Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 44:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 જે સર્વ યહૂદીઓ મિસર દેશમાં, મિગ્દોલ, તાહપાન્હેસ, નોફ તથા પાથ્રોસ પ્રદેશમાં રહેતા હતા, તેઓ વિષે જે વચન યર્મિયાની પાસે આવ્યું તે આ:

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 ઇજિપ્તનાં નગરો મિગ્દોલ, તાહપાન્હેસ, નોફ અને પાથ્રોસ પ્રદેશમાં વસતા યહૂદિયાના બધા લોકો વિષે પ્રભુનો આવો સંદેશ યર્મિયાને મળ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 જે સર્વ યહૂદીઓ મિસર દેશમાં, મિગ્દોલ, તાહપાન્હેસ, નોફ અને પાથ્રોસ પ્રદેશમાં રહેતા હતા, તેઓ વિષે જે વચન યર્મિયા પાસે આવ્યું તે આ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 મિસરના ઉત્તર ભાગમાં મિગ્દોલ, તાહપાન્હેસ, નોફ અને પાથોસના પ્રદેશમાં વસતા યહૂદિયાવાસીઓ વિષે યહોવાનો સંદેશો યર્મિયા પાસે આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 44:1
19 Iomraidhean Croise  

તથા પાથરુસીમ તથા કોસ્લુહીમ, (જયાંથી પલિસ્તીઓ નીકળી ગયા) તથા કાફતોરીમ-એ બધાએ મિસરાઈમથી થયા.


“ઇઝરાયલી લોકોને કહે, તમે પાછા ફરીને બાલસફોનની સામેના પીહહીરોથની સામે મિગ્દોલ તથા સમુદ્રની વચમાં છાવણી કરો, એટલે તેની સામે સમુદ્રકાંઠે તમે છાવણી કરો.


તે સમયે પ્રભુ પોતાના લોકોના શેષને મેળવવાને માટે, એટલે જેઓ બાકી રહેલા છે તેઓને આશૂરમાંથી, મિસરમાંથી, પાથ્રોસમાંથી, કૂશમાંથી, એલામમાંથી, શિનારમાંથી, હમાથમાંથી તથા સમુદ્રના ટાપુઓમાંથી મેળવવાને માટે ફરી બીજી વાર પોતાનો હાથ લાંબો કરશે.


સોઆનના સરદાર મૂર્ખ થયા છે, નોફના સરદારો છેતરાયા છે; તેનાં કુળોના મુખ્ય માણસોએ મિસરને ભમાવ્યો છે.


વળી નોફના તથા તાહપન્હેસના લોકોએ તારી ખોપરી ભાંગી નાખી છે.


વળી યહોવા એવું પણ ખાતરીથી કહે છે, “જેમ અંજીર બગડી ગયાં, ખવાય નહિ એટલે સુધી બગડી ગયાં, તેમની જેમ યહૂદિયાનો રાજા સિદકિયા, તેના સરદારો, તથા યરુશાલેમના બાકી રહેલા લોકો જેઓ આ દેશમાં રહે છે, તથા મિસર દેશમાં વસે છે, તેઓને હું તજી દઈશ;


મિસર દેશમાંના બેથ-શેમેથના સ્તંભોને તે ભાંગી નાખશે; અને મિસરનાં દેવસ્થાનોને તે આગ લગાડી બાળી નાખશે.”


પછી પોતાની સ્ત્રીઓ અન્ય દેવોની આગળ ધૂપ બાળે છે એમ જે પુરુષો જાણતા હતા, તથા જે સ્ત્રીઓ ત્યાં ઊભી હતી, તેઓ સર્વના મોટા સમુદાયે, એટલે મિસર દેશના પાથ્રોસમાં રહેનારા સર્વ લોકોએ યર્મિયાને ઉત્તર આપ્યો,


“મિસરમાં ખબર આપો, મિગ્દોલમાં સંભળાવો, નોફમાં તથા તાહપાન્હેસમાં સંભળાવો; અને કહો, ‘ઊભો રહે, ને સજ્જ થા; કેમ કે તારી આસપાસ તરવારે નાશ કર્યો છે.’


હે મિસરમાં રહેનારી દીકરી, તું તારે માટે બંદીવાસની સામગ્રી તૈયાર કર; કેમ કે નોફને બાળી નાખવામાં આવશે, તે વસતિહીન તથા ઉજ્જડ થશે.


એ માટે જો, હું તારી વિરુદ્ધ તથા તારી નદીઓની વિરુદ્ધ છું. હું મિસર દેશને, મિગ્દોલથી સૈયેને સુધી, એટલે છેક કૂશ દેશની સરહદ સુધી, પૂરેપૂરો વેરાન તથા ઉજ્જડ કરી નાખીશ.


હું મિસરને ગુલામગીરીમાંથી છોડાવીશ, ને હું તેમને પાથ્રોસના દેશમાં, તેમની જન્મભૂમિમાં, પાછા લાવીશ, અને તેઓ પામર રાજ્ય તરીકે ત્યાં રહેશે,


પ્રભુ યહોવા કહે છે કે, હું મૂર્તિઓનો પણ નાશ કરીશ, ને હું નોફમાંથી પૂતળાંઓનો અંત લાવીશ. ત્યાર પછી મિસર દેશમાંથી રાજા કદી ઉત્પન્ન થશે નહિ, અને હું મિસર દેશમાં બીક ઘાલી દઈશ.


હું પાથ્રોસને ઉજ્જડ કરીશ, સોઆનમાં આગ લગાડીશ, ને નોનો ન્યાય કરીને શિક્ષા કરીશ.


હું મિસરમાં આગ સળગાવીશ, સીન પર ભારે આપત્તિ આવી પડશે, નો ભાંગીતૂટી જશે. અને દુશ્મનો નોફને રાતદિવસ હેરાન કરશે.


વળી જ્યારે હું તાહપાનેસમાં મિસરે મૂકેલૌ ઝૂંસરીઓ ભાંગી નાખીશ, ને તેના અંત:કરણમાંના પોતાના બળ વિષેના અભિમાનનો નાશ થશે, ત્યારે ત્યાં દિવસ અંધકારમય થઈ જશે. તેને વાદળ ઢાંકી દેશે, ને તેની પુત્રીઓ ગુલામગીરીમાં જશે,


કેમ કે જુઓ, તેઓ નાશ [પામેલા દેશ] માંથી જતા રહ્યા છે, [તોપણ] મિસર તેઓને એકત્ર કરશે, મૃત્યુ તેઓને દાટશે. તેઓના રૂપાના સુંદર દાગીના ઝાંખરાંને હવાલે થશે. તેમના તંબુઓમાં કાંટા ઊગી નીકળશે.


Lean sinn:

Sanasan


Sanasan