Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 47:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 ગાઝાનું માથું મૂંડેલું છે; આશ્કલોન, એટલે તેઓની ખીણમાંનું જે બચી ગયેલું, તે નષ્ટ થયું છે; તું ક્યાં સુધી પોતાને કાપીને ઘાયલ કરશે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 ગાઝા પ્રદેશના લોકોએ શોકમાં માથાં મુંડાવ્યાં છે. આશ્કલોન નગરના લોકો સ્તબ્ધ થઈ ગયા છે. તેના ખીણપ્રદેશમાં બચી રહેલા લોકો, તમે ક્યાં સુધી પોતાને શોકમાં ઘાયલ કરશો?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 ગાઝાનું માથું મૂંડેલુ છે. આશ્કલોન એટલે તેઓની ખીણમાનું જે બચી ગયેલું તે નષ્ટ થયું છે. તું ક્યાં સુધી પોતાને કાપીને ઘાયલ કરશે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 ગાઝા અને આશ્કલોનના નગરો ધૂળભેંગા કરવામાં આવશે, અને ખંડેર બની જશે. અનાકીમના વંશજો તમે કેવી રીતે પસ્તાવો અને રૂદન કરશો!

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 47:5
20 Iomraidhean Croise  

તેઓએ મોટેથી પોકાર કર્યો, ને પોતાની રીત પ્રમાણે પોતાને તરવારથી તથા ભાલાથી એટલે સુધી ઘાયલ કર્યા કે, તેમના પર લોહીની ધારાઓ વહેવા લાગી.


તે બાઈથ તથા દિબોનમાં, ઉચ્ચસ્થાનો પર રડવાને ચઢી ગયું છે; નબો તથા મેદબા પર મોઆબ વિલાપ કરે છે; તેઓ સર્વનાં માથાં બોડાવેલાં ને સર્વની દાઢી મૂંડેલી છે.


વળી યહોવાનું વચન મારી પાસે આ પ્રમાણે આવ્યું.


મોટા તથા નાના બન્ને આ દેશમાં મરશે. તેઓને દાટવામાં આવશે નહિ, તેઓને લીધે કોઈ વિલાપ કરશે નહિ, તેઓને લીધે કોઈ પોતાને ઘાયલ કરશે નહિ, ને કોઈ પોતાને મુંડાવશે નહિ.


વળી સર્વ મિશ્રજાતિઓ, ઉસ દેશના, પલિસ્તીઓના દેશના સર્વ રાજાઓ, એટલે આશ્કલોન, ગાઝા, એક્રોન તથા આશ્દોદના બાકી રહેલા;


શખેમમાંથી, શીલોમાંથી તથા સમરૂનમાંથી મૂંડાવેલી દાઢીવાળા, ફાટેલાં વસ્ત્રોવાળા, તથા [પોતાને હાથે] પોતાને જખમી કરેલા, એવા એંસી માણસો પોતાના હાથમાં ખાદ્યાર્પણ તથા ધૂપ લઈને યહોવાના મંદિરમાં આવ્યા.


ફારુને ગાઝાને માર્યા પહેલાં પલિસ્તીઓ વિષે યહોવાનું જે વચન યર્મિયા પ્રબોધકની પાસે આવ્યું તે.


કેમ કે એવો સમય આવશે કે, જે સમયે સર્વ પલિસ્તીઓને લૂંટવામાં આવશે, ને સૂર તથા સિદોનના બચી ગયેલા હરેક મદદગારને કાપી નાખવામાં આવશે; કેમ કે યહોવા પલિસ્તીઓને, એટલે સમુદ્રકાંઠે આવેલા કાફતોરના બચી ગયેલાઓને, નષ્ટ કરશે.


કેમ કે દરેકનું માથું બોડેલું છે, ને દરેકની દાઢી મૂંડેલી છે. દરેકને હાથે ઘા થયો છે, તથા [દરેકની] કમરે ટાટ [વીંટાળેલું] છે.


એ માટે પ્રભુ યહોવા કહે છે કે, જો, હું પલિસ્તીઓ પર મારો હાથ લંબાવીને કરેથીઓને નષ્ટ કરીશ, ને સમુદ્રકિનારાના બચેલા ભાગનો વિનાશ કરીશ.


તેઓ ટાટ પણ પહેરશે, ને ત્રાસ તેમને ઢાંકી દેશે. અને સર્વના મુખ પર શરમ છવાઈ જશે, ને તે સર્વના માથાં મૂંડાવેલા હશે.


મૂએલાંને લીધે તમારા શરીરમાં ઘા ન પાડો, ને તમારે અંગે કોઈ પણ જાતની છાપો ન મરાવો; હું યહોવા છું.


તેઓ પોતાનું માથું, મૂંડાવે નહિ, ને તેઓ પોતાની દાઢીના ખૂણા મૂંડાવે નહિ, ને પોતાના શરીરમાં કોઈ ઘા પાડે નહિ.


તારાં પ્રિય સંતાનોને લીધે પોતાના માથાના વાળ કપાવ, ને પોતાનું માથું બોડાવ. ગીધની માફક તારી તાલ વધાર, કેમ કે તેઓ તારી પાસેથી ગુલામગીરીમાં ગયાં છે.


અને તે નિત્ય રાતદિન પહાડોમાં તથા કબરોમાં બૂમ પાડતો રહેતો, ને પથ્થરોથી પોતાને ઘાયલ કરતો હતો.


તમે યહોવા તમારા ઈશ્વરનાં છોકરાં છો. તમે મરેલાંને લીધે તમારા અંગ પર ઘા ન પાડો, ને તમારી આંખોની વચ્ચે ન મૂંડાવો.


યહૂદાએ ગાઝા તથા તેની સીમ, આશ્કોન તથા તેની સીમ અને એક્રોન તથા તેની સીમ જીતી લીધાં.


Lean sinn:

Sanasan


Sanasan