Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 48:26 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 “તેને ચકચૂર કરો; કેમ કે તેણે યહોવાની વિરુદ્ધ બડાઈ મારી છે; મોઆબ પોતાની ઊલટીમાં આળોટશે, ને તેની હાંસી કરવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

26 પ્રભુએ કહ્યું, “મોઆબને પીવડાવીને ચકચૂર બનાવો, કારણ, તેણે મારી સામે પડકાર ફેંકયો છે; પણ મોઆબ પોતાની જ ઊલટીમાં આળોટશે અને લોકો તેની મશ્કરી કરશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 તેને ભાનભૂલેલો બનાવી દો, તેણે યહોવાહની વિરુદ્ધ બડાઈ મારી છે. મોઆબ પોતાની ઊલટીમાં આળોટશે અને લોકોની હાંસીનું પાત્ર થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 “મોઆબને છાકટો પીધેલો બનાવી દો! એણે યહોવાનો વિરોધ કર્યો છે. એ એની ઊલટીમાં આળોટશે અને લોકોની હાંસીનું પાત્ર થશે, સર્વ કોઇ તેનો તિરસ્કાર કરશે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 48:26
37 Iomraidhean Croise  

કેમ કે તેણે ઈશ્વર વિરુદ્ધ પોતાનો હાથ ઉઠાવ્યો છે, અને સર્વશક્તિમાનની વિરુદ્ધ તે અહંકારથી વર્તે છે;


[એ] તો જ્ઞાની તથા સામર્થ્યવાન [છે] ; તેમની સામો થઈને કોણ આબાદાની પામ્યો છે?


આકાશમાં જે બેઠા છે, તે હાસ્‍ય કરશે; પ્રભુ તેઓને તુચ્છ ગણશે.


પણ, હે યહોવા, તમે તેઓને હસી કાઢશો; તમે સર્વ વિદેશીઓની મશ્કરી કરશો.


તમે તમારા લોકોને કઠણ પ્રસંગો બતાવ્યા છે; તમે અમને લથડિયાં ખવડાવનારો દ્રાક્ષારસ પાયો છે.


કેમ કે યહોવાના હાથમાં પ્યાલો છે, તેમાંનો દ્રાક્ષારસ રાતો છે; તે [તેજાનાની] મેળવણીથી ભરેલો છે, તેમાંથી તે પીરસે છે; પૃથ્વીના દુષ્ટો ખરેખર તળિયે પડી રહેલો કૂચો ચૂસી જશે.


ત્યારે ફારુને કહ્યું, “યહોવા કોણ છે કે, હું તેની વાણી માનીને ઇઝરાયલીઓને જવા દઉં, ”


શું હજી પણ તું મારા લોકો ઉપર ગર્વ કરીને તેઓને જવા દેતો નથી.?


શું કુહાડી તેને વાપરનાર પર સરસાઈ કરે? શું કરવત તેને વાપરનારની સામે બડાઈ કરે? જેમ છડી તેને ઝાલનારાને હલાવે, ને જે લાકડું નથી તેને [એટલે માણસને] સોટી ઉઠાવે તેમ એ છે!”


યહોવાએ તેમાં આડાઈનો આત્મા ભેળવ્યો છે; અને જેમ પીધેલો માણસ ઊલટી કરતો લથડિયાં ખાય છે, તેમ તેઓએ મિસરને તેનાં સર્વ કામોમાં ભમાવ્યો છે.


કેમ કે ગંદી ઊલટીથી સર્વ મેજો ભરપૂર છે, તેથી કંઈ પણ જગા સ્વચ્છ રહી નથી.


વિસ્મિત થઈને અચંબો પામો; પોતાને આંધળા કરીને આંધળા થાઓ. તેઓ પીધેલા છે, પણ દ્રાક્ષારસથી નહિ; તેઓ લથડિયાં ખાય છે, પણ દારૂથી નહિ.


હે યરુશાલેમ, જાગૃત થા, જાગૃત થા, ઊભી થા. તેં યહોવાના હાથથી એના કોપનો પ્યાલો પીધો છે; તેં લથડિયાં ખવડાવનારો કટોરો પીને ખાલી કર્યો છે.


મેં મારા રોષમાં લોકોને છૂંદી નાખ્યા, ને મારા કોપમાં મેં તેઓના કકડેકકડા કર્યા, અને મેં તેઓનું લોહી ભૂમિ પર રેડી દીધું.


તેઓ આક્રંદ કરે છે કે, તેને કેવો ભાંગી નાખવામાં આવ્યો છે! તેણે લજવાઈને કેવી રીતે પોતાની પીઠ ફેરવી છે! આથી પોતાની આસપાસના સર્વ લોકોમાં મોઆબ ઉપહાસ તથા વિસ્મયરૂપ થશે.”


પ્રજા તરીકે મોઆબ રહેશે નહિ, કેમ કે તેણે યહોવાની વિરુદ્ધ બડાઈ મારી છે.


બાબિલની સામે તીરંદાજોને, જેટલા ધનુષ્ય ખેંચી શકે તે તમામને બોલાવો. તેની આસપાસ ઘેરો નાખો. તેમાંનો કોઈ પણ બચી જાય નહિ; તેની કરણી પ્રમાણે તેને પ્રતિફળ આપો. જે સર્વ તેણે [બીજાઓને] કર્યું છે, તે પ્રમાણે તેને કરો; કેમ કે યહોવાની આગળ, ઇઝરાયલના પવિત્ર [ઈશ્વર] ની આગળ, તે ઉદ્ધત થયો છે.


તેઓ તપી જશે ત્યારે હું તેઓને માટે મિજબાની કરીશ, જેમાં તેઓ મોજ ઉડાવે ને સદાની ઊંઘમાં પડે ને ફરીથી જાગે નહિ, માટે હું તેઓને ચકચૂર કરીશ, એવું યહોવા કહે છે.


હું તેના સરદારોને, તેના જ્ઞાનીઓને, તેના અધિકારીઓને, તેના નાયબ અધિકારીઓને તથા શૂરવીરોને ચકચૂર કરીશ; અને તેઓ સદા ઊંઘમાં પડી રહેશે, ને કદી જાગશે નહિ, જે રાજાનું નામ સૈન્યોના [ઈશ્વર] યહોવા છે તે એવું કહે છે.


બાબિલ યહોવાના હાથમાં સોનાના પ્યાલા [જેવો] હતો, જેમાંથી આખી પૃથ્વી પીને મસ્ત થઈ! [સર્વ] પ્રજાઓએ તેનો દ્રાક્ષારસ પીધો છે! તેથી તેઓ ઘેલી થઈ છે.


હું નિસાસા નાખું છું, એવું તેઓએ સાંભળ્યું છે. મને દિલાસો આપનાર કોઈ નથી. મારા સર્વ શત્રુઓએ મારા દુ:ખ વિષે સાંભળ્યું છે. આ તમે જ કર્યું છે, માટે તેઓ ખુશી થાય છે. જે દિવસ તમે નિર્માણ કર્યો છે તે તમે [તેમના પર] લાવો, જેથી તેઓ મારા જેવા થાય!


તેમણે મને કડવાશથી ભર્યો છે, તેમણે મને નાગદમણથી તૃપ્ત કર્યો છે.


અરે અદોમની દિકરી, ઉસ દેશમાં રહેનારી, તું હર્ષ તથા આનંદ કર. તારી પાસે પણ પ્યાલો આવશે! તું ચકચૂર થઈને પોતાને નગ્ન કરીશ.


રાજા પોતાની મરજી પ્રમાણે કરશે. તે ગર્વ કરશે ને તે પોતાને દરેક દેવ કરતાં મોટો ગણશે, ને દેવોના દેવની વિરુદ્ધ આશ્ચર્યકારક વાતો બોલશે; અને ક્રોધ પૂરો થતાં સુધી તે આબાદ થશે, કેમ કે જે નિર્માણ થયેલું છે તે પૂરું કરવામાં આવશે.


પણ આકાશના પ્રભુની વિરુદ્ધ આપે ગર્વ કર્યો છે, અને તેમના મંદિરનાં પાત્રો આપની આગળ લાવવામાં આવ્યાં છે, ને આપે તથા આપના અમીરઉમરાવોએ, આપની પત્નીઓએ તથા આપની ઉપપત્નીઓએ તેમાં દ્રાક્ષારસ પીધો છે. વળી આપે સોનારૂપાનાં, પિત્તળનાં, લોઢાનાં, લાકડાંના તથા પથ્થરનાં દેવદેવીઓ જે જોતાં નથી, સાંભળતાં નથી કે જાણતાં નથી, તેમની સ્તુતિ કરી છે; અને જે ઈશ્વરના હાથમાં આપનો શ્વાસોચ્છવાસ છે, ને જેમના પર આપનો બધો આધાર છે તેમને આપે માન આપ્યું નથી.


તે વધીને આકાશના સૈન્ય સુધી પહોંચ્યું; અને તેણે તે સૈન્યમાંના તથા તારાઓમાંના કેટલાકને નીચે જમીન પર પાડી નાખ્યા, ને તેમને પગ નીચે કચરી નાખ્યા.


[નિનવે] , તું પણ છાકટું બનશે, તું છુપાઈ જશે. તું પણ શત્રુને લીધે આશ્રયસ્થળ શોધશે.


તું કીર્તિને બદલે લજ્જાથી ભરપૂર છે. વળી તું પીને બેસુન્નતના જેવો થા. યહોવાના જમણા હાથનો પ્યાલો તારી તરફ વળશે, ને તારી કીર્તિને ભારે કલંક લાગશે.


જે ઈશ્વર ગણાય છે અથવા જે પૂજ્ય મનાય છે તેમની વિરુદ્ધ થઈને તે પોતાને મોટો મનાવે છે, અને એમ ઈશ્વર હોવાનો દાવો કરીને તે ઈશ્વર તરીકે ઈશ્વરના મંદિરમાં બેસે‌‌ છે.


મોટા નગરના ત્રણ ભાગ થઈ ગયા, અને રાજ્યોનાં નગરો પડયાં. અને ઈશ્વરને મોટા બાબિલોનનું સ્મરણ થયું કે, તે પોતાના સખત કોપના દ્રાક્ષારસનું પ્યાલું તેને આપે.


Lean sinn:

Sanasan


Sanasan