Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 46:23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 યહોવા કહે છે કે, તેના અરણ્યનો તાગ લાગતો નથી, તોપણ તેઓ તેને કાપી નાખશે; કેમ કે તેઓની સંખ્યા તીડો કરતાં વધારે છે, તેઓ અગણિત છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

23 જાણે કે સંતાયેલા સાપને પકડવા તેઓ તેનાં અભેદ્ય જંગલો પણ સફાચટ કરવા લાગ્યા છે; કારણ, તેમના સૈનિકો અસંખ્ય છે; તેઓ તીડો કરતા પણ વધારે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 યહોવાહ કહે છે કે તે જંગલોને કાપી નાખશે’ “જો કે તે ખૂબ ગીચ છે. તેઓ તીડોની જેમ અસંખ્ય છે, તેઓ અગણિત છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 “જાણે કઠીયારા ઝાડ કાપતા ના હોય! તેમ તેઓ તેના ગાઢા જંગલો કાપી નાખે છે. કારણ કે તેઓ તીડોની જેમ અસંખ્ય છે, તેઓ ગણ્યાં ગણાય એમ નથી.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 46:23
8 Iomraidhean Croise  

વળી તેના વનની તથા તેના ફળદ્રુપ ખેતરની શોભા, આત્મા અને શરીર બન્નેને તે નષ્ટ કરશે. અને માંદો માણસ સુકાઈ જાય છે તે પ્રમાણે તે થશે.


વળી યહોવા કહે છે, હું તમારાં કર્મોનાં ફળ પ્રમાણે તેમને શિક્ષા કરીશ, અને તેના વનમાં હું અગ્નિ સળગાવીશ, ને તે પોતાની આસપાસના સર્વ પદાર્થ ખાઈ જશે.”


સાપના [નાસતી વખતના અવાજ] જેવો તેનો સ્વર સંભળાશે, કેમ કે તેઓ સૈન્ય થઈને કૂચ કરશે, ને લાકડાં ફાડનારાઓની જેમ તેઓ કુહાડા લઈને તેના પર આવી પડશે.


“હે મનુષ્યપુત્ર, તારું મુખ દક્ષિણ તરફ રાખીને તારી વાણી દક્ષિણ તરફ ઉચ્ચાર, ને દક્ષિણની સરહદ પરના વનની વિરુદ્ધ ભવિષ્ય ભાખીને કહે:


તીડો, કાતરાઓ, ઇયળો તથા જીવડાંઓની મોટી ફોજ જે મેં મારા તરફથી તમારામાં મોકલી હતી, તે જે વરસો [નો પાક] ખાઈ ગયાં છે, તેનો બદલો હું તમને વાળી આપીશ.


કેમ કે તેઓ પોતાનાં ઢોર તથા તંબુઓ લઈને ચઢી આવતા, તેઓ તીડની માફક સંખ્યાબંધ આવતા. તેઓ તથા તેઓનાં ઊંટો અગણિત હતાં; અને દેશને ઉજ્જડ કરવાને તેઓ તેમાં પેસતાં.


મિદ્યાનીઓ તથા અમાલેકીઓ તથા પૂર્વ દિશા સર્વ લોકો ખીણની અંદર તીડની માફક સંખ્યાબંધ પડેલા હતા. અને તેઓનાં ઊંટ સમુદ્રના કાંઠાની રેતીની જેમ અગણિત હતાં.


Lean sinn:

Sanasan


Sanasan