Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 48:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 તેથી યહોવા કહે છે, જુઓ, એવો સમય આવે છે કે, જે સમયે હું તેની પાસે ઊલટસૂલટ કરનારા મોકલીશ, તેઓ તેને ઉલટપાલટ કરશે. અને તેઓ તેનાં પાત્રો ખાલી કરશે, ને તેની બરણી ફોડી નાખશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 તેથી પ્રભુ કહે છે, “એવો સમય આવી રહ્યો છે જ્યારે હું ઠાલવનાર લોકો મોકલીને તે દ્રાક્ષાસવને ઠાલવી દેવડાવીશ. તેનાં પાત્રો ખાલી કરી દેવામાં આવશે અને તેના કૂજાઓ ફોડી નાખવામાં આવશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 યહોવાહ કહે છે કે, તેથી જુઓ, એવો સમય આવે છે કે’ જે સમયે હું તેઓની પાસે ઊલટસુલટ કરનારા મોકલીશ. તેઓ તેને ઊલટપાલટ કરશે. તેઓ તેના પાત્રો ખાલી કરશે. તેમની બરણીઓ ફોડી નાખશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 યહોવાએ કહ્યું છે કે, “આ લોકો મોઆબ શહેરને ખાલી કરી નાખશે જેમ લોકો દ્રાક્ષારસની બરણી ખાલી કરે છે. જેમ લોકો માટીના ઘડાના ટૂકડે ટૂકડા કરી નાખે છે તેમ તેના નગરોનો નાશ કરવામાં આવશે.”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 48:12
14 Iomraidhean Croise  

તું લોઢાના દંડથી તેઓને તોડી પાડશે. તું તેઓને કુંભારના વાસણની જેમ અફાળીને ટુકડેટુકડા કરશે.”


માળા તોડી પાડયાને લીધે ભટકતાં પક્ષી જેવી મોઆબની દીકરી આર્નોનના ઓવારાઓ પર આવશે.


કુંભારનું હાલ્લું તૂટી જાય છે તે પ્રમાણે તે તેને ભાંગી નાખશે, ને દયા રાખ્યા વગર તેના ચૂરેચૂરા એવી રીતે કરશે કે, એના કકડામાંથી ચૂલામાંથી આગ લેવા માટે, ને ટાકાંમાંથી પાણી કાઢવા માટે ઠીકરું સરખુંયે મળશે નહિ.”


તેઓના અમીરઉમરાઓ પોતાના ચાકરોને પાણી ભરવા મોકલે છે; તેઓ ટાંકા પાસે આવે છે, પણ ત્યાં તેઓને પાણી મળતું નથી; તેઓ પોતાનાં ખાલી વાસણ પાછાં લાવે છે; તેઓ લજવાઈને તથા શરમિંદા થઈને પોતાનાં માથાં ઢાંકે છે.


જે માણસો તારી સાથે જાય છે, તેઓની નજર આગળ તે માટલી ભાંગી નાખ,


અરે પાળકો, વિલાપ કરો, તથા બૂમ પાડો; રે ટોળાંના સરદારો, તમે રાખમાં આળોટો; કેમ કે તમને કતલ કરવાના દિવસો ભરાઈ ગયા છે, હું તમારા કકડેકકડા કરી નાખીશ, ને સુંદર પાત્ર પડીને [ભાંગી જાય] તેમ તમે પડશો.”


તેથી હું ઉત્તર તરફથી સર્વ જાતિઓને તેડી મંગાવીશ, તથા મારા દાસ, એટલે બાબિલના રાજા નબૂખાદનેસ્સારને પણ બોલાવીશ, ને તેઓને આ દેશ પર, તેના રહેવાસીઓ પર, તથા ચારે તરફના આ સર્વ દેશો પર લાવીશ. અને હું તેઓનો સંહાર કરીશ, ને તેઓ વિસ્મયજનક તથા ફિટકારપાત્ર થશે, ને તેઓ સદા ઉજ્જડ રહેશે, એવું હું કરીશ.


મોઆબ પોતાની તરુણાવસ્થાથી સ્વસ્થ રહ્યો છે, તેનામાં રગડો ઠરી ગયો છે, તેને એક પાત્રમાંથી બીજા પાત્રમાં રેડવામાં આવ્યો નથી, તે બંદીવાસમાં ગયો નથી, તેથી તેનો સ્વાદ જેવો ને તેવો રહ્યો છે, ને તેની વાસ બદલાઈ નથી.


જેમ બેથેલ પર ભરોસો રાખીને ઇઝરાયલીઓ ફજેત થયા, તેમ કમોશ પર ભરોસો રાખીને મોઆબ ફજેત થશે.


જે રાજાનું નામ સૈન્યોના [ઈશ્વર] યહોવા છે, તે કહે છે, મોઆબ ઉજ્જડ થયો છે, તનાં નગરોમાં [શત્રુઓ] ઘૂસી ગયા છે, તેના શ્રેષ્ઠ જુવાનો કતલ થવા માટે જ ઊતરી ગયા છે.


મોઆબનાં સર્વ ધાબાંઓ પર તથા તેના મહોલ્લાઓમાં બધે વિલાપ સંભળાય છે; કેમ કે અપ્રિય પાત્રની જેમ મેં મોઆબને ભાંગી નાખ્યો છે, એવું યહોવા કહે છે.


વિનાશક સર્વ નગર પર તૂટી પડશે, કોઈ નગર બચશે નહિ. યહોવાએ કહ્યું છે તેમ ખીણનો નાશ થશે, ને મેદાન પાયમાલ થશે.


કેમ કે યહોવા યાકૂબની જાહોજલાલી ઇઝરાયલની જાહોજલાલી જેવી પુન:સ્થાપિત કરે છે; કેમ કે લૂંટનારઓએ તેમને લૂંટી લીધા છે, ને તેમની દ્રાક્ષાની ડાળીઓનો નાશ કર્યો છે.


Lean sinn:

Sanasan


Sanasan