Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 48:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 ‘અમે શૂરવીરો અને યુદ્ધમાં પરાક્રમી પુરુષો છીએ, ’ એવું તમે કેમ કહો છો?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 હે મોઆબના લોકો, તમે પોતાને શૂરવીરો અને યુદ્ધમાં ક્સાયેલા સૈનિકો કેમ ગણાવો છો?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 અમે શૂરવીરો અને યુદ્ધમાં પરાક્રમી પુરુષો છીએ એવું તમે કેવી રીતે કહી શકો છો?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 “હે મોઆબના લોકો, આ રાજાઓના રાજા એવા સૈન્યોનો દેવ યહોવાના વચન છે. ‘તમારી હિંમ્મત કઇ રીતે થઇ આવુ કહેવાની. કે અમે બહાદુર છીએ, કેળવાયેલા યોદ્ધાઓ છીએ?’

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 48:14
12 Iomraidhean Croise  

યહોવા પર હું ભરોસો રાખું છું; તમે મારા જીવને કેમ કહો છો, “પક્ષીની જેમ તું તારા પર્વત પર ઊડી જા?”


મોટા સૈન્ય વડે કોઈ રાજા બચી શકતો નથી; મોટા પરાક્રમ વડે બળવાન પુરુષ છૂટી જતો નથી.


હું પાછો ફર્યો તો પૃથ્વી પર મેં એવું જોયું કે શરતમાં વેગવાનની અને યુદ્ધમાં બળવાનની જીત થતી નથી, તેમ જ વળી બુદ્ધિમાનને રોટલી મળતી નથી, ને વળી સમજણાને દ્રવ્ય પણ મળતું નથી, તેમ જ ચતુર પુરુષો પર રહેમનજર હોતી નથી; પણ પ્રસંગ તથા સંજોગ [ની અસર] સર્વને લાગુ પડે છે.


કેમ કે તેણે કહ્યું છે, ‘ [આ બધું] મારા બાહુબળથી, ને મારી બુદ્ધિથી મેં કર્યું છે; કેમ કે હું ચતુર છું. મેં લોકોની સીમા ખસેડી છે, તેઓના ભંડારોને લૂંટયા છે, અને શૂરવીરની જેમ [તખ્તો પર] બેસનારાને નીચે પાડયા છે.


તે માટે સૈન્યોના પ્રભુ યહોવા તેના બળવાનોમાં નિર્બળતા લાવશે; અને તેના વૈભવમાં અગ્નિની જવાળા જેવી જ્વાળા પ્રગટાવશે.


અમે સાંભળ્યું છે કે મોઆબ અતિ ગર્વિષ્ઠ છે; હા, તેના અભિમાન, અહંકાર તથા ક્રોધ વિષે [અમે સાંભળ્યું છે] ; પરંતુ તેની બડાઈ વ્યર્થ છે.


રે તું ખડકની ફાટોમાં વસનાર, ને પર્વતના શિખરને આશરે રહેનાર તારા ભયંકરપણા વિષે તારા મનના ગર્વે તને ભુલાવી છે! તું તારો માળો ગરૂડના જેટલો ઊંચો બાંધે, તોપણ હું ત્યાંથી તને નીચે પાડીશ, એવું યહોવા કહે છે.


‘અમે જ્ઞાની છીએ, ને યહોવાનું નિયમશાસ્ત્ર અમારી પાસે છે, ’ એમ કેમ કહો છો? પણ જુઓ, શાસ્ત્રીઓએ જૂઠી કલમે તેને જૂઠું કરી નાખ્યું છે.


યહોવા કહે છે, “જ્ઞાની પોતાના જ્ઞાન વિષે અભિમાન ન કરે, તેમ જ બળવાન પોતાના બળ વિષે અભિમાન ન કરે. વળી ધનવાન પોતાના ધન વિષે અભિમાન ન કરે.


યહોવા કહે છે કે મિસરને ટેકો આપનારો માર્યા જશે, ને તેના સામર્થ્યનો ગર્વ ઊતરી જશે, પ્રભુ યહોવા કહે છે કે, મિગ્દોલથી સૈયેને સુધી તેમાંના લોકો તરવારથી માર્યા જશે.


તેઓના ગર્વને લીધે તેઓને એ [શિક્ષા] થશે, કેમ કે તેઓએ સૈન્યોના [ઈશ્વર] યહોવાની પ્રજાને મહેણાં માર્યાં છે, ને તેમની આગળ બડાઈ મારી છે.


Lean sinn:

Sanasan


Sanasan