Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 47:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 તેના બળવાન ઘોડાઓના પગના ધબકારા, તેના રથોનો ઘસારો તથા તેમનાં પૈડાંઓનો ગડગડાટ સાંભળીને પિતાઓના હાંજા ગગડી જવાથી તેઓ પોતાનાં છોકરાંઓ તરફ પાછા ફરીને જોતા નથી;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 તેના અલમસ્ત ઘોડાઓની ખરીઓના ધડકારા અને રથોના ખડખડાટ અને પૈડાંનો ગડગડાટ સાંભળીને પિતાઓનાં ગાત્ર શિથિલ થઈ ગયા છે, તેથી તેઓ પોતાનાં બાળકોને બચાવવા પણ રોક્તા નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 બળવાન ઘોડાઓનાં દાબડાનો અવાજ, રથોનો ધસારો અને તેના પૈડાઓનો ગડગડાટ સાંભળી, પિતાઓ એટલા નિ:સહાય થશે કે તેઓ પોતાના સંતાનો તરફ પાછા ફરીને જોયા વગર નાસી જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 ઘોડાઓના દાબડાનો અવાજ અને રથના પૈડાની ઘરઘરાટી તીર્વ વેગથી દોડતાં રથોને કારણે પિતાઓ એટલાં નિ:સહાય હશે કે તેઓ પોતાના સંતાનો તરફ પાછા ફરીને જોયા વગર નાસી જશે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 47:3
14 Iomraidhean Croise  

તેમનાં બાણ તીક્ષ્ણ કરેલાં છે, ને તેમનાં સર્વ ધનુષ્યો તાણેલાં છે. તેમના ઘોડાની ખરીઓ ચકમકના પથ્થર જેવી, અને તેમનાં પૈડાં વંટોળિયાના જેવાં છે.


હે ઘોડાઓ, તમે દોડી આવો; અને, હે રથો, તમે ધૂમ મચાવો; અને શૂરવીરો આગળ આવે; ઢાલ ધરનારા હબશીઓ અને કુટીઓ તથા ધનુર્ધારરી લૂદીઓ બહાર આવે.


તેઓ ધનુષ્ય તથા ભાલા ધારણ કરનારા છે. તેઓ ક્રૂર છે, ને દયા રાખતા નથી. તેઓ સમુદ્રની જેમ ગર્જના કરે છે, તેઓ ઘોડાઓ પર સવારી કરે છે; જેમ શૂરવીર લડાઈને માટે [તૈયારી કરે છે] તેમ, રે બાબિલની દીકરી, તેઓ તારી વિરુદ્ધ સજ્જડ થયેલા છે.


તેના ઘોડાઓનો હણહણાટ દાનથી સંભળાય છે! તેના સમર્થોના ખોંખારાના અવાજથી આખી ભૂમિ કંપે છે! તેઓએ આવીને ભૂમિ તથા તેનું સર્વસ્વ, નગર તથા તેના રહેવાસીઓને ખાઈ નાખ્યાં છે.’


તેઓ તારી વિરુદ્ધ શસ્ત્રો, રથો તથા ગાડાંઓ લઈને તથા જુદી જુદી પ્રજાઓનાં લશ્કરો લઈને આવશે; તેઓ તારી આસપાસ ઢાલડીઓ ને ઢાલો ધારણ કરીને તથા ટોપ પહેરીને ઘેરાવ કરશે. હું ન્યાય કરવાનું કામ તેમને સોંપીશ, ને તેઓ પોતાને યોગ્ય લાગે તે પ્રમાણે તારો ઈનસાફ કરશે.


રથો શેરીઓમાં ઘૂમાઘૂમ કરે છે, ચોકોમાં તેઓ એકબીજાની સાથે અથડાય છે; તેમનો દેખાવ મશાલોના જેવો છે, તેઓ વીજળીઓની જેમ દોડે છે.


પણ નિનવે તો અસલથી જ પાણીના સરોવર જેવું છે; તો પણ તેઓ નાસી જાય છે; [તેઓ કહે છે,] “ઊભા રહો, ઊભા રહો;” કોઈ પાછું ફરીને જોતું નથી.


અને તેઓના પર લોઢાનાં બખતર જેવાં બખતર હતાં; અને તેઓની પાંખોનો અવાજ લડાઈમાં દોડતા ઘણા ઘોડાના રથોના ગડગડાટ જેવો હતો.


ત્યારે કૂદવાથી, એટલે તેઓને પાણીદાર ઘોડાઓના કૂદવાથી, તેઓની ખરીઓના ધબકારા વાગ્યા.


Lean sinn:

Sanasan


Sanasan