Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 46:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 સર્વ પ્રજાઓએ તારી અપકીર્તિ સાંભળી છે, ને તારો વિલાપ આખી પૃથ્વી પર સંભળાય છે; કેમ કે શૂરવીરની સાથે અથડાયો છે, ને બન્ને સાથે પડયા છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 ઘણી પ્રજાઓએ તમારી નામોશી વિષે સાંભળ્યું છે, તમારા રુદનનો અવાજ આખી દુનિયામાં ફેલાયો છે. સૈનિકો એકબીજા સાથે અથડાય છે અને તેઓ બન્‍ને જમીન પર પટક્ય છે!

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 સર્વ પ્રજાઓમાં તારી અપકીર્તિ સંભળાઈ છે. તારો વિલાપ સમગ્ર પૃથ્વી પર સંભળાય છે; કેમ કે શૂરવીર શૂરવીરની સાથે અથડાય છે અને બન્ને સાથે પડ્યા છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 સર્વ પ્રજાઓમાં તારી અપકીર્તિ સાંભળી છે. નિરાશા અને પરાજયનો તારો વિલાપ સમગ્ર પૃથ્વી પર સંભળાય છે; તારા ‘શૂરવીર યોદ્ધાઓ’ અંદર અંદર અથડાય છે અને બંને સાથે ભોંય પર પછડાય છે.”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 46:12
17 Iomraidhean Croise  

બંદીવાનોની ભેગા નમી જવા સિવાય, અને કતલ થએલાની નીચે પડી રહ્યા વગર [રહેવાશે નહિ]. તે સર્વ છતાં પ્રભુનો રોષ શમી ગયો નથી, ને તેમનો હથા હજી ઉગામેલો છે.


યહોવા કહે છે, “હું મિસરીઓને એકબીજાની સામે થવાને ઉશ્કેરીશ. દરેક પોતાના પડોશીની સાથે, નગર નગરની સાથે, ને રાજ્ય રાજ્યની સાથે લડશે.


ગલીઓમાં દ્રાક્ષારસને માટે બૂમ પડે છે; સર્વ હર્ષ અંધરાયેલો છે, પૃથ્વી પરથી આનંદનો લોપ થયો છે.


“યહૂદિયા શોક કરે છે, તેના દરવાજાઓને ગ્લાનિ થયેલી છે, શોકનો પોશાક પહેરીને તેઓ જમીન પર બેઠેલા છે, અને યરુશાલેમનો પોકાર ઊંચે ચઢયો છે.


તું તારો માર્ગ બદલવા માટે આમતેમ કેમ ભટકે છે? તું આશૂરથી લજ્જિત થયો હતો તેમ તું મિસરથી પણ લજ્જિત થઈશ.


જે વેગવાન તે નાસી ન જાય, અને જે પરાક્રમી તે બચે નહિ. તેઓ ઉત્તર દિશામાં ફ્રાત નદીની પાસે ઠોકર ખાઈને પડયા છે.


યહોવા કહે છે, “જુઓ, ઉત્તરમાંથી પૂર ચઢે છે, ને જંગી રેલ દેશ પર, તથા તેમાંના સર્વસ્વ પર, નગર તથા તેમાં રહેનારાંઓ પર, ફરી વળશે. અને માણસો રડાપીટ કરશે, ને દેશના સર્વ રહેવાસીઓ વિલાપ કરશે.


હેશ્બોનથી એલાલે સુધી અને ત્યાંથી યાહાસ સુધી, સોઆરથી હોરોનાયિમ સુધી, અને ત્યાંથી એગ્લથા-શલી-શીયા સુધી તેઓએ પોતાના આક્રંદનો પોકાર સંભળાવ્યો છે; કેમ કે નિમ્રીમનાં પાણી સુકાઈ જશે.


તેઓના પડવાના ધબકારાથી પૃથ્વી કંપે છે! તેનો અવાજ લાલ સમુદ્ર સુધી સંભળાય છે.


બાબિલના પડવાના ધબકારાથી પૃથ્વી કંપે છે, ને તેનો અવાજ [દૂરના] દેશો સુધી સંભળાય છે.”


બાબિલથી આક્રંદનો સ્વર, ને ખાલદીઓના દેશમાંથી મોટા વિનાશનો સ્વર [સંભળાય છે] !


તે પોતાના શૂરવીરોને એક્ત્ર કરીને ગોઠવે છે. તેઓ કૂચ કરતાં ઠોકર ખાય છે. તેઓ તેના કોટ પર ધસે છે, ને આચ્છાદાન તૈયાર કરવામાં આવ્યું છે.


વળી યહોવા કહે છે, “તે દિવસે મચ્છી દરવાજે પોકાર થશે, બીજા મહોલ્લામાં પોક મુકાશે, તથા ડુંગરોમાંથી મોટા કડાકા [સંભળાશે].


જે માણસો મરી ગયા નહિ તેઓને ગાંઠો ફૂટી નીકળી; અને તે નગરનો પોકાર આકાશ સુધી પહોંચ્યો.


Lean sinn:

Sanasan


Sanasan