યર્મિયા 48:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 મોઆબ વિષે:સૈન્યોના [ઈશ્વર] યહોવા, ઇઝરાયલના ઈશ્વર, કહે છે, “નબોને અફસોસ! કેમ કે તે ઉજ્જડ થયું છે. કિર્યાથાઈમ લજ્જિત થયું છે, તથા તેને જીતી લેવામાં આવ્યું છે. મિસ્ગાબ લજ્જિત તથા પાયમાલ થયું છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.1 મોઆબ વિષે, ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે: નબોના લોકોની કેવી દુર્દશા! કારણ, તે ઉજ્જડ થયું છે. કિર્યાથાઇમ લજ્જિત થયું છે; કારણ, તેને જીતી લેવામાં આવ્યું છે. તેના મજબૂત કિલ્લાને તોડી પાડવામાં આવ્યો છે, અને તેના લોકો અપમાનિત કરાયા છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 ઇઝરાયલના ઈશ્વર યહોવાહ મોઆબ વિષે આ પ્રમાણે કહે છે કે; “નબોને અફસોસ, તે નષ્ટ થઈ ગયું છે. કિર્યાથાઈમ લજ્જિત થયું છે અને પાયમાલ થયું છે. તેનો કિલ્લો તોડી પાડવામાં આવ્યો છે. Faic an caibideilપવિત્ર બાઈબલ1 ઇસ્રાએલના દેવ યહોવા મોઆબ વિષે આ પ્રમાણે કહે છે કે, “નબોનું આવી બન્યું! તે ભોંય ભેંગુ થઇ ગયું છે, કિર્યાથાઇમને લાંછન લાગ્યું છે, તે જીતાઇ ગયું છે. તેનો કિલ્લો તોડી પાડવામાં આવ્યો છે! હવે મોઆબનું ગૌરવ નથી રહ્યું! Faic an caibideil |