Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 44:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 યહૂદિયાના બાકી રહેલાઓમાંના જેઓએ મિસર દેશમાં જઈ રહેવા માટે ઠરાવ કર્યો છે, તેઓને હું જોઈ લઈશ, ને તેઓ સર્વનો નાશ થશે. મિસર દેશમાં તેઓ પડશે. તેઓ તરવારથી તથા દુકાળથી નાશ પામશે; નાનાથી તે મોટા સુધી તમામ તરવારથી તથા દુકાળથી માર્યા જશે; અને તેઓ ધિક્કારરૂપ, વિસ્મયરૂપ, શાપરૂપ તથા નિંદારૂપ થઈ પડશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 યહૂદિયાના બાકી રહેલા લોકો જેમણે ઇજિપ્ત જઈ વસવાનો નિર્ધાર કર્યો છે તેમનો કબજો લઈને હું તેમનો નાશ કરીશ. તેઓ ઇજિપ્તમાં યુદ્ધ કે ભૂખમરાથી માર્યાં જશે; અરે, નાનામોટાં તમામ યુદ્ધ અને ભૂખમરાથી માર્યા જશે અને તેઓ ધિક્કારપાત્ર, ત્રાસરૂપ, શાપરૂપ અને નિંદાપાત્ર બનશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 યહૂદિયાના બાકી રહેલા લોકો જેઓએ મિસર જઈને વસવાનો નિર્ધાર કર્યો છે, તેઓને હું હતા ન હતા કરી નાખીશ. તેઓ બધા જ મિસર દેશમાં નાશ પામશે; તેઓ તલવારથી તથા દુકાળથી મરશે. નાનામોટા સર્વ તલવારથી કે દુકાળથી માર્યા જશે અને તેઓ ધિક્કારરૂપ, વિસ્મયરૂપ, શાપરૂપ, નિંદારૂપ થઈ પડશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 યહૂદિયાના બાકી રહેલા લોકો જેમણે મિસર જઇને વસવાનો નિર્ધાર કર્યો છે, તેમને હું હતા ન હતા કરી નાખીશ. તેઓ બધા જ મિસર દેશમાં નાશ પામશે; કોઇ યુદ્ધમાં મરશે તો કોઇ દુકાળમાં મરશે. નાનામોટા સૌ યુદ્ધમાં કે દુકાળમાં મરી પરવારશે. તેમની દશા જોઇને લોકો ભયભીત અને સ્તબ્ધ બની જશે. સૌ તેમની હાંસી અને નાલેશી કરશે, અને તેમનું નામ શાપરૂપ લેખાશે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 44:12
18 Iomraidhean Croise  

પણ દ્રોહીઓનો તથા પાપીઓનો વિનાશ સાથે થશે, યહોવાથી વિમુખ થનાર નાશ પામશે.


તમે તમારું નામ મારા પસંદ કરાયેલાઓને શાપ આપવા માટે મૂકી જશો, ને પ્રભુ યહોવા તમને મારી નાખશે; અને તે પોતાના સેવકોનું નામ બીજું પાડશે.


તેઓ ત્રાસજનક રોગોથી મરશે. તેઓને માટે રડાપીટ થશે નહિ, ને તેઓને દાટવામાં આવશે નહિ! તેઓ પૃથ્વીના પૃષ્ઠ પર ખાતર જેવાં થશે. તેઓ દુકાળ તથા તરવારથી નાશ પામશે. અને તેઓનાં મુડદાં આકાશનાં પક્ષીઓ તથા ભૂમિનાં શ્વાપદો ખાઈ જશે.


અને તેમનો દેશ વિસ્મય તથા નિરંતર ફિટકાર ઉપજાવે એવો થાય; જે કોઈ તેની પાસે થઈને જશે તે વિસ્મય પામશે, ને પોતાનું માથું હલાવશે.


હા, તેઓ ત્રાસ પામીને પૃથ્વીનાં સર્વ રાજ્યોમાં અહીં તહીં રઝળતા ફરે એ માટે હું તેઓને તજી દઈશ; જે જે જગાઓમાં હું તેઓને હાંકી મૂકીશ, ત્યાં સર્વત્ર તેઓ નિંદા, મહેણાં, હાંસી તથા શાપરૂપ થશે.


તો હું આ મંદિરને શીલો જેવું કરી નાખીશ, ને પૃથ્વીની સર્વ પ્રજાઓની નજરમાં આ નગરને શાપિત કરીશ.”


તરવાર, દુકાળ તથા મરકીથી હું તેઓની પાછળ પડીશ, ને પૃથ્વીનાં સર્વ રાજ્યોમાં હું તેઓને અહીં તહીં વિખેરી નાખીશ, જેથી જે દેશોમાં મેં તેઓને હાંકી કાઢયા છે તે સર્વમાં તેઓ શાપ, વિસ્મય, ફિટકાર તથા નિંદારૂપ થાય.


અને તેઓ પરથી ‘સિદકિયા તથા આહાબને બાબિલના રાજાઓએ અગ્નિ પર ભૂંજ્યા તેઓના જેવા યહોવા તારા હાલ કરો, ’ એવો શાપ યહૂદિયાના જે બંદીવાનો બાબિલમાં છે તેઓ સર્વ આપશે;


પછી સૈન્યોના સર્વ સરદારો, કારેઆનો પુત્ર યોહાનાન, હોશાયાનો પુત્ર યઝાન્યા તથા નાનાથી તે મોટા સુધી બધા લોકોએ,


હવે ખચીત જાણજો કે, જ્યાં તમે જઈને રહેવા માગો છો તે સ્થળમાં તમે તરવારથી, દુકાળથી તથા મરકીથી મરશો.


તે આવીને મિસર દેશને પાયમાલ કરશે. મરણને માટે નિર્માણ થયેલાઓ માર્યા જશે, ને બંદીવાસમાં જશે, ને તરવારને માટે નિર્માણ થયેલાઓ તરવારથી માર્યા જશે.


તમારાં દુષ્કર્મોને તથા તમારાં કરેલાં ધિક્કારપાત્ર કૃત્યોને યહોવા સહન કરી શક્યા નહિ; એથી જેમ આજે છે, તેમ તમારો દેશ ઉજ્જડ, વિસ્મયજનક, શાપરૂપ તથા વસતિહીન થયો છે.


મારા લોકો જ્ઞાનને અભાવે નાશ પામે છે; તેં જ્ઞાનનો અનાદર કર્યો છે, તે માટે હું પણ તને મારા યાજકની પદવી પરથી દૂર કરીશ; તું તારા ઈશ્વરના નિયમને ભૂલી ગયો છે, તો હું પણ તારા વંશજોને ભૂલી જઈશ.


કેમ કે જુઓ, તેઓ નાશ [પામેલા દેશ] માંથી જતા રહ્યા છે, [તોપણ] મિસર તેઓને એકત્ર કરશે, મૃત્યુ તેઓને દાટશે. તેઓના રૂપાના સુંદર દાગીના ઝાંખરાંને હવાલે થશે. તેમના તંબુઓમાં કાંટા ઊગી નીકળશે.


અને, હે યહૂદાના વંશજો તથા ઈઝરાયલના વંશજો, જેટલે દરજ્જે તમે અન્ય પ્રજાઓમાં શાપરૂપ હતા, તેટલે દરજ્જે હું તમારો ઉદ્ધાર કરીશ, ને તમે આશીર્વાદરૂપ થશો. બીઓ નહિ, તમારા હાથ બળવાન થાઓ.


અને તેને પાણી પીવડાવ્યા પછી એમ થશે કે, જો તે અશુદ્ધ થઈ હશે, ને પોતાના પતિનો અપરાધ કર્યો હશે, તો તે શાપકારક પાણી તેના અંગમાં પ્રવેશ કરીને કડવું થશે, ને તેનું પેટ સૂજી જશે, ને તેની જાંઘ સડીને ખરી પડશે. અને તે સ્‍ત્રી પોતાના લોકોમાં શાપિત થશે.


Lean sinn:

Sanasan


Sanasan