ખૂબસૂરત છે!


યહોવા પૃથ્વીને કંપાવવાને ઊઠશે ત્યારે માણસો તેમના ભયથી, તથા તેમના મહાત્મ્યના પ્રતાપથી ખડકોની ગુફાઓમાં તથા ભૂમિની ખોમાં સંતાઈ જશે.


મોઆબને પાંખો આપો કે તે ઊડી જાય, તેનાં નગરો ઉજ્જડ થશે, તેમાં કોઈ રહેશે નહિ.


રે તું ખડકની ફાટોમાં વસનાર, ને પર્વતના શિખરને આશરે રહેનાર તારા ભયંકરપણા વિષે તારા મનના ગર્વે તને ભુલાવી છે! તું તારો માળો ગરૂડના જેટલો ઊંચો બાંધે, તોપણ હું ત્યાંથી તને નીચે પાડીશ, એવું યહોવા કહે છે.


હે દદાનના રહેવાસીઓ, નાસો, પાછા ફરો, એકાંત જગામાં રહો; કેમ કે હું તેને જોઈ લઈશ, તે સમયે હું તેના પર એસાવની વિપત્તિ લાવીશ.


અને મિદ્યાનનો હાથ ઇઝરાયલ ઉપર પ્રબળ થયો; અને મિદ્યાનીઓને લીધે ઇઝરાયલી લોકોએ પોતાને માટે પર્વતોમાં કોતરો, ગુફાઓ, તથા ગઢો બનાવ્યાં.


ઇઝરાયલી માણસોએ જોયું કે અમે સંકટમાં આવી પડ્યા છીએ, [કેમ કે લોકો દુ:ખી હતા,] ત્યારે ગુફાઓમાં, ઝાડીઓમાં, ખડકોમાં, કોતરોમાં ને ખાડાઓમાં તે લોકો સંતાઈ ગયા.


Lean sinn:

Sanasan


Sanasan