Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 45:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 તેં કહ્યું કે, ‘મને હાય હાય! યહોવાએ મારા દુ:ખમાં દુ:ખ ઉમેર્યું છે; હું નિસાસા નાખીને થાકી ગયો છું, ને મને કંઈ ચેન પડતું નથી.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 “હે બારૂખ, તું કહે છે, કે ‘મારી કેવી દુર્દશા થઈ છે! પ્રભુએ મારી વેદનામાં વ્યથાનો ઉમેરો કર્યો છે. હું નિસાસા નાખીને નિર્ગત થઈ ગયો છું અને મને કંઈ ચેન પડતું નથી!’ ”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તેં કહ્યું, ‘મને અફસોસ, યહોવાહે મારા દુઃખમાં વધારો કર્યો છે. હું નિસાસા નાખીને થાકી ગયો છું; હું આરામ અનુભવતો નથી.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 તેં કહ્યું, ‘મને હાય હાય! મારા જીવનમાં મુશ્કેલીઓની ખોટ છે શું? અને હવે યહોવાએ તેમાં વધારો કર્યો છે! હું નિસાસા નાખીને થાકી ગયો છું. હું આરામ અનુભવતો નથી.’”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 45:3
28 Iomraidhean Croise  

“આજ પણ મારી ફરિયાદ કષ્ટમય છે; મારા કણવા કરતાં મારો ઘા ભારે છે.


મને અફસોસ છે કે મેશેખનો હું પ્રવાસી છું, અને કેદારના ડેરાઓમાં વસું છું!


આ જીવનમાં હું યહોવાની દયાનો અનુભવ કરીશ, એવો જો મેં વિશ્વાસ ન કર્યો હોત તો [હું નિર્ગત થઈ જાત].


તમારા ધોધના અવાજથી ઊંડાણને ઊંડાણ હાંક મારે છે; તમારાં સર્વ મોજાં તથા છોળો મારા પર ફરી વળ્યાં છે.


હું નિસાસા નાખીને થાકી ગયો છું. દર રાતે હું મારા પલંગને પલાળું છું; હું આંસુઓથી મારા બિછાનાને ભીંજવું છું.


રુદનથી મારી આંખોનો ક્ષય થતો જાય છે. મારા સર્વ‍ શત્રુઓને લીધે તે જીર્ણ થતી જાય છે.


હું બૂમ પાડતાં થાકી ગયો છું; મારું ગળું સુકાઈ ગયું છે. ઈશ્વરની રાહ જોતાં મારી આંખો ક્ષીણ થાય છે.


જો તું સંકટને દિવસે નાહિમ્‍મત થઈ જાય, તો તારું બળ થોડું જ છે.


“હે બારુખ, ઇઝરાયલના ઈશ્વર યહોવા તારા વિષે કહે છે કે,


“મારા ખેદમાં મને દિલાસો મળે તો કેવું સારું! મારું હ્રદય મારામાં મૂર્ચ્છિત થાય છે.


મારા લોકોની દીકરીના કતલ થયેલાઓને માટે રાતદહાડો રુદન કરવા માટે મારું માથું પાણી હોત, ને મારી આંખો આંસુનો ઝરો હોત, તો કેવું સારું!


ઉપરથી યહોવાએ મારાં હાડકાંમાં અગ્નિ મોકલ્યો છે, ને તે તેઓને નિર્ગત કરે છે. યહોવાએ મારા પગને ફસાવવા માટે જાળ પાથરી છે, તેમણે મને પાછી ફેરવી છે. તેમણે મને એકલવાયી તથા આખો દિવસ નિર્બળ કરી છે.


“તેઓની સર્વ દુષ્ટતા તમારી [નજર] આગળ આવે; અને મારા સર્વ અપરાધોને લીધે તમે મારા જેવા હાલ કર્યા છે, તેવા [હાલ] તેઓના કરો. કેમ કે હું ઘણા નિસાસા નાખું છું, ને મારું હ્રદય નિર્ગત થઈ ગયું છે.”


કેમ કે જો કે તે દુ:ખ દે, તોપણ પોતાની પુષ્કળ કૃપા પ્રમાણે તે દયા કરશે.


તેથી અમારા પર દયા થઈ તે પ્રમાણે, અમને આ ધર્મસેવા [સોંપેલી] હોવાથી, અમે નાહિંમત થતા નથી.


એ કારણથી અમે નાહિંમત થતા નથી; પણ જોકે અમારું બાહ્ય મનુષ્યત્વ ક્ષય પામે છે, તોપણ અમારું આંતરિક મનુષ્યત્વ રોજ રોજ નવું થતું જાય છે.


તો સારું કરતાં આપણે થાકવું નહિ; કેમ કે જો કાયર ન થઈએ, તો યોગ્ય સમયે લણીશું.


પણ ભાઈઓ, તમે ભલું કરતાં થાકશો નહિ.


Lean sinn:

Sanasan


Sanasan