Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 48:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 મોઆબ પોતાની તરુણાવસ્થાથી સ્વસ્થ રહ્યો છે, તેનામાં રગડો ઠરી ગયો છે, તેને એક પાત્રમાંથી બીજા પાત્રમાં રેડવામાં આવ્યો નથી, તે બંદીવાસમાં ગયો નથી, તેથી તેનો સ્વાદ જેવો ને તેવો રહ્યો છે, ને તેની વાસ બદલાઈ નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 મોઆબ દેશે આરંભથી જ સલામતી ભોગવી છે. તે તો ઠરવા મૂકેલા દ્રાક્ષાસવ જેવો છે; જેને એક પાત્રમાંથી બીજામાં રેડવામાં આવ્યો નથી (એટલે કે, તેના લોકો કદી દેશનિકાલ કરાયા નથી.) તેથી તે દ્રાક્ષાસવનો, સ્વાદ જળવાયો છે, અને તેની સુગંધ બદલાઈ નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 મોઆબ પોતાની તરુણાવસ્થાથી સ્વસ્થ રહ્યો છે. તે દ્રાક્ષારસ જેવો છે. તેને એક પાત્રમાંથી બીજા પાત્રમાં રેડવામાં આવ્યો નથી. તેનો સ્વાદ હંમેશ જેવો જ રહ્યો છે; અને તેની સુગંધ બદલાઈ નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 યહોવાએ કહ્યું, “પ્રાચીનકાળથી મોઆબ પર આક્રમણો થયા નથી, ને તેને હેરાન કરવામાં આવ્યું નથી, તેનો દેશનિકાલ કરવામાં આવ્યો નથી, મોઆબ એવા દ્રાક્ષારસ જેવો છે કે જેને એક પાત્રમાંથી બીજા પાત્રમાં રેડવામાં આવ્યો નથી. તેનો સ્વાદ જેવો ને તેવો રહ્યો છે, ને તેની સુગંધ બદલાઇ નથી.”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 48:11
16 Iomraidhean Croise  

બેદરકાર માણસોના તુચ્છકારથી તથા ગર્વિષ્ઠોના અપમાનથી અમારો આત્મા તદ્દન કાયર થઈ ગયો છે.


ઈશ્વર જે અનાદિકાળથી [ન્યાયાસન પર] બિરાજમાન છે. તે [મારી પ્રાર્થના] સાંભળશે, (સેલાહ) અને જેઓ [ની સ્થિતિ] માં કંઈ ફેરફાર થતો નથી, અને જેઓ ઈશ્વરથી બીતા નથી, તેઓને તે નીચે પાડશે.


કેમ કે અબુદ્ધોનું પાછું હઠી જવું તેઓનો સંહાર કરશે, અને મૂર્ખોની બેદરકારી તેઓનો વિનાશ કરશે.


અમે સાંભળ્યું છે કે મોઆબ અતિ ગર્વિષ્ઠ છે; હા, તેના અભિમાન, અહંકાર તથા ક્રોધ વિષે [અમે સાંભળ્યું છે] ; પરંતુ તેની બડાઈ વ્યર્થ છે.


પૃથ્વી ખાલી કરાશે જ કરાશે, ને લૂંટાશે જ લૂંટાશે; કેમ કે યહોવા એ વચન બોલ્યા છે.


વળી સૈન્યોના ઈશ્વર યહોવા સર્વ લોકોને આ પર્વત પર મિષ્ટાન્નની, જૂના દ્રાક્ષારસની, મેદથી ભરેલા મિષ્ટાન્નની, અને નિતારેલા જૂના દ્રાક્ષારસની મિજબાની આપશે.


હું તારી આબાદીના વખતમાં તને કહેતો; ત્યારે તું બોલતો કે, ‘હું સાંભળીશ નહિ’ તારી તરુણાવસ્થાથી તારી રીતભાત એવી હતી કે, તેં મારા કહ્યા પર લક્ષ આપ્યું નહિ.


તેથી યહોવા કહે છે, જુઓ, એવો સમય આવે છે કે, જે સમયે હું તેની પાસે ઊલટસૂલટ કરનારા મોકલીશ, તેઓ તેને ઉલટપાલટ કરશે. અને તેઓ તેનાં પાત્રો ખાલી કરશે, ને તેની બરણી ફોડી નાખશે.


અમે મોઆબના ગર્વ વિષે સાંભળ્યું છે, તે અતિ ગર્વિષ્ઠ છે. તેનું અભિમાન, ગર્વ, અહંકાર તથા તેના મનની મગરૂરી વિષે અમે સાંભળ્યું છે.


‘બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર મને ખાઈ ગયો છે, તેણે મને ખાંડયો છે, મને ખાલી પાત્રના જેવો કર્યો છે, અજગરની જેમ, તે મને ગળી ગયો છે, તેણે મારાં મિષ્ટાન્નોથી પોતાનું પેટ ભર્યું છે; તેણે મને કાઢી મૂક્યો છે.


નિનવે ખાલી, ઠાલી ને ઉજ્જડ છે. હૈયું ફાટી જાય છે, ને ઘૂંટણો એકબીજાની સાથે અફળાય છે, ને સર્વની કમરોમાં વેદના થાય છે, ને તે સર્વનઅ ચહેરા ફીકા પડી ગયા છે.


કેમ કે યહોવા યાકૂબની જાહોજલાલી ઇઝરાયલની જાહોજલાલી જેવી પુન:સ્થાપિત કરે છે; કેમ કે લૂંટનારઓએ તેમને લૂંટી લીધા છે, ને તેમની દ્રાક્ષાની ડાળીઓનો નાશ કર્યો છે.


તે સમયે હું બત્તીઓ રાખીને યરુશાલેમની ઝડતી લઈશ. અને જે માણસો [દ્રાક્ષારસના] ઠરી ગયેલા રગડાની જેમ [એશઆરામ ભોગવીને] પોતાના મનમાં કહે છે, ‘યહોવા તો ભલું નહિ કરે તેમ ભૂંડુંયે નહિ કરે, ’ તેઓને હું શિક્ષા કરીશ.


જે પ્રજાઓ આરામ ભોગવે છે તેમના પર હું અતિશય નારાજ થયો છું, કેમ કે હું માત્ર સહેજ નાખુશ હતો, પણ તેઓએ વિપત્તિમાં વૃદ્ધિ કરી.’


Lean sinn:

Sanasan


Sanasan