Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 46:27 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 [પ્રભુ કહે છે,] “પણ હે મારા સેવક યાકૂબ, તું બીશ નહિ, ને હે ઇઝરાયલ, તું ગભરાઈશ નહિ; કેમ કે હું તને દૂરથી તથા તારા સંતાનને તેઓના બંદીવાસ ના દેશમાંથી છોડાવીશ. યાકૂબ પાછો આવશે, ને શાંત તથા સ્વસ્થ રહેશે, કોઈ તેને બીવડાવશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

27 “હે મારા સેવક યાકોબના વંશજો, બીશો નહિ, હે ઇઝરાયલના લોકો, ભયભીત થશો નહિ, કારણ, હું તમને દૂર દેશમાંથી છોડાવીશ અને હું તમારા વંશજોને દેશનિકાલની ધરતી પરથી પાછા લાવીશ. યાકોબના વંશજો પાછા આવીને નિરાંતથી અને નિર્ભયપણે જીવશે, અને કોઈ તેમને બીવડાવશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 “હે મારા સેવક યાકૂબ, બીશ નહિ. હે ઇઝરાયલ તું ગભરાઈશ નહિ. કેમ કે, હું તમને અને તમારા વંશજોને તમે જ્યાં બંદી છો તે દૂરના દેશમાંથી છોડાવી લાવીશ. અને તમે પાછા સુખશાંતિપૂર્વક રહેવા પામશો. કોઈ તમને ડરાવશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

27 “હે મારા સેવક યાકૂબના વંશજો, હે ઇસ્રાએલીઓ! તમારે ડરવાની જરૂર નથી. કારણ કે, હું તમને અને તમારા વંશજોને તમે જ્યાં બંદી છો તે દૂરના દેશમાંથી છોડાવી લાવીશ, અને તમે પાછા સુખશાંતિપૂર્વક રહેવા પામશો. કોઇ તમને ડરાવશે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 46:27
24 Iomraidhean Croise  

યહોવા તને તારા કલેશથી તથા તારા સંતાપથી, અને જે સખત વૈતરું તારી પાસે કરાવવામાં આવ્યું તેથી વિસામો આપશે.


પણ હવે, હે યાકૂબ, તારા ઉત્પન્નકર્તા યહોવા, ને હે ઇઝરાયલ, તારા બનાવનાર એવું કહે છે, “તું બીશ નહિ, કેમ કે મેં તારો ઉદ્ધાર કર્યો છે; મેં તારું નામ લઈને તને બોલાવ્યો છે, તું મારો છે.


તું બીશ નહિ; કેમ કે હું તારી સાથે છું; હું તારા સંતાન પૂર્વથી લાવીશ, ને પશ્ચિમથી તને એકત્ર કરીશ.


પણ હવે, હે મારા સેવક યાકૂબ, ને હે મારા પસંદ કરેલા ઇઝરાયલ, તું સાંભળ.


તારો કર્તા, ગર્ભસ્થાનથી તારો બનાવનાર, તને સહાય કરનાર યહોવા એવું કહે છે કે, હે મારા સેવક યાકૂબ, મારા પસંદ કરેલા યશુરૂન, તું બીશ નહિ.


તેની કારકીર્દીમાં યહૂદિયા તારણ પામશે, ને ઇઝરાયલ નિર્ભય રહેશે; અને યહોવા અમારું ન્યાયીપણું, એ નામથી તને બોલાવશે.”


વળી યહોવા કહે છે, હું તમને મળીશ ત્યારે હું તમારો બંદીવાસ ફેરવી નાખીશ, ને જે પ્રજાઓમાં તથા સર્વ સ્થળોમાં મેં તમને હાંકી કાઢયા છે તે સર્વમંથી હું તમને એકત્ર કરીશ, એવું યહોવા કહે છે; અને જે સર્વ સ્થળોમાંથી મેં તમને બંદીવાસમાં મોકલી દીધા છે, તે જ સ્થળોમાં હું તમને પાછા લાવીશ.”


“જુઓ, જે જે દેશમાં મારા કોપમાં તથા મારા ક્રોધમાં તથા મહારોષમાં મેં તેઓને હાંકી કાઢયા છે, તે સર્વમાંથી હું તેઓને ભેગા કરીશ. અને આ સ્થળે હું તેઓને પાછા લાવીશ, ને તેઓને સહીસલામત રાખીશ.


તે સમયે યહૂદિયાનો ઉદ્ધાર થશે, ને યરુશાલેમ નિર્ભય રહેશે. અને તે ‘યહોવા અમારું ન્યાયીપણું’ એ નામથી ઓળખાશે.


પછી ઇઝરાયલને હું તેના બીડમાં પાછો લાવીશ, ને તે કાર્મેલ તથા બાશાન પર ચઢશે, અને તેનો જીવ એફ્રાઈમ પર્વત પર તથા ગિલ્યાદમાં તૃપ્ત થશે.


વળી જે અફવા દેશમાં સંભળાશે તેથી તમારું હ્રદય ગભરાય નહિ, ને તમે ભયભીત થતા નહિ; કેમ કે એક વર્ષમાં એક અફવા ઊડશે, ને ત્યાર પછી બીજા વર્ષમાં [બીજી] અફવા ફેલાઈ જશે, ને અધિકારી અધિકારીની વિરુદ્ધ થયાથી તે દેશમાં જુલમ થશે.


હું તેઓની ગુલામી, એટલે સદોમ તથા તેની પુત્રીઓની ગુલામી, ને સમરૂન તથા તેની પુત્રીઓની ગુલામી, ને તેઓમાં તારા ગુલામોની ગુલામી ફેરવી નાખીશ,


કેમ કે હું તમને અન્ય પ્રજાઓમાંથી બહાર કઢીને તથા સર્વ દેશોમાંથી ભેગા કરીને, તમને તમારા પોતાના દેશમાં લાવીશ.


એ માટે પ્રભુ યહોવા કહે છે કે, હવે હું યાકૂબની ગુલામગીની હાલત ફેરવી નાખીશ, ને ઇઝરાયલની આખી પ્રજા પર કૃપા કરીશ; અને હું પોતાના પવિત્ર નામ વિષે આવેશી રહીશ.


હું મારા ઇઝરાયલ લોકોની ગુલામગીરી પાછી ફેરવીશ, ને તેઓ ઉજ્જડ નગરો બાંધીને તેઓમાં વસશે. તેઓ દ્રાક્ષાવાડીઓ રોપીને


Lean sinn:

Sanasan


Sanasan